અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ને ચેક રીર્ટન કેસ માં છ માસ ની કેદ ની સજા નો હુકમ કરતી અંકલેશ્વર કોર્ટ

અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ને ચેક રીર્ટન કેસ માં છ માસ ની કેદ ની સજા નો હુકમ કરતી અંકલેશ્વર કોર્ટ

=આમ આદમી પાર્ટી ના અંકુર લક્ષ્મણ પટેલ ને ચેક રિટર્ન ના કેસ માં છ માસ ની સાદી  કેદ ની સજા નો હુકમ

અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી ના ઉમેદવાર અંકુર પટેલ ને 2 લાખ ના ચેક રિટર્ન કેસ માં અંકલેશ્વર કોર્ટ ના નામદાર  એડિશનલ ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટે  6 માસ ની સાદી કેદ ની સજા નો હુકમ કર્યો હતો સાથે અંકુર  પટેલ ને 30 દિવસમાં ફરિયાદી ને રકમ ચૂકવી ન આપે તો વધુ 6 માસ ની સાદી કેદ ની સજા નો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે .

અંકલેશ્વર તાલુકા ના  ગડખોલ ગામના અંકુર લક્ષ્મણ પટેલ જેઓ માંતગી કોર્પોરેશન ના પ્રોપરાઇટર છે.તેઓની અંકલેશ્વર ના કોસમડી ગામ ખાતે રહેતા અને ગાડી લે વેચ ના વ્યવસાય કરતા મોહંમદ સલીમ મોહંમદ ઇસ્માઇલ વડીયા સાથે પરિચય થયો હતો અને ગાઢ મિત્રતા થતા બંન્ને વચ્ચે અવાર નવાર નાણાકીય વ્યવહાર થતો હતો વર્ષ 2020 માં અંકુર પટેલે  અંગત કામ માટે નાણાં ની જરૂર હોવાથી મોહંમદ સલીમ મોહંમદ ઇસ્માઇલ વડીયા પાસે  ઉછીનારૂપિયા  2 લાખ માંગતા તેઓ એ ચેક મારફતે 2 લાખ આપ્યા હતા , મોહંમદ સલીમ મોહંમદ ઇસ્માઇલ વડીયા એ વાયદા મુજબ પૈસા ની માંગણી કરતા અંકુર પટેલે વાયદાઓ કર્યા હતા .બાદ માં  અંકુર પટેલે મોહંમદ સલીમ મોહંમદ ઇસ્માઇલ વડીયા ને 2 લાખ નો ચેક લખી આપ્યો હતો જે ચેક બેંક માં નાખતા આ ચેક  રિટર્ન થયો હતો જેથી મોહંમદ સલીમ મોહંમદ ઇસ્માઇલ વડીયા એ નોટિસ મોકલતા તેનો કોઈ જવાબ નહિ આપતા તેઓ એ અંકલેશ્વર ની નામદાર કોર્ટ માં ફરિયાદ દાખલ કરતા આ કેસ નામદાર એડિશનલ ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ ગૌરવ કુમાર દરજી સાહેબ ની કોર્ટ માં ચાલી જતા કોર્ટે  

 અંકુર પટેલ ને 2 લાખ 25 હજાર ફાઈન પેટે નામદાર કોર્ટ માં જમા કરાવવાનો હુકમ કર્યો હતો અને આ રકમ માંથી ફરિયાદી મોહંમદ સલીમ મોહંમદ ઇસ્માઇલ વડીયા ને 2 લાખ 10 હજાર ચૂકવવાનો હુકમ કર્યો  હતો અને અંકુર  પટેલ ને 30 દિવસમાં ફરિયાદી ને રકમ ચૂકવી ન આપે તો વધુ 6 માસ ની  સાદી કેદ ની સજા નો હુકમ કર્યો  હતો

અંકલેશ્વરશહેર માં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા યોજાય બાઇક રેલી,

અંકલેશ્વરશહેર  માં  ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા યોજાય બાઇક રેલી


=ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ની વિશાળ બાઈક રેલી યોજાય

=શહેર ના વિવિધ વિસ્તારો માં બાઈક રેલી ફરી



ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અંકલેશ્વર બેઠકના ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ  દ્વારા  અંકલેશ્વર શહેર માં આજરોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશાળ બાઈક રેલી શહેર ના મુખ્ય માર્ગ ઉપર થઇ વિવિધ વિસ્તારો માં ફરી હતી


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીનો સમય બાકી રહયો છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે અંકલેશ્વર  બેઠકના ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ  દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  અંકલેશ્વર ના એશિયાડ નગર થી નીકળેલ વિશાળ બાઈક રેલી શહેર ના મુખ્ય માર્ગ ઉપર થઇ શહેર ના વિવિધ વિસ્તારો માં ફરી હતી ઈશ્વરસિંહ પટેલ નું ઠેરે ઠેર લોકો એ  ભવ્ય સ્વાગત કર્યું હતું અને ઈશ્વરસિંહ પટેલે જીત નો આશાવાદ વ્યક્ત કર્યો  હતો






ઉત્તરપ્રદેશ ની નિશાદ પાર્ટી ના અધ્યક્ષ અને કેન્દ્ર સરકાર માં કેબિનેટ મંત્રી ડો,સંજય નિશાદ ઈશ્વરસિંહ પટેલ ના પ્રચાર અર્થે આવી પહોંચ્યા હતા અને તેઓ એ જનસભાને સંબોધી હતી .

અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે ગડખોલ વિસ્તાર ની સોસાયટીઓ માં જનસભા સંબોધી હતી મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


ઉત્તરપ્રદેશ ની નિશાદ પાર્ટી ના અધ્યક્ષ  અને કેન્દ્ર સરકાર માં કેબિનેટ મંત્રી ડો,સંજય નિશાદ ઈશ્વરસિંહ પટેલ ના પ્રચાર અર્થે આવી પહોંચ્યા હતા અને તેઓ એ જનસભાને સંબોધી હતી .


અંકલેશ્વર તાલુકા ના ગડખોલ ગામ વિસ્તાર ની સોનમ સોસાયટી ,રાજપીપલા ચોકડી વિસ્તાર માં આવેલ મીઠા ફેકટરી પાછળ આવેલ  સૌસાયટી ઓ માં  વિધાનસભા બેઠક ઉપર ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ની વિશાળ જનસભા યોજાય હતી આ સોસાયટી વિસ્તાર માં પરપ્રાંતીય મતદારો વધુ હોવાથી જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુપી ના નિશાદ પાર્ટી ના અધ્યક્ષ  અને કેન્દ્ર સરકાર માં કેબિનેટ મંત્રી ડો,સંજય નિશાદ પણ આવી પહોંચ્યા હતા ,અને તેઓ એ જનસભા ને સંબોધી ઈશ્વરસિંહ પટેલ ને જંગી મતો થી જીતાડવા અપીલ કરી હતી



આદિવાસીઓ પ્રત્યે કોંગ્રેસને શુ પેટમાં દુઃખે છે, આઝાદીના 75 વર્ષમાં ક્યારેય મારા આદિવાસીઓનું સન્માન કર્યું નથી : નરેન્દ્ર મોદી

આદિવાસીઓ પ્રત્યે કોંગ્રેસને શુ પેટમાં દુઃખે છે, આઝાદીના 75 વર્ષમાં ક્યારેય મારા આદિવાસીઓનું સન્માન કર્યું નથી : નરેન્દ્ર મોદી


- પેહલા અગરબત્તી, પતંગ માટે વાંસ વિદેશથી આવતા આ તમારા દિલ્હીમાં બેસેલો દીકરો વાંસ ઉગાડવા અને વેચવાનો કાયદો લાવ્યો


- અમે તમારા ઉપર ભરોસો કરીએ અને તમે ભાજપ ઉપર ભરોસો કરો આજ આપણું કામ : પ્રધાનમંત્રી

- તમારું જ છે અને તમે છો તો દેશ છે ભાઈઓ, અંબાજીથી ઉમરગામ સુધી આજે આદિવાસી પટ્ટો પણ ડબલ એન્જીનની સરકારમાં વિકાસની કૂચ ભરી રહ્યો છે

- નેત્રંગમાં મારા આદિવાસી ભાઈઓ-બહેનોના આશીર્વાદ ભાજપ સાથે વિકસિત ગુજરાત બનાવવાનો આજે સંકલ્પ બતાવે છે : પ્રધાનમંત્રી મોદી

- ગુજરાત ભાજપનું સંકલ્પ પત્ર સર્વાંગી ક્ષેત્રે અને દરેક સમુદાયના વિકાસને વેગ આપનાર, જેને ચરિતાર્થ કરવા દિલ્હીમાં બેસેલો આ તમારો દીકરો પણ તાકાત લગાડશે

- નેત્રંગમાં આદિવાસી ચાર વિધાનસભા બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય સંકલ્પ સભાને સંબોધી

નેત્રંગમાં ચાર આદિવાસી વિધાનસભા બેઠક ઝઘડિયા, નાંદોદ, ડેડીયાપાડા અને માંડવી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય સંકલ્પ સભાને સંબોધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેત્રંગમાં ચૂંટણી સભા સંબોધતા પોતાના પ્રારંભિક વર્ષોને વાગોળ્યા હતા. પા પા પગલી ભરતા સમયે આદિવાસી ક્ષેત્રમાં 22 થી 25 વર્ષની વયે આદિવાસી વિસ્તારમાં કામ કરવાનું મળ્યું તેને જીવનનું સૌભાગ્ય ગણાવ્યું હતું. જ્યાં તેઓ ઘણું શીખ્યા અને સંસ્કાર મળ્યા હતા. આદિવાસી વિસ્તારમાં તેમનો આંનદ અનેક ગણો વધી જતો હોવાનું કહ્યું હતું.

નેત્રંગમાં ઉમેટેલી મેદનીને તેઓએ આજે મારા આદિવાસી ભાઈઓ બહેનો આશીર્વાદ આપવા આવ્યા હોય  તેમ કહી, તેને વિકસિત ગુજરાત બનાવવાનો સંકલ્પ કહ્યો હતો.

અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાગ્યવાન, આજે આટલી મોટી સંખ્યામાં ભાજપને વિજયી બનાવવા તમે મેદાનમાં ઉતર્યા છો. 

ગુજરાત ભાજપે જાહેર કરેલા સંકલ્પ બદલ તેમને ભુપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા. આ સંકલ્પ પત્ર નવજુવાનો, આદિવાસીઓ, માછીમારો, બહેનો, વૃદ્ધઓ તમામ વર્ગ, સમુદાય અને ક્ષેત્ર માટે સર્વાંગી વિકાસ સમાન ગણાવ્યું હતું. જેને ચરિતાર્થ કરવા દિલ્હીમાં બેઠેલો તમારો દીકરો પુરી તાકાત લગાડી દેશે તેમ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ 2001 માં તેઓ નવા નવા મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાં ભણતરમાં દીકરીઓની સ્થિતિ ચિંતાજનક હોય. દિકરીઓને ભણવા લઈ જવા ઘરે ઘરે જઈ ભિક્ષા માંગવાનું ધોમ ધખતા તાપમાં આદિવાસી વિસ્તારમાંથી શરૂ કર્યું હોવાનું ઉમેર્યું હતું.

ગર્વ લેતા કહ્યું હતું કે, ગુજરાતની આદિવાસી દીકરીઓ આજે હિન્દુસ્તાનમાં નામ કમાઈ રહી છે. આજે ઉમરગામથી અંબાજી સુધી 10 હજાર શાળાઓ ધમધમી રહી છે.

અંગ્રેજોની ગુલામી ગઈ એનો લાભ કોંગ્રેસના રાજમાં મારા ગામના ગરીબ માનવીને ના મળ્યો. ડોકટર, એન્જીનીયર બનવા અંગ્રેજીમાં ભણવું પડે. તમારી વચ્ચે મોટો થયેલો મોદી દિલ્હી ગયો અને માતૃભાષા ડોકટર, એન્જીનિયર બની શકાય તેમ કર્યું.

ગુજરાતની જનતા જે મને શિક્ષણ સંસ્કાર આપ્યા તે લેખે લાગ્યા અને દિલ્હીમાં ગયો તો પણ હૈયે તો તમે જ કહેતા સભામાં મોદી મોદીના નારા ગુંજયાં હતા. વધુમાં નરેન્દ્ર મોદીએ અમે તમારા ઉપર ભરોસો કરીએ અને તમે ભાજપ ઉપર ભરોસો કરો, આજ આપણું કામ.

આજે દેશમાં પ્રધાનમંત્રી આવાસ હેઠળ 3 કરોડ, ગુજરાતમાં 10 લાખ અને આદિવાસી વિસ્તારમાં 20 હજાર મકાનો બની ગયા છે. તેમણે આ ચૂંટણી પ્રચાર નહિ મારે તો તમને મળવાનું અને દર્શન કરવાના કહી, ચૂંટણી તો તમે જોતાંડવાના જ છો તેમ કહ્યું હતું.

કોરોના કાળને વડાપ્રધાને યાદ કરી કહ્યું હતું કે, આજે પણ દુનિયાના કેટલાય દેશોનો ટપ્પો પડતો નથી. ભારતે આ કઈ રીતે કર્યું. રસીના બબ્બે ડોઝ અને સાથે બુસ્ટર મળી 200 કરોડનું ટિકાકરણ. કોરોનામાં એક પણ આદિવાસી કે ગરીબ બાળક ભુખું ના સુવે તેની ચિંતા દિલ્હીમાં બેસેલા આ તમારા દીકરાએ કરી હતી. ભરૂચ જિલ્લામાં પણ 8.5 લાખ લોકોના ઘરનો ચુલો ઓલવવા નથી દીધો. તમારું જ છે અને તમે છો તો દેશ છે ભાઈઓ.

દુનિયા બદલાઈ છે હવે ડિજિટલ ઇન્ડિયામાં મોબાઈલ પણ જોઈએ. તેની ચિંતા પણ અમે કરી છે. હવે 5G આવી ગયું છે. 4G એટલે સાયકલ અને 5G એટલે વિમાન. કોંગ્રેસના રાજમાં મોબાઈલ બિલ 4 થી 5 હજાર આવતું. આજે ભાજપના રાજમાં તમારું બિલ 150 થી 200 રૂપિયા આવે છે.

આદિવાસીઓના મનમાં ભાજપ માટે આટલો પ્રેમ, કારણ કે તેમણે કોંગ્રેસ અને ભાજપને જોઈ છે. દેશમાં આઝાદીના 75 વર્ષમાં પહેલીવાર આદિવાસી બહેન રાષ્ટ્રપતિ બન્યા. કોંગ્રેસને એ પણ ખુચ્યું હતું.

આદિવાસી પ્રત્યે શુ પેટમાં દુઃખે છે કોંગ્રેસને ખબર પડતી નથી. આદિવાસીઓનું સન્માન ક્યારેય કોંગ્રેસે કર્યું નહિ હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું.

આદિવાસીઓની પરંપરા, પરાક્રમ, આઝાદીમાં યોગદાન, આદિવાસી ગરીમાં દિવસ, ભગવાન બિરસમુંડા સહિત ભાજપે આદિવાસીઓને સન્માન આપ્યું છે. આદિવાસીઓ માટે ભાજપ જનધન સાથે વનધન પણ લાવ્યું.

અંગ્રેજોના જમાનાની કોંગ્રેસે વાંસની ખેતીને સ્થાન નહિ આપતા પેહલા આપણે અગરબત્તી અને પતંગ માટે વાંસ વિદેશથી મંગાવવા પડતા હતા. આજે ભાજપે વાંસ ઉગાડવા અને વેચવાનો કાયદો લાવી જંગલોમાં પેદા થતી 90 વસ્તુઓ ખરીદી રહ્યા છે. 

ભાજપે સર્વાંગી વિકાસ સાથે ઔદ્યોગિક વિકાસ પણ કર્યો. ભરૂચ જિલ્લો આખા દેશમાં ધમધમી રહ્યો છે.  ઝઘડિયા, ભરૂચ, વાગરા, સાયખા, અંકલેશ્વરમાં દુનિયાભરના ઉધોગો આવેલા છે. ભરૂચ જિલ્લામાં પણ નર્મદાના મીઠા પાણીની માછલી, ઝીંગા માટે પણ સરકાર કટિબદ્ધ છે. માછીમારો માટે અલગ મંત્રાલય બનાવાયું છે. 

અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. મદદ લેવા આવ્યો છું. પેહલા કરતા વધારે મતદાન કરજો. તમામ રેકોર્ડ તોડજો, ભાજપનું બટન દબાવજો.

મારું એક અંગત કામ, એમા ભાજપ બાજપ કોઈ નહિ, કમળ બમળ કોઈ નહિ. તમારો પ્રેમ સર આંખો ઉપર. આપણા નરેન્દ્રભાઈ નેત્રંગ આવ્યા હતા. તમને ખાસ પ્રણામ પાઠવ્યા છે. સભા પેહલા તેઓ માંડવી તાલુકાના જુના કાંકરાપાર ગામના બે આદિવાસી નિરાધાર બાળકો અવી અને જયને મળ્યા હતા. બન્નેના માતા-પિતા 6 વર્ષ પેહલા મૃત્યુ પામ્યા હતા. અવી ધોરણ 9 અને જય ધોરણ 6 માં ભણે છે. આ બાળકોનો વિડીયો જોઈ સી.આર.પાટીલને ફોન કરી આ બન્ને બાળકોની ચિંતા કરી હતી. તેમના માટે ઘર બનાવી તમામ સમાન પણ ઉપલબ્ધ કરાવ્યો હતો. બને દીકરાની ચિંતા કરી દિલ્હીમાં બેસેલા વડાપ્રધાને તેમને કોઈ ખોટ સાલવા દીધી ન હતી. અવીને કલકેટર બનવું છે જ્યારે જય ને એન્જીનીયર.

સભામાં સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા, જનક બગદાણાવાલા, ભરતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયાના ઉમેદવાર રીતેશ વસાવા, નાંદોદ ડો. દર્શના દેશમુખ, ડેડીયાપાડાના ઉમેદવાર હિતેશ વસાવા અને માંડવીના ઉમેદવાર, મહામંત્રી નિરલ પટેલ, મંત્રી નિશાંત મોદી, પ્રકાશ દેસાઈ સહિત તાલુકા, જિલ્લા પંચાયતો, પાલિકાના આગેવાનો તેમજ હોદેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ ખાતે સાયન્સ પ્રોજેક્ટ નું આયોજન કરવામાં આવ્યું

અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ ખાતે સાયન્સ પ્રોજેક્ટ નું આયોજન કરવામાં આવ્યું

=અંકલેશ્વર ભરૂચ ની શાળા ના ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ એ વિજ્ઞાન અને ટેક્નોલોજી ના પ્રોજેક્ટ રજુ કર્યા

અંકલેશ્વર ની રાજપીપલા ચોકડી નજીક આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલ ખાતે સાયન્સ પ્રોજેક્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર ભરૂચ ની વિવિધ શાળા ના વિદ્યાર્થીઓ એ વિજ્ઞાન અને ટેક્નોલોજી ને લગતા પ્રોજેક્ટ રજુ કર્યા હતા .

અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ ના પટાંગણ ખાતે સાયન્સ પ્રોજેક્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં વિવિધ શાળા ના ધોરણ 3 થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો વિવિધ શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા  વિજ્ઞાન અને ટેક્નોલોજી ને લગતા પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યા  હતા  સાયન્સ પ્રોજેક્ટ કાર્યક્રમ ની  દીપપ્રાગટ્ય દ્વારા શરૂઆત  કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં અંકલેશ્વર  ઉદ્યોગ મંડળ ના ઉપપ્રમુખ મનસુખ વેકરીયા ,અને અશોક ચોવટીયા ઉપસ્થિત રહી જજ ની ભૂમિકા નિભાવી હતી તો બીજી તરફ પોદાર જમ્બો કિડ્સ ના બાળકો એ પણ ગણિત અને વિજ્ઞાન આધારિત પ્રોજેક્ટો રજુ કર્યા હતા અંત માં આ સાયન્સ પ્રોજેક્ટ  પ્રતિયોગિતા માં વિજેતા વિદ્યાર્થીઓ ને મેડલ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પોદાર વર્લ્ડ  સ્કૂલ ના આચાર્ય ગંગાધર સહીત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

અંકલેશ્વર ની મુખ્ય શાળા ખાતે સનફાર્મા ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા ડીજીટલ ક્લાસો નું લોકાર્પણ કરવામાં આવ્યું

અંકલેશ્વર ની મુખ્ય શાળા ખાતે સનફાર્મા ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા ડીજીટલ ક્લાસો નું લોકાર્પણ કરવામાં આવ્યું


=અંકલેશ્વર ના કાપોદ્રા ,બાકરોલ ,સારંગપુર ,અંદાડા કુમાર શાળા અને સરદાર પટેલ પ્રાથમીક શાળા ને ડીજીટલ ક્લાસો અર્પણ કરાયા

=સનફાર્મા કંપની ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા




અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત મુખ્ય શાળા એક ખાતે  સનફાર્મા  ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા  6 જેટલી સરકારી  સ્કૂલ માં બનાવેલ  ડીજીટલ ક્લાસ રૂમ નું કંપની ના અધિકારીઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું .

ઔદ્યોગીક ગૃહો ની સામાજીક ઉત્તરદાયિત્વ ની જવાદારી ના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તાર માં સરકારી શાળા ના વિદ્યાર્થીઓ ને નાવીન્ય સભર અને આનંદમય શિક્ષણ મળે તે  હેતુસર પાનોલી જીઆઇડીસી માં આવેલ સનફાર્મા કંપની ના  સનફાર્મા ડિસ્ટ્રીબ્યુટર્સ ના  સીએસઆર વિભાગ દ્વારા મોડેલ સ્કૂલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત શહેર ની એક અને પાંચ ગામ ની સરકારી પ્રાથમિક શાળા મળી કુલ 6 શાળા ને અંદાજિત 20 લાખ ના ખર્ચે ડિજિટલ ક્લાસ નું નિર્માણ કરવામાં આવ્યું હતું ,જે અંગે સનફાર્મા ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા શહેર ની  ગોયા બજાર માં નગર પાલિકા સંચાલિત મુખ્ય શાળા ખાતે સનફાર્મા કંપની ના હેડ સ્નેહલ શાહ ,ભોજુસિંગ ગીરાસે એચઆર હેડ વિશાલ જોશી ,સીએસઆર હેડ સેજાદ બેલીમ અને ,રવિ ગાંધી ની ઉપસ્થિતિ માં  શહેર ની મુખ્ય  શાળા તેમજ  અંકલેશ્વર તાલુકા ના સારંગપુર ,બાકરોલ ,કાપોદ્રા ,અંદાડા ગામની કુમાર શાળા ,અને સરદાર પટેલ પ્રાથમિક શાળા માં નિર્માણ પામેલ ડીજીટલ ક્લાસ નું કંપની ના અધિકારીઓદ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું  હતું  અને લોકાર્પણ કાર્યક્રમ માં આ 6  શાળા ના આચાર્યો ને ડીજીટલ ક્લાસ ના રૂમો ની ચાવી એનાયત કરવામાં આવી હતી ,આ પ્રસંગે મુખ્ય શાળા ના ગજેન્દ્રભાઈ પટેલ સહીત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા



અંકલેશ્વર ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિતે બાબા સાહેબ આંબેડર ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પી

અંકલેશ્વર ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિતે બાબા સાહેબ આંબેડર ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પી



=ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે સ્ટેશન ઉપર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર કર્યા

=ભાજપ ના કાર્યકરો દ્વારા બાઈક રેલી યોજાય =રામકુંડ પાસે વણકર વાસ ખાતે રેલી નું સમાપન કરાયું

અંકલેશ્વર ભાજપ દ્વારા  રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિતે  સ્ટેશન પાસે બાબા સાહેબ આંબેડર ની પ્રતિમા ને પુષ્પાંજલી  અર્પી હતી ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે પણ બાબા સાહેબ ની પ્રતિમા ને ફુલહાર અર્પણ કરી બાઈક રેલી માં જોડાયા હતા આ વિશાળ  બાઈક રેલી શહેર ના મુખ્ય માર્ગ ઉપર થઇ રામકુંડ નજીક વણકર વાસ ખાતે સમાપન થયું હતું બાદ પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના મહામંત્રી દિનેશ રોહિત ના નિવાસ સ્થાને ઈશ્વરસિંહ પટેલે બાબા સાહેબ ની તસ્વીર ઉપર પુષ્પાંજલિ અર્પી હતી

રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિતે  અંકલેશ્વર ભાજપ દ્વારા વિધાનસભા ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ સ્ટેશન પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પી હતી ,બાદ શહેર ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિતે બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઈક રેલી માં ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ જોડાયા હતા .અને બાઈક રેલી સ્ટેશન થી નીકળી શહેર ના મુખ્ય માર્ગ ઉપર થી પસાર થઇ રામકુંડ નજીક વણકર વાસ ખાતે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના મહામંત્રી દિનેશ રોહિત ના નિવાસ સ્થાને પહોંચી હતી જ્યાં ઈશ્વરસિંહ પટેલે બાબા સાહેબ ની તસ્વીર ઉપર ફુલહાર કરી રેલી નું સમાપન કર્યું હતું આ પ્રસંગે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના મહામંત્રી દિનેશ રોહિત,તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ ,સુધીર ગુપ્તા .શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહીત ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

વાલિયા ની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બંધારણ દિવસ ઉજવણી તથા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન સંકલ્પ અને હું વૉટ કરીશ સહી જુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાલિયા ની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બંધારણ દિવસ ઉજવણી તથા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન સંકલ્પ અને હું વૉટ કરીશ સહી જુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.



વાલિયા ની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ ખાતે ઈન્ચાર્જ આચાર્ય ડૉ.શર્મિલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ઈલેક્ટોરલ લિટરસી ક્લબ અને રાષ્ટ્રીય સેવા યોજના(એન.એસ.એસ.) પ્રોગ્રામ ઓફિસર પ્રા.ડૉ.દિલાવરખાન પઠાણ, પ્રા.ડૉ.દિનેશસિંહ રાજ અને પ્રા.ડૉ.શર્મિલાબેન પટેલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બંધારણ દિવસ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈન્ચાર્જ આચાર્ય ડૉ.શર્મિલાબેન પટેલ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને તથા સ્ટાફગણને શિક્ષણ મંત્રાલય(ભારત સરકાર) અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(સુરત) દ્વારા સૂચિત બંધારણ પ્રસ્તાવના ઓનલાઇન વાંચન અને બંધારણ દિવસ ઓનલાઇન ક્વિઝમાં ભાગ લેવા સૂચવવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફગણે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તદુપરાંત મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈન્ચાર્જ આચાર્ય ડૉ.શર્મિલાબેન પટેલ દ્વારા ભારતીય બંધારણના પરિચય, મહત્વ વિશે, વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ લોકશાહી વ્યવસ્થામાં મતદાનના મહત્વ વિશે સંક્ષિપ્ત વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. હું વૉટ કરીશ સહી જુંબેશ કાર્યક્રમમાં ઈન્ચાર્જ આચાર્ય ડૉ.શર્મિલાબેન પટેલ, શૈક્ષણિક સ્ટાફગણ, વહીવટી સ્ટાફગણ, ઈલેક્ટોરલ લિટરસી ક્લબ  તથા  વિદ્યાર્થીઓ દ્વારા હું વૉટ કરીશ અને હું અવશ્ય મતદાન કરીશ બેનર પર સહી કરી કરવામાં આવી હતી.




અંકલેશ્વર માં ચૂંટણી ફરજમાં રોકાયેલ પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન.કર્યું

અંકલેશ્વર માં  ચૂંટણી ફરજમાં રોકાયેલ પોલીસ  કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન.કર્યું


શારદા ભવન ટાઉન હોલ ખાતે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા ઉભી કરાય

પોલીસ અધિકારીઓ ,પોલીસ કર્મચારીઓ ,હોમગાર્ડ જીઆરડી ના કર્મચારીઓ એ મતાધિકાર નો ઉપયોગ કર્યો

એસવીએમ સ્કૂલ ખાતે પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસરે મતદાન કર્યું


અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે ચૂંટણી ફરજ માં જોડાયેલ પોલીસ અધિકારીઓ , પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ અને જીઆરડી ના જવાનો એ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું ,તો  તરફ એસવીએમ સ્કૂલ ખાતે ચૂંટણી ફરજ માં રોકાયેલ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસર ની તાલીમ સાથે બેલેટ પેપર દ્વારા મતદાન કરી મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો  

આગામી તા. 1 ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને પહેલા તબક્કા નું  મતદાન યોજાનાર છે,ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ચૂંટણી ફરજમાં રોકાયેલ પોલીસ અધિકારી પોલીસ  કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે  ભરૂચ  જિલ્લા ચૂંટણી વિભાગ  દ્વારા  આજરોજ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા ઉભી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર શહેર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે પોલીસ કર્મચારીઓ માટે બુથ ઉભું કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ ,જીઆરડી અને હોમગાર્ડ ના જવાનો એ બેલેટ પેપર થી મતદાન કરી મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો તો બીજી તરફ અંકલેશ્વર ચૂંટણી તંત્ર દ્વારા દિવા રોડ ઉપર આવેલ એસવીએમ સ્કૂલ ખાતે પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસર ની તાલીમ આપવામાં આવી હતી સાથે આ સ્કૂલ ખાતે ઉભા  કરવામાં આવેલ બુથ ઉપર પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસરો એબેલેટ પેપર થી મતદાન કરી પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો ,આ મતદાન પ્રક્રિયા દરમ્યાન અંકલેશ્વર ના ચૂંટણી અધિકારી નૈતિકાબેન પટેલ ,મામલતદાર કરણસિંહ રાજપૂત ,હાંસોટ ના મામલતદાર હાર્દિક બેલડીયા સહીત ના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા

મારો મત ભાજપ ને જ કેમ ? ડો નિલેશ દેસાઈ એમ ડી,અંકલેશ્વર

મારો મત ભાજપ ને જ કેમ ? ડો નિલેશ દેસાઈ એમ ડી,અંકલેશ્વર

આપણા સમાજ માં રાજકારણ ની ચર્ચાઓ દરેક ઘર, ચા કે પાનની લારી, સામજિક પ્રસંગ માં હમેશા થતી હોય છે. પરંતુ સોશ્યલ મીડિયાના પ્રવેશ પછી આ એક નવા સ્વરૂપે હવે સમાજ નો એક ભાગ બની ગઈ છે. જાણતા અજાણતા આજ સુધી જે વ્યક્તિઓ કોઈ સ્પષ્ટ  મંતવ્ય આપતા નહિ હતા તે પણ દેખીતી રીતે  કે પરોક્ષ રીતે પોતાનો મત દર્શાવતા થયા છે. આ એક લોકશાહી  માટે  ખરેખર  સારી બાબત છે. આપણે એમાં કંઈ સમજતા નથી , હું એમાં કંઈ બોલવા માગતો નથી , આપણે એમાં શું લેવા દેવા ... આવા વાક્યો આપણે બહુ સાંભળ્યા છે . પરંતુ હું ચોક્કસ પણે માનું છે કે એક પરિપકવ લોકશાહી માં દરેક વ્યક્તિનો મત સ્પષ્ટ હોવો જરૂરી છે અને એ માટે એ અંગે કોઈ પણ રાજકીય, સામાજિક કે વ્યવસિયક પૂર્વગ્રહ નહિ રહેવો જોઈએ. ચાર મિત્રો સાથે ચા પીતા હોય અને દરેક અલગ મત ધરાવે એ જ લોકશાહી ની સુંદરતા છે. હું ઘણા વર્ષો થી સોશ્યલ મીડિયા માં કે ચર્ચા માં મારો રાજકીય મત સતત વ્યક્ત કરતો રહ્યો છું. ભારતીય જનતા પાર્ટી ના સક્રિય કાર્યકર તરીકે ઘણા વર્ષો થી મારી રીતે યોગદાન કરતો રહ્યો છું. આજે હું જ્યારે ગુજરાત ની વિધાનસભા ની ચુંટણી માં માત્ર એક અઠવાડિયા થી ઓછો સમય રહ્યો છે , મારો મત ભાજપ ને કેમ ? એના થોડા કારણો રજૂ કરીશ . ચોક્કસ સ્થાનિક સમસ્યા ઓ માટે દરેક નાગરિક મે કોઈ ને કોઈ ફરિયાદ હશે જ અને રહેવી જોઈએ જેથી પ્રજા ના પ્રતિનિધિઓ આ અંગે વધુ ને વધુ સક્રિય બને અને જીવન વધુ સુખાકારી બને એવા પ્રયત્નો કરે.

 મારો મત  દેશ ની એક સામાયિક , આર્થિક, રાજકીય , સામજિક અને સાંસ્કૃતિક પ્રગતિ માટે શ્રી નરેન્દ્ર મોદીજી એટલકે  ભારતીય જનતા પાર્ટીને કેમ તે અંગે થોડા કારણો ની ચર્ચા આજે કરીશું. 

દેશ માં  રાષ્ટ્રવાદ ની કલ્પના ભાજપ ની સ્થાપનાથી જ એક મહત્વ  નો ભાગ છે.  રાષ્ટ્રવાદ એટલે કે આપણા મહાન દેશ ની એકતા, સુરક્ષા માટે દરેક નાગરિક ને સભાન કરી ભૌગોલિક તેમ જ સાંસ્કૃતિક વારસા ને મજબૂત કરવો. પુલવામા હુમલા પછી મે લખેલા બ્લોગ માં મે કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કરવા અંગે લખેલું અને એમાં લખેલો એકે એક શબ્દ એક વર્ષ પછી સાચો પડ્યો ત્યારે મે ભાજપ ને વર્ષો સુધી આપેલા ટેકા નું અનેક ગણા   વ્યાજ સહિત મળ્યું હોય એવો અહોભાવ થયેલો.


https://m.facebook.com/story.php?story_fbid=pfbid021wmVh8qMUTio5mwvZmyeeSrxmokzwZCgq5yaYggFtq3fyWzAqgwdXofSSH2FC6Tvl&id=1841358351&mibextid=Nif5oz


 આ અંગે ઘણી વાર ચર્ચાઓમાં એનાથી આપનો ફાયદો શું ? એવા પ્રશ્નથી વેદના થાય  અને કહેવાનું થાય કે કાશ્મીર કોઈ એક ભૌગોલિક ભાગ નથી પણ આ દેશ ની સંસ્કૃતિ નો આત્મા છે. સેંકડો કાશ્મીરીઓ ને રહેંસી નાખનાર આતંકવાદી યાસીન મલિક અને બીજા ત્રાસવાદીઓ ને જ્યારે મે પ્રવર્તમાન પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંઘ સાથે pmo માં ખિલખિલાટ હસતા જોયા ત્યારે મારા અને બીજા અનેકની લોહી ઉકળી ઉઠ્યું હતું. અહી હું ચોક્કસ કહીશ કે કોઈ પણ રીતે હું શ્રી મનમોહનસિંહ જી ની દેશભક્તિ અને તેમની નિષ્ઠા અંગે શંકા કરતો નથી પણ જ્યારે સરકાર ના વડાનું મહત્વ ઘટી જાય અને એક ત્તૃષ્ટિકરણ ની ભાવના સલાહકારો દ્વારા સરકારી તંત્રમાં  છેક ઉપર થી નીચે સુધી પહોંચી જાય ત્યારે આવા તત્વો ને છૂટો દોર મળે. અંહી દર્શાવેલ બે ઈમેજ નો ફરક જ મારો મત કેમ ભાજપ ને તે દર્શાવવા પૂરતો છે. 

ફેબ્રુઆરી ૨૦૦૬

ઓગસ્ટ ૨૦૧૯

જ્યારે દેશ નો પ્રધાનમંત્રી એક સેન્ય અધિકારી ને જાહેર માં રહેસી નાખનાર ત્રાસવાદીને પ્રધાનમંત્રી નિવાસ એટલે સરકારી નિવાસ માં જમવા બોલાવે અને દેશ ના ટીવી, અખબ્રારો માં આ ખબર એક એમની સફાળતા તરીકે દર્શાવવામાં આવે ત્યારે ત્રાસવાદીઓ સામે જન ના જોખમે સતત લડતા સેન્ય અને પોલીસ ના મનોબળ પર શું અસર થતી હશે ? આજે જયારે આ ત્રાસવાદી પર દેશ ના બંધારણ અનુસાર અદાલતમાં ત્રીસ વર્ષ પછી કેસ ચાલુ થાય ત્યારે મે વર્ષો વર્ષ ભાજપ ને આપેલો મત સાર્થક છે એમ અનુભવ થાય. આ ઘટના ને હું એક સાંકેતિક રીતે જોઉં છું . જો દેશ નો પ્રધાનમંત્રી દેશ ને વિઘટન માટે કામ કરતા લોકોને આગતાસ્વાગતા કરે તો આવા તત્વો સામે  લ્લડતા સામાન્ય પોલીસ, પેરમિલિતરી કે સેન્યના જવાનો પર શું અસર થાય? અને આજે જ્યારે દેશ નો પ્રધાનમંત્રી દરેક દિવાળી સેન્ય સાથે ઉજવે ત્યારે મારા સેના ના જવાન નું એક શેર લોહી વધુ જાય છે.

આવી જ એક રાષ્ટ્રવાદ ની ઝલક આપણને  જ્યારે શ્રીસુભાસશ્ચંદ્ર બોઝ ની પ્રતિમા કર્તવ્યાપથ પર મૂકવામાં આવી ત્યારે જોવા મળી. દેશ ની સદીઓ જૂની ગુલામી ની માનસિકતા ને દુર કરવા સાંકેતિક પ્રયાસ થયો પણ એનો પણ વિરોધ!!!! આ અંગે મે ઝીણવટ પૂર્વક લખેલા બ્લોગ ની લિન્ક અંહી મૂકી છું .

https://m.facebook.com/story.php?story_fbid=pfbid03427i5Feq73pZmdu6CsKVgiNyPmUX8ZeHP94z1Bju1JRhM4vKMFFgQm2bt2WnfpdJl&id=1841358351&mibextid=Nif5oz


દેશ ની જેમ ગુજરાત રાજ્ય માં પણ સ્થિતિ એક અલગ સ્વરૂપે જોવા મળતી . જેમકે જિલ્લાઓ ગેંગસ્ટર ના નામે ઓળખાતા અને સતત હુલ્લડો , તોફાનો અને ખંડણી ની જાણે ફેશન હતી. આજે જ્યારે સંપૂર્ણ ગુજરાત માફિયા મુક્ત બન્યું છે એ ભારતીય જનતા પાર્ટી ની ૨૭ વર્ષ માં રહેલી દરેક સરકાર ની ઉપલબ્ધિ છે. 

તબીબ હોવાના નાતે કોવિડ એપીડેમિક દરમિયાન અનેક અનુભવો થયા. લોકડાઉન દરમિયાન અત્યંત ડરેલા નાગરિકો , પહેલા અને બીજા તબક્કા દરમિયાન આંખ્યો દર્દીઓની વ્યથા  પણ સામે સતત લડત આપતા તબીબો, નર્સો , સફાઈ કર્મચારીઓ, વેજ્ઞાનિકો અને નાગરિકોના એક અંદર ના સબળ તત્વના અનેક અનુભવો થયા. પ્રધાનમંત્રી જી એ કપરા સમય માં  એક અનિશ્ચિત પરિણામ ની શકયતા વચ્ચે લીડરશિપ લઈ દરેક વખતે પોતે જ દેશની જનતા ને વિશ્વાસ માં લઈ સતત જવાબદારી લીધી. જ્યારે દેશના વેજ્ઞાનિકો કોવિડ સામે લડત ના સૌથી મહત્વ ના હથિયાર એવા રસી ની સંરચના, ટેસ્ટ અને મંજૂરી માટે દિવસ રાત મહેનત કરી રહ્યા હતા ત્યારે તેમણે વેજ્ઞાનિકો તેમજ આ કંપનીઓને દરેક પ્રકાર ની મદદ પહોંચાડી દેશ ના નાગરિકો માટે મફત રસી ની વ્યવસ્થા કરી. કોવિડ રસીકરણ ના આંકડા માત્ર કોઈ પણ ભારતીય ને ગર્વ થી માથું ઊંચું કરાવે એવા છે . 

આપણા  દેશ માં ૨ અબજ થી પણ વધારે ડોઝ અત્યાર સુધી મુકાયા છે . આપણા કરતાં ચીન માં વધુ ડોઝ મુકાયા છે પણ આજે પણ ચીન કોવિડ માંથી બહાર આવી શક્યું નથી જે આપણી રસી ની અસરકારકતા નું પ્રમાણ છે . અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટેલિયા, કેનેડા , ફ્રાન્સ અને જર્મની ના ટોટલ ડોઝ કરતા વધુ ડોઝ અને પણ એટલા ઓછા સમયમાં એકદમ વેજ્ઞાનિક પદ્ધતિ થી સુગમ રીતે મૂકી શક્યા. cowin પ્લેટફોર્મ, સર્ટિફિકેટ ની સુગમતા, કોલ્ડ ચેન ની વ્યવસ્થા , મોબાઈલ પર મેસેજ થી જાણકારી આ બધું એટલા સ્કેલ પર અવિશ્વસનીય છે. છતાં કેટલાય રાજકીય પક્ષ ને એમાં પણ વાંધા પડ્યા. સરકારને પ્રશ્ન પૂછવાનો અધિકાર ચોક્કસ લોકશાહી માં છે પણ એમ કરતા કરતા તેઓ દેશ ના વેજ્ઞાનિકો કે જેઓ પોતાના જીવ ન જોખમ માં નાખી આપણે માટે રસી ની શોધ કરી એમની કાર્યક્ષમતા પર પણ શંકા કરવા લાગ્યા. કેટલાક નેતાઓ તો રસીકરણ નો વિરોધ કર્યો જે મારી સમજ બહાર હતો અને એમની દેશ દેશ પ્રત્યે ની નિષ્ઠા પર સવાલ પેદા કરે એવો લાગ્યું

જ્યારે બીજા દેશના વડાઓ પોતે પહેલા રસીનો લાભ લેતા હતા આપણા મોદીજી પોતે એમના વ્યવસ્થા માં રાખેલ ક્રમ પ્રમાણે જ સેન્ટર પર જઈ ને રસી લઈ એક શિસ્ત નો સંદેશો આપ્યો. 

બીજા એક આંકડા પર હું બધાનું ધ્યાન દોરવા માંગુ છું. ચોક્કસ લોકડાઉન્ થી અનેક લોકો ને તકલીફ પડી અને શરૂઆત ની ગૂંચવણ થી અનેક મુશ્કેલીઓ પડી. પરંતુ સરકારે દરેક ક્ષણે સતત લોકો ની સમસ્યાનો બને એટલી ઝડપથી ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો. લગભગ ૮૦ કરોડ નાગરિકો મે છેલ્લા ૨ વર્ષ થી દર મહિને અનાજ મફત મળે છે . આ આંકડાને થોડો પરીપેક્ષ માં સમજવા જેવો છે કે ૮૦ કરોડ એટલેકે અમેરિકા, ઇંગ્લેંડ, ઓસ્ટ્રેલિયા, જર્મની અને ફ્રાન્સ ના બધા નાગરિકો કરતા પણ વધારે નાગરિકો મે ઓને આપણે મફત અનાજ આપીએ છીએ. અને છતાં થોડી મફત ની  જાહેરાતો કરી કેટલાક પક્ષો પોતાને ગરીબો ના મસીહા બતાવવાની કોશિશ કરે છે . કોવિડના રસીકરણ ના આંકડા તેમ જ તેની વ્યવસ્થા , ૮૦ કરોડ ગરીબ નાગરિકોને મફત અનાજ ભાજપ સરકાર ની અંત્યોદય ની ભાવના, છેવાડા ના માનવી ની ચિંતા , સરકાર ની કાર્યક્ષમતા, અટલ નિર્ણયશક્તિ નો પરિચય આપે છે. કોવિડ પછી વિશ્વ ના અનેક નેતાઓની લોકપ્રિયતા માં મોટો ઘટાડો થયો અને કેટલાય નેતાઓ ચૂંટણી હારી ગયા પણ મોદીજી ની લોકપ્રિયતા માં ઉતરોતર વધારો જ થયો છે જે એમની કાર્યદક્ષતા, નિર્ણયશક્તિ, સેવા અને ભારતીયો ઓના એમના પર ના અનેરા વિશ્વાસ નું પ્રતીક છે . શું પૂરતું નથી આ એક માત્ર કારણ....

૨૦૧૩ માં તત્કાલીન સરંક્ષણ પ્રધાન એ કે એન્ટની એ નિવેદન આપેલું કે આપણી વાયુ સેનાને અત્યાધુનિક લડાકુ વિમાન ની તાકીદે જારુરિયત છે પણ સરકાર પાસે પૈસા નથી.... આનાથી વધુ ચિંતાજનક અને દુશ્મન ને આનંદ આપે એવી બીજી શું વાત હોય શકે . ૨૦૧૪ પછી રફેલ વિમાન નો સોદો થયો જે અંગે પણ રાજકીય અને કયદિકાય લાંબી લડાઇ સરકારે લડવી પડી અને અંતે સત્ય નો વિજય થયો અને આજે એ રફેલ વિમાન દેશ ની સુરક્ષો નો મહત્વ નો અંગ છે.  આ સમયે મને સતત એક વિચાર કોરી ખાતો કે જે દેશ મંગળ અને ચંદ્ર પર સ્પેસ રોકેટ મોકલી શકે એ દેશ રાયફલ, પિસ્તોલ, ટેન્ક , હેલિકોપ્ટર , સબમરીન , યુધ્ધ પોત કે લડાકુ વિમાન બનાવી નહિ શકે ? શાને માટે આપણે લશ્કર ની દરેક જરૂરિયાત માટે વિદેશ જવું પડે. ખૂબ દુઃખ અને હતાશા થાય એવી પરિસ્થિતિ દિલ્હી ના " લૂટન્સ" માં બેઠેલા દલાલોએ કે જેમણે દેશની કંપનીઓ, વેજ્ઞાનિકો કે વ્યવસાયિકોને આ તક ન આપી. અરે દુઃખ ત્યારે થાય કે આપણા જ મેરઠ માં બનેલા બુટ વિદેશ માંથી અનેક ગણી કિંમતે આપણી સેના ને ખરીદી કરવા મજબૂર કરવામાં આવતા હતા. ૨૦૧૪ પછી દેશ ને સુરક્ષા ના ક્ષેત્રે આત્મા નિર્ભર  બનાવવાની નેમ સાથે સરકારે અનેક પગલાંઓ લીધા, દેશની કંપનીઓને પ્રોત્સાહન આપ્યું , વિદેશ માંથી મોટાભાગની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો જેના પરિણામે માત્ર ૭ વર્ષ માં આપણે મોટાભાગની જરૂરિયાત માટે આત્મનિર્ભર બન્યા છે અને જે હજુ પણ અત્યાધુનિક હથિયાર વિદેશ થી ખરીદી કરીશું એ પણ  ટેકનિકલ ટ્રાન્સફર અને દેશ માં ઉત્પાદન ની શરત રાખી ને જ થશે . આપણા જ દેશ ની DRDO, HAL, BEL, BDL , L&T , TATA DEFENSE , MAHINDRA DEFENSE , BHARAT FORGE , KOCHIN SHIPYARD જેવી અનેક કંપનીઓ એ ચમત્કારિક પરિણામો ટૂંકા ગાળા માં  આપ્યા છે 

 લડાકુ વિમાન તેજસ, એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર, બ્રહ્મોસ મિસાઈલ, પિનાક રોકેટ, અરિહંત કલસ સબમરીન અને ભારત ના ગૌરવ એવા વિમાનવાહક જહાજ ins વિક્રાંત આ ગાથા ના ભાગ છે. હું વિચારમાત્ર થી ગર્વ અનુભવું છું કે દેશ ૨૦૩૦માં રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર તો ખરું જ પણ એક મોટો નીર્યતક પણ બનશે. શું ૨૦૧૪ પહેલા આ કોઈ સ્વપ્નમાં પણ શક્ય લાગતું ન હતું . તો કેમ આ શક્ય બન્યું ? માત્ર અને માત્ર દેશ માટે ની નિષ્ઠા ને લીધે.... ભારતીય સૈન્ય બળ વર્ષો થી રીફર્મ માટે વિનંતી કરું રહ્યું છે . સેના ની ત્રણેય પાંખ અનેક વર્ષો ની વિચારણા બાદ " અગ્નીવિર " સ્કીમ લાવી હતી . આ યોજના સેના માટે અત્યંત લાભદાયક હોવા સાથે પહેલા કરતા અનેક યુવાનો ને નવી તક આપનારી છે . એમાં છતાં આ યોજના નો અત્યંત હિંસક રાજકીય વિરોધ કરવા માં આવ્યો. આજે જ્યારે આ યોજના અમલ માં મુકાઈ છે ત્યારે વિક્રમી સંખ્યમાં યુવાનો એમાં જોડાવા  તત્પર બન્યા છે . આ અંગે મે લખેલા બ્લોગ ની લિન્ક અંહી મૂકી છે .

https://m.facebook.com/story.php?story_fbid=pfbid034LaBmWCk15L7APsaM8XQVrpRMpoPbiAr4V7jGnjewioiRRepMG1d2jqy8uw5j5w9l&id=1841358351&mibextid=Nif5oz


૨૦૧૪ પછી એક બીજું લોકો માટે આશીર્વાદ રૂપ પગલું જો હોય તો તે આયુષ્માન કાર્ડ યોજના છે . ભરૂચ જિલ્લા માં ૨૦૦૦ થી ૨૦૦૪ દરમિયાન મે અનેક દર્દીઓને હૃદય ના ઇકો ની તપાસ માં valv ના રોગીઓને સતત પીડાતા જોયા હતા , એ જ રીતે ડાયાલિસિસ, કેમોથેરાપી અને કેન્સર ના અનેક ગરીબ પેશનરો મે તડપતા જોયા છે. પણ આ યોજના પછી કેટલાય દર્દીઓ ને એનાથી કેટલીય કોમ્પલેક્ષ ઓપરેશન, ઠેરાપી નો લાભ લઇ સજા થત્તા હોય એક સંતોષની લાગણી અનુભવાય છે. આજે હૃદય રોગ, કેન્સર કે અન્ય ગંભીર બીમારી નું નિદાન થાય એટલે ગરીબ દર્દીઓને  આપણે નેઆયુષ્માન કાર્ડ હેઠળ ઉત્તમ 

સારવાર  આપી શકીએ છીએ. એ જ રીતે મે મારો એમ ડી નો અભ્યાસ કર્યો ત્યારે ગુજરાત માં ૭૦૦ બેઠકો હતી જે જગ્યા એ આજે ૭૦૦૦ થી પણ વધારે સીટો અને આવનાર સમય માં દરેક જિલ્લા માં મેડિકલ કોલેજ કાર્યાન્વિત હશે . એનાથી વધુ ને વધુ  તબીબો તો મળશે જ પણ સાથે રાજ્ય માં દરેક ખૂણા માં આધુનિક તબીબી સુવિધાનું ઈન્ફરાસ્ટ્રક્ચર તૈયાર મળશે. 

આવી જ બીજી મહત્વ ની યોજનાઓ જેમકે પ્રધાન મંત્રી આવાસ યોજના, કિસાન સમ્માન નિધિ , ઉજ્જવલા યોજના અને જે સૌથી મહત્વ ની સાબિત થઈ શકે એ નલ સે જલ યોજના ના આંકડા નવાઈ પમાડે એવા છે. મહત્વ નું એ કે આ કોઈ પણ યોજના માં લાભ લેનાર ને સીધો લાભ મળે છે કોઈ પણ વચેટિયા વગર. 

આજે અર્થતંત્ર ની વાત કરીએ તો આપણો દેશ દુનિયાની પાંચમી સૌથી મોટી ઇકોનમી બની ચૂકયો છે. કોવિડ ના સમયગાળા દરમિયાન થયેલ નુકસાન, દુનિયાભર માં મંદી ના વાદળો, રશિયા યુક્રેન યુદ્ધ ને લીધે ક્રૂડ ના ઊંચા ભાવ છતાં દુનિયા ની સૌથી તેજી થી વધતી ઇકોનમી  બનશે. બે લાખ કરોડ ની ખાદ્ય સબસિડી, બે લાખ કરોડ ની ખાતર ની સબસિડી અને અનેક ઈન્ફ્રાસ્ટ્રકચર ના કામો છતાં રાજકીય ખાદ કાબૂ માં રહેશે. ટેક્સ ની આવક નો સતત ધરખમ વધારો સરકારે અમલ માં મુકેલી ટેક્સ વ્યવસ્થા ને આભારી છે. હું કાયમ મોદીજી ની " policy driven state" ની થીયરી ને વાત ને વખાણું છું. પોલીસી એવી બને કે જેથી કોઈ પણ અધિકારીક પડ પર બેઠેલો માણસ ની વ્યુકિતગત નિર્ણય ની શકયતા બને એટલી ઘટે જેથી ભ્રષ્ટાચાર ઓછો થાય . જીએસટી અને ઈનકમ ટેક્સ ની વધતી આવક એનું જ ઉદાહરણ છે. નોટબંધી પછી ડિજિટલ ઇન્ડિયા ના આગમન થી આ બાબતે ક્રાંતિ થઈ છે. ખૂબ ટૂંકા  ગાળા માં આપનો દેશ ડિજિટલ  પેમેન્ટ માં દુનિયા માં પ્રથમ દેશ બન્યો છે. આજે દેશ ની લગભગ બધી સબસિડી, સરકારી પેમેન્ટ ડિજિટલ  થવાથી લીકેજ ઘટયા છે અને ટેકસ ની આવક વધી છે.  આજે  દેશ માં એક દિવસ માં લગભગ ૪૮ કરોડ લેવડદેવડ થાય છે જે પછી બીજા નંબરે ચીન માં  લગભગ ૧૮ કરોડ છે . આ આંકડો માત્ર એક આવનારા સમય ની ડિજિટલ ક્રાંતિ અને એને લીધે અર્થતંત્ર ના સુધારા નો સૂચક છે.

આપણા દેશ જેમ જેમ વિકાસ પામશે તેમ તેની એનર્જી એટલકે વિધુત, ઓઇલ, કોલસો અને ગેસ ની જરૂરિયાત મોટા પ્રમાણ માં વધશે . ક્રૂડ અને ગેસ નું ઉત્પાદન આપણા ભૌગોલિક પરિસ્થિતિ માં વધુ થવાની કોઈ મોટો શક્યતા નથી ત્યારે વર્ષો થી એનર્જી સુરક્ષા માટે દેશ સામે પ્રશ્ન ઊભો રહે છે. ૩૬૫ માંથી લગભગ ૩૬૦ દિવસ સૂર્યદેવ ની કૃપા આપણા પર હોવા છતાં  આગળ ની સરકારો માં કોઈ વિશેષ કામ થયું નહોતું. ૨૦૧૪ પછી ગ્રીન એનર્જી પર સરકારે ઝડપ થી વિવિધ યોજનાઓ કાર્યાન્વિત કરી અને આજે ઘણા રાજ્યોમાં રહેણાક અને ઔદ્યોગિક બન્ને ક્ષેત્રોમાં સોલાર એનર્જી મોટો ભાગ બની રહી છે. ઇન્ટરનેશનલ સોલાર અલયાન્સ ની સંરચના કરી ટેકનોલોજી અને ઉત્પાદન આપણા દેશ મજ કરવા માટે ક્રાંતિકારી પગલાંઓ લેવામાં આવ્યા છે . એના આંકડા ઓ આજે અશક્ય લાગે એવા છે .૨૦૧૪ થી ૨૦૨૨ સુધી માં સોલર એનર્જી નું ઉત્પાદન ૧૮ ગણું વધ્યું છે .  આપણે સોલાર એનર્જી ના ઉત્પાદન નો એક અશકય લાગતો ગોલ  ૫૦૦ ગીગાવોટ ૨૦૩૦ માં મૂક્યો છે અને આનંદ ની વાત એ છે કે આપણે આ ધ્યેય ને હાસલ કરવાના રસ્તા પર સમય કરતા આગળ છીએ. હવે આપણે દરેક નાગરિક ની ફરજ છે કે સરકાર ની યોજનાઓનો લાભ લઈ અંગત લાભ તો મેળવીએ પરંતુ એ સાથે દેશ ની એનર્જી સુરક્ષા માં યોગદાન કરીએ . માત્ર કલાઈમેટ ચેન્જ ના નામે મોટા આંદોલનો કરી ફોટા પડાવવાનારા ક્રાંતિકારીઓ માટે આ આંકડાઓ પ્રેરણારૂપ બનશે .

હવે ગુજરાત રાજ્ય ની વાત કરીએ તો ૨૭ વર્ષ માં ગુજરાત ની સિકલ બદલાતા આપણે જોઈ છે. સતત પાણી ની અછત  અને દુષ્કાળ પ્રબંધન માટે જ જાણે સરકાર ચાલતી હોય એવો અહેસાસ થતો . સરદાર સરોવર ડેમ ની ઊંચાઈ વધારવા તેમજ અન્ય મંજૂરીઓ માટે કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટ , આંદોલનકારીઓ વચ્ચે હંમેશા ખેંચતાણ ચાલી . વીસ વર્ષ નો સમયગાળો એમાં વેડફાય ગયો. જેનાથી એક બાજુ સતત કિંમતો વધતી ગઈ અને ગુજરાત સરકાર એટલકે ગુજરાત ની પ્રજા પર વ્યાજ અને કિંમત એમ બંને ભારણ વધતા ગયા. હાલ માં જ જાણીતા ઇકોનોમિસ્ટ ડો સ્વામીનાથન ઇયર નો એક રિપોર્ટ આવ્યો કે જેમાં એમણે પોતે સરદાર સરોવર ડેમ , એનાથી થતાં લાભ, એનાથી ઊભા થયેલા વિસ્થાપિતો પર નો સંશોધન લેખ રજૂ કર્યો .  એમણે તારણ માં સ્પષ્ટ  રીતે જણાવ્યું કે  મારો અને મેઘા પાટકર અને અન્ય આંદોલનકારીઓ નો વિરોધ ખોટો અને અયોગ્ય હતો અને લાભાર્થી અને વિસ્થાપિતો ના જીવન સ્તર માં આ યોજના થી અનેક ગણો સુધારો થયો છે . શું આ અંગે આંદોલનકારી  મેઘ પાટકર  અને તેમને ઉમેદવાર બનાવનાર તેમજ હવે ખભે હાથ મૂકી યાત્રા કરનાર માફી માંગશે? મને તો લાગે છે આ પાર્ટી અને એમના થીંક ટેન્ક કદાચ કોઈ પણ યોજના અને તેના સંશોધન નો અભ્યાસ કરતા જ નથી. શું માત્ર ને માત્ર રાજકીય વિરોધ કરનારા પક્ષ ને ગુજરાત નું સુકાન આપી શકાય? 




આવનારા વર્ષો અને પેઢીઓ માટે આ યોજના સમૃધ્ધિ ના દ્વાર ખોલી જીવન સ્તર ને ઊંચે લઈ જશે . ગુજરાત માં ઇન્ડસ્ટ્રીયલ વિકાસ ખૂબ વિપુલ પ્રમાણ માં જોવા મળ્યો છે પરંતુ હવે તેમાં કૃષિ અને પશુપાલન  વિકાસ પણ મોટો ફાળો આપશે જેથી  વિકાસ દર સતત ઉપર રહેશે અને સાર્વત્રિક રહેશે. છેલ્લા વીસ વર્ષ માં ગુજરાત ની અર્થવ્યવસ્થા ૧૪ ગણી વધી છે અને  નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આને વધુ ને વધુ ગતિ  આપશે. તાજેતર માં જ પ્રસિદ્ધ થયેલા " production linked incentive " સ્કીમ માં અનેક તકો ગુજરાત ના યુવા સાહસિકો માટે ખોલી છે . તાજેતર માં જ  foxconn જેવા મોટા પ્રોજેક્ટો ગુજરાત માં આવ્યા છે કારણકે અહીં ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ છે અને હફતા  વસૂલી, લેબર યુનિયન ની ખોટી દાદાગીરી , વીજળી અને પાણી ની અનિયમિતતા જેવી સમસ્યાઓ નથી. હા ચોક્કસ કોઈ ને કોઈ સમસ્યાઓ લોકલ લેવલે રહેતી જ હશે પણ હું ચોક્કસ માનું છું કે આવનારા સમય માં વધુ ને વધુ વહીવટ માં પારદર્શિતા આવશે  અને વધુ ને વધુ સુગમતા લાવવામાં આવશે. 

ગુજરાત માં નવા પ્રોજેક્ટો જેવાકે ગિફ્ટ સિટી, હાઈ સ્પીડ રેલવે, ફ્રાઇટ કોરિડોર, નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટ, ડાયમંડ બુર્સ  રોજગારી અને વિકાસ ની અનેક તકો ઉભી થશે . શું જ્યારે ગુજરાત માટે આવી વિપુલ તકો મળવાની છે ત્યારે સત્તા વિઝન નહિ હોય એવા લોકો ને આપી શકાય? 

હા ચોક્કસ ઘણું કામ બાકી છે ..ઘણી ખામી ઓ રહી હશે પણ મક્કમ પણે માનું છું કે સત્તા તો સોંપાય જેની પાસે નિષ્ઠા, દૂરંદેશી, છેવાડા ના માણસ ની ચિંતા , એક વિકસિત દેશ નું સ્વપ્ન  અને સાથે દેશના સાંસ્કૃતિક વારસા નું જતન કરવાની નેમ હોય. શું ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્ર મોદી સિવાય એવું કોઈ વ્યક્તિત્વ દૂર સુધી પણ નજરે પડતું નથી. મારો વોટ તો ભાજપ ને જ પણ રેકોર્ડ બ્રેક મતદાન કરી એક સંદેશો આપીએ કે ગુજરાત આપણે સૌ એ બનાવ્યું છે તો એને સાચવીએ હવે.....



અંકલેશ્વર વિધાનસભા માં ચૂંટણી ફરજમાં રોકાયેલ મહિલા કર્મચારીઓ એ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન.કર્યું

અંકલેશ્વર વિધાનસભા માં   ચૂંટણી ફરજમાં રોકાયેલ  મહિલા કર્મચારીઓ એ  પોસ્ટલ બેલેટ પેપરથી  મતદાન.કર્યું


=ચૂંટણી ફરજ માં રોકાયેલ 501  મહિલા અધિકારી ઓ ને તાલીમ આપવામાં આવી 


=મામલતદાર સહીત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા



ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ચૂંટણી ફરજમાં રોકાયેલ મહિલા કર્મચારીઓ  મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભરૂચ  જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા ઉભી કરવામાં આવી હતી.ત્યારે 154 અંકલેશ્વર વિધાનસભા મત વિભાગ માં ચૂંટણી ફરજ માં રોકાયેલ  મહિલા મતદાન અધિકારીઓ ને  તાલીમ ની સાથે પોસ્ટલ બેલેટ પેપર થી મતદાન કર્યું હતું  

આગામી તા. 1 ડિસેમ્બર ના રોજ  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને પહેલા તબક્કા નું મતદાન યોજાનાર છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી ફરજ માં રોકાયેલ કર્મચારીઓ માટે પોસ્ટલ  બેલેટ  પેપર વડે મતદાન ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ,ત્યારે અંકલેશ્વર વિધાનસભા વિભાગ માં ચૂંટણી માં ફરજ બજાવતી 501 મહિલા મતદાન અધિકારી ને અંકલેશ્વર તાલુકા ચૂંટણી વિભાગ  દ્વારા દિવા રોડ ઉપર આવેલ એસવીએમ હાઈસ્કૂલ ખાતે ચૂંટણી લક્ષી તાલીમ આપવામાં આવી હતી બાદ આ સ્કૂલ ખાતે ઉભા કરવામાં આવેલ પોસ્ટલ બેલેટ મતદાન બુથ ખાતે મહિલા મતદાન અધિકારી ઓ બેલેટ પેપર દ્વારા  મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.આ પ્રસંગે અંકલેશ્વર ના મામલતદાર કરણસિંહ રાજપૂત સહીત ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper