અંકલેશ્વર તાલુકા કોઓપરેટીવ . પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા રાહત દરે ફટાકડા વેચાણ ના સ્ટોલનું ઉધ્ઘાટન કરાયું
=પંડવાઈ સુગર ના વાઇસ ચેરમેન અને તાલુકા પંચાયત ના સભ્ય અરવિંદ પટેલ ના હસ્તે સ્ટોલ ને ખુલ્લો મુકાયો
અંકલેશ્વર તાલુકા કોઓપરેટીવ . પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા રાહત દરે નહીં નફો નહીં નુકશાન ના ધોરણે ફટાકડા વેચાણ ના સ્ટોલનું પંડવાઈ સુગર ના વાઇસ ચેરમેન અને તાલુકા પંચાયત ના સભ્ય અરવિંદ પટેલ ના હસ્તે ઉદ્ઘાટન કરી ફટાકડા સ્ટોલ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
ધી અંકલેશ્વર તાલુકા કો.ઑ. પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા છેલ્લા દસ વર્ષ થી ફટાકડા તથા જીવન જરૂરિયાતની ચીજોનું રાહત દરે વેચાણ કરવા માં આવે છે. ત્યારે ત્રણ રસ્તા એપીએમસી ની બાજુ માં આવેલ એ.ડી. દેશાઈ પાર્ટી પ્લોટ ખાતે રાહત દરે ફટાકડા સ્ટોલનું તાલુકા પંચાયત ના સભ્ય અને પંડાવાઇ સુગરના વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલ તથા સહકારી આગેવાન કરશનભાઈ પટેલ ના હસ્તે ઉદ્ઘાટન કરી સ્ટોલ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અંકલેશ્વર ખરીદ વેચાણ સંઘ દ્વારા સતત 10 વર્ષ થી રાહત દરે નહીં નફો નહીં નુકશાન ના ધોરણે ફટાકડા સ્ટોલ નું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમ માં અંકલેશ્વર તાલુકા કોઓપરેટીવ . પરચેઝ એન્ડ સેલ યુનિયન ના ચેરમેન ભરત પંડ્યા, એપીએમસી ના ચેરમેન મુકેશભાઇ પટેલ, ,વાઇસ ચેરમેન અજીતભાઈ પટેલ, તાલુકા ભાજપ ના પૂર્વ પ્રમુખ નિતેન્દ્રસિંહ દેવધરા, મેનેજર શબ્બીર પટેલ સહિતના સભાસદો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા