અંકલેશ્વર ના પૌરાણિક નારાયણ મંદિરમાં ભગવાન શાલીગ્રામ અને તુલસીનો વિવાહ પ્રસંગ યોજાયો.

અંકલેશ્વર ના  પૌરાણિક નારાયણ  મંદિરમાં ભગવાન શાલીગ્રામ અને તુલસીનો વિવાહ પ્રસંગ યોજાયો.

મોટી સંખ્યા માં ભક્તો તુલસી વિવાહ માં ઉપસ્થિત રહ્યા

અંકલેશ્વર ના પંચાતી  બજાર ખાતે આવેલ પૌરાણિક નારાયણ મંદિર માં  દેવઊઠી અગિયારસ નિમિત્તે ભગવાન શાલીગ્રામ અને તુલસીનો વિવાહ પ્રસંગ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યા માં ભક્તો  પડ્યા હતા



તુલસીનું બીજું નામ વૃંદા...પૌરાણીક કથા અનુસાર જલંધર નામના અસુરનો વધ કરવા ભગવાન વિષ્ણુએ જલંધરની પત્ની સતી વૃંદાનું સતીત્વ ભંગ કર્યું હતું અને અસુર રાક્ષસ જલંધર હણાયો હતો.જેને લઈ સતીવૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો,જલંધરની પત્ની સતીવૃંદાના શ્રાપથી ભગવાન વિષ્ણુ પથ્થર સ્વરૂપમાં આવી ગયા હતા.સતી વૃંદા (તુલસી) નો શ્રાપ સાંભળી દેવ, ઋષિઓએ સતી વૃંદાને વિનંતી કરી તેથી વૃંદાએ ભગવાનની માફી માંગી,વિષ્ણુ ભગવાન વૃંદાની ભક્તિથી પરિચિત હતા.માટે તેમને આશીર્વાદ આપ્યા કે તમે તુલસીનાં છોડ તરીકે અવતરણ પામશો અને હું જ્યારે પથ્થર રૂપ હોઈશ, ત્યારે તમારી સાથે લગ્ન કરીશ તેમજ તમારી હાજરી વગર ક્યારેય ભોજન નહીં કરું.આ પ્રસંગ પછી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ સ્વરુપે પ્રગટ થયા અને તુલસી છોડ તરીકે અવતરણ પામ્યા,બંનેનાં લગ્ન કરાવવામાં આવ્યા હતા.ભગવાન વિષ્ણું તુલસીનાં પાન વગર ભોજન સ્વીકારતા નથી, ત્યારથી તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે.

જેના પગલે અંકલેશ્વર ની પંચાતી  બજાર સ્થિત આવેલ નારાયણ મંદિર ખાતે  દર વર્ષે પરંપરાગત રીતે તુલસી વિવાહ પર્વની ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત નારાયણ મંદિર  ખાતે દેવઉથી અગિયારસના રોજ  ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીનો તુલસી વિવાહનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો.જેમાં સમગ્ર વિવાહની વિધિ કરવામાં આવી  હતી.. યોજાયેલ તુલસી વિવાહ પર્વની ઉજવણીનો મોટી સંખ્યામાં પરિવારજનો તેમજ ભક્તજનોએ ભગવાનના લગ્ન પ્રસંગનો લ્હાવો લીધો હતો

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper