અંકલેશ્વરશહેર માં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા યોજાય બાઇક રેલી
=ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ની વિશાળ બાઈક રેલી યોજાય
=શહેર ના વિવિધ વિસ્તારો માં બાઈક રેલી ફરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અંકલેશ્વર બેઠકના ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ દ્વારા અંકલેશ્વર શહેર માં આજરોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશાળ બાઈક રેલી શહેર ના મુખ્ય માર્ગ ઉપર થઇ વિવિધ વિસ્તારો માં ફરી હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીનો સમય બાકી રહયો છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે અંકલેશ્વર બેઠકના ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ના એશિયાડ નગર થી નીકળેલ વિશાળ બાઈક રેલી શહેર ના મુખ્ય માર્ગ ઉપર થઇ શહેર ના વિવિધ વિસ્તારો માં ફરી હતી ઈશ્વરસિંહ પટેલ નું ઠેરે ઠેર લોકો એ ભવ્ય સ્વાગત કર્યું હતું અને ઈશ્વરસિંહ પટેલે જીત નો આશાવાદ વ્યક્ત કર્યો હતો








