અંકલેશ્વર માં જલારામ બાપા ની 223 મી જન્મજયંતિ ની શ્રધ્ધાભેર ઉજવણી

અંકલેશ્વર માં જલારામ બાપા ની  223 મી જન્મજયંતિ ની શ્રધ્ધાભેર  ઉજવણી

  • અંકલેશ્વર ગોલા વાવ  જલારામ મંદિર ખાતે  વિશેષ પૂજા અર્ચના  અને મહાપ્રસાદી નું આયોજન કરાયું

  • હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન નો લ્હાવો લીધો  


અંકલેશ્વર ના  ભરૂચીનાકા પાસે ગોલા વાવ સ્થિત જલારામ મંદિર ખાતે જલારામ બાપા ની 223 મી જન્મજયંતિ ની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી મંદિર ખાતે  વિશેષ પૂજા અર્ચના અને મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું .ત્યારે  હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન નો લ્હાવો લીધો હતો

કોરોના કાળ ના  2 વર્ષ બાદ જલારામ બાપા ની223 મી જન્મ  જયંતિ ની દબદબાભેર ઉજવણી થઇ રહી છે ત્યારે   અંકલેશ્વર  ના ભરૂચીનાકા પાસે આવેલ ગોલા વાવ  જલારામ બાપા મંદિર ખાતે  જલારામ બાપા ની જન્મ જયંતિ ની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી સવાર થી જ જલારામ બાપા ના દર્શન અર્થે  ભક્તો ની ભીડ ઉમટી હતી.બાપા ની  આરતી, ત્યારબાદ મંદિર  ના પટાંગણ માં હોમ હવન, તેમજ રાણા સમાજ ના મહિલા મંડળ દ્વારા ભજન કીર્તન ની રમઝટ બોલાવી હતી. તો જલારામ બાપા ની પ્રસાદી રૂપે મહાપ્રસાદી નું પણ આયોજન કરવામાં આવતા . જેનો મોટી સંખ્યામાં ભક્તો એ લ્હાવો લીધો હતો..

#bhrigubharatsamachar

મોરબી ની દુઃખદ ઘટના નો વિડીયો સામે આવ્યો


                    ભાવપુર્ણ શ્રધ્ધાંજલિ

મોરબીમાં ઝુલતા પુલ તુટવાની દુઃખદ દુર્ઘટના ના સમાચાર સમગ્ર ગુજરાત માટે અત્યંત દુઃખદ, ઈશ્વર મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શાંતિ અર્પે અને ઈજાગ્રસ્તોને જલ્દી સાજા કરે તેવી હ્દય પુર્વક ની પ્રર્થના

હેલ્પ લાઈન નંબર - 1077
કંટ્રોલ રૂમ ટેલીફોન નંબર - 02822 243300



પ્રધાનમંત્રીએ ગુજરાતના એકતા નગર ખાતે મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી બુદ્ધ પ્રતિમા સહિત જંગલના રસ્તા પરથી ચાલીને પસાર થયા અને ત્યારબાદ મેઝ ગાર્ડન તરફ આગળ વધ્યા હતા. તેમણે નવા પ્રશાસનિક ભવન, વિશ્રામ ગૃહ અને OYO હાઉસબોટનુ ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ મેઝ ગાર્ડનમાં પણ લટાર મારી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિયાવાકી ફોરેસ્ટ અને મેઝ ગાર્ડન નવા તૈયાર કરાયેલા પર્યટન આકર્ષણો છે. 4 વર્ષ પહેલાં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારે તેને દરેક ઉંમરના લોકો માટે આકર્ષણ સાથે પર્યટન માટેના હબમાં રૂપાંતરિત કરવાની પ્રધાનમંત્રીની દૂરંદેશી હતી. પરિણામે, આજ દિન સુધીમાં 80 લાખ કરતાં વધુ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.

2,100 મીટરના પાથ-વે સાથે ત્રણ એકરમાં ફેલાયેલો આ દેશનો સૌથી મોટો મેઝ ગાર્ડન (ભૂલભુલામણી) છે અને માત્ર આઠ મહિનાના ટૂંકા ગાળામાં તેને તૈયાર કરવામાં આવ્યો છે. કેવડિયા ખાતે મેઝ ગાર્ડન 'યંત્ર'ના આકારમાં તૈયાર કરવામાં આવ્યો છે, જે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આ ડિઝાઇન પસંદ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પાથ-વેના જટિલ નેટવર્કના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાથે સમપ્રમાણતા લાવવાનો છે. આ ગાર્ડનના કોયડારૂપ રસ્તાઓ પરથી પસાર થવાનું પ્રવાસીઓના મન, શરીર અને સંવેદનાઓ માટે પડકારરૂપ બની રહેશે અને તેમને અડચણો પર વિજય મેળવ્યો હોવાનો અહેસાસ કરાવશે તેમજ આ પ્રવૃત્તિ તેમનામાં સાહસની ભાવના પણ જગાડશે. આ મેઝ ગાર્ડનમાં 1,80,000 જેટલા રોપાઓ વાવવામાં આવ્યા છે. જેમાં ઓરેન્જ જેમીન, મધુ કામિની, ગ્લોરી બોવર અને મહેંદીનો સમાવેશ થાય છે. આ સ્થાન મૂળરૂપે ભંગાર માટેની ડમ્પિંગ સાઇટ હતું જે હવે લીલાછમ લેન્ડસ્કેપમાં પરિવર્તિત થઇ ગયું છે. આ ઉજ્જડ જમીનનો કાયાકલ્પ થવાથી આસપાસના વિસ્તાર તો સુશોભિત થયા જ છે, પરંતુ સાથે સાથે જ્યાં પક્ષીઓ, પતંગિયા અને મધમાખીઓ હવે ખીલી શકે છે તેવી એક જીવંત ઇકોસિસ્ટમ સ્થાપિત કરવામાં પણ મદદ મળી છે.

એકતા નગરની મુલાકાતે આવનારા લોકો માટે મિયાવાકી ફોરેસ્ટ અન્ય એક પર્યટકોનું આકર્ષણ બની રહેશે. આ જંગલનું નામ જાપાની વનસ્પતિશાસ્ત્રી અને ઇકોલોજીસ્ટ ડૉ. અકિરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનિક પરથી રાખવામાં આવ્યું છે. આ ટેકનિકમાં વિવિધ પ્રજાતિઓના રોપાઓને એકબીજાની નજીક વાવવામાં આવે છે જેના પરિણામે તે ગાઢ શહેરી જંગલ તરીકે વિકસે છે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને છોડનો વિકાસ દસ ગણો ઝડપી થાય છે અને પરિણામે વિકસિત જંગલ ત્રીસ ગણું વધુ ગીચ બને છે. મિયાવાકી પદ્ધતિ દ્વારા, માત્ર બે થી ત્રણ વર્ષમાં જંગલ વિકસાવી શકાય છે જ્યારે પરંપરાગત પદ્ધતિ દ્વારા તેને ઓછામાં ઓછા 20 થી 30 વર્ષનો સમય લાગે છે. મિયાવાકી ફોરેસ્ટમાં નીચેના વિભાગોનો સમાવેશ થશે: નેટિવ ફ્લોરલ ગાર્ડન; ટિમ્બર ગાર્ડન; ફળ બગીચો; ઔષધીય ગાર્ડન; મિશ્ર પ્રજાતિઓનો મિયાવાકી સેક્શન; ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર


પ્રધાનમંત્રી મોદીની દૂરંદેશી પરથી મેળવેલા માર્ગદર્શન દ્વારા અહીં પર્યટકો માટે સંખ્યાબંધ આકર્ષણો વિકસાવવામાં આવ્યા હોવાથી પર્યટકોને અહીં મુલાકાત દરમિયાન સર્વગ્રાહી અનુભવ પ્રદાન થશે અને તે માત્ર એક-પરિમાણીય અનુભવ નહીં રહે. આ આકર્ષણો પ્રકૃતિ સાથે ખૂબ જ ગાઢ જોડાણ ધરાવતા હોવાથી તેમાં પર્યાવરણ પર રાખવામાં આવેલું ધ્યાન પ્રતિબિંબિત થાય છે અને આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિને આપવામાં આવેલા મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. એક ખાસ ધ્યાનમાં લેવા જેવો કિસ્સો તાજેતરમાં તૈયાર કરવામાં આવેલા મેઝ ગાર્ડનનો જ છે, જેની ડિઝાઇન આપણી સંસ્કૃતિ સાથે વણાયેલી છે અને તે પ્રતિબિંબિત કરે છે કે કેવી રીતે કુદરત સકારાત્મકતા ફેલાવવાનું એક શક્તિશાળી સાધન છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઉભા કરવામાં આવેલા અન્ય મુખ્ય પર્યટન સ્થળોમાં ટેન્ટ સિટી; થીમ આધારિત વિવિધ પાર્ક જેમ કે, આરોગ્ય વન (હર્બલ ગાર્ડન), બટરફ્લાય ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, વિશ્વ વન, ધ વેલી ઓફ ફ્લાવર્સ (ભરત વન), યુનિટી ગ્લો ગાર્ડન, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, જંગલ સફારી (અત્યાધુનિક ઝુઓલોજિકલ પાર્ક) તેમજ અન્ય આકર્ષણોનો સમાવેશ થાય છે. #bhrigubharatsamachar

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડોદરામાં ભારતની પ્રથમ ટ્રાન્સપોર્ટ C-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો શિલાન્યાસ કર્યો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અંતર્ગત એરોસ્પેસ ઉદ્યોગમાં ટેકનોલોજીકલ અને વિનિર્માણની પ્રગતિ દર્શાવતા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત જનસભાને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે આપણે ભારતને દુનિયાનું વિનિર્માણનું હબ બનાવવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત ફાઇટર જેટ, ટેન્ક, સબમરીન, દવાઓ, રસીઓ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, મોબાઇલ ફોન અને કારનું નિર્માણ કરી રહ્યું છે જે ઘણા દેશોમાં લોકપ્રિય છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ભારત ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ ગ્લોબ’ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે અને હવે ભારત સમગ્ર દુનિયામાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું વિશાળ ઉત્પાદક બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, તેઓ જોઇ શકે છે કે, ભારત ટૂંક સમયમાં મોટા મુસાફર એરક્રાફ્ટ્સનું ઉત્પાદન કરશે જેના પર ગૌરવપૂર્ણ 'મેડ ઇન ઇન્ડિયા' શબ્દો અંકિત કરેલા હશે.

તેમણે જણાવ્યું હતું કે, આજે જેના માટે શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે સુવિધામાં દેશના સંરક્ષણ અને પરિવહન ક્ષેત્રને બદલવાની તાકાત છે. તેમણે ટાંક્યું હતું કે, ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આટલું મોટું રોકાણ પહેલીવાર થઇ રહ્યું છે. અહીં ઉત્પાદિત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ્સ માત્ર સશસ્ત્ર દળોને જ તાકાત પૂરી પાડશે એવું નથી પરંતુ તે એરક્રાફ્ટ ઉત્પાદનની નવી ઇકોસિસ્ટમ વિકસાવવામાં પણ મદદ કરશે. તેમણે જણાવ્યું હતું કે, “પ્રખ્યાત સાંસ્કૃતિક અને શિક્ષણનું કેન્દ્ર વડોદરા હવે ઉડ્ડયન ક્ષેત્રના હબ તરીકે નવી ઓળખ ઉભી કરશે”. પ્રધાનમંત્રીએ એ હકીકત અંગે ખુશી વ્યક્ત કરી હતી કે, 100 થી વધુ MEME પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે, 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ ગ્લોબ'ના વચનને આ ભૂમિમાંથી નવો પ્રવેગ મળશે કારણ કે આ પ્રોજેક્ટ ભવિષ્યમાં અન્ય દેશોમાં નિકાસ કરવા માટેના ઓર્ડર લઇ શકશે.

પ્રધાનમંત્રીએ ભારતમાં ઝડપથી વિકાસ પામી રહેલા ઉડ્ડયન ક્ષેત્ર અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, હવાઇ ટ્રાફિકના સંદર્ભમાં આપણે દુનિયાના ટોચના ત્રણ દેશોમાં સામેલ થવા જઇ રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે, UDAN યોજના સંખ્યાબંધ મુસાફરોને હવાઇ પ્રવાસીઓમાં રૂપાંતરિત કરવામાં મદદ કરી રહી છે. પેસેન્જર અને માલવહનના વિમાનોની વધી રહેલી માંગ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતને આગામી 15 વર્ષમાં 2000 થી વધુ વિમાનની જરૂર પડવાની છે. પ્રધાનમંત્રીએ એ બાબતે સૌનું ધ્યાન દોર્યું હતું કે, આજે કરવામાં આવેલો શિલાન્યાસ આ દિશામાં લેવામાં આવેલું એક નિર્ણાયક પગલું છે અને ભારતે તેના માટે પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. શ્રી મોદીએ એ વાત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, દુનિયા અત્યારે કોરોના મહામારી અને યુદ્ધથી ઘેરાયેલી છે અને પુરવઠા સાંકળમાં પણ ખલેલ પડી છે તેવી સ્થિતિમાં ભારત અત્યારે દુનિયા સમક્ષ વૈશ્વિક તકો રજૂ કરી રહ્યું છે. તેમણે ટાંક્યું હતું કે, આવા કપરા સંજોગોમાં પણ ભારતે પોતાના વિકાસની ગતિ એકધારી જાળવી રાખી છે. તેમણે આ બાબતે વધુ સમજ આપતા જણાવ્યું હતું કે, પરિચાલનની સ્થિતિઓમાં નિરંતર સુધારો થઇ રહ્યો છે અને ભારત ઓછા ખર્ચ તેમજ ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “ભારત ઓછા ખર્ચે ઉત્પાદન કરવાની અને ઉચ્ચ કક્ષાના ઉત્પાદન માટેની તકો રજૂ કરી રહ્યું છે”. તેમણે આગળ ઉમેર્યું હતું કે, ભારતમાં કૌશલ્ય ધરાવતું માનવબળ સાથેનો ખૂબ જ વિશાળ ટેલેન્ટ પૂલ છે. છેલ્લા 8 વર્ષ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત દેશમાં વિનિર્માણ ક્ષેત્ર માટે અભૂતપૂર્વ માહોલ ઊભો કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતા ઉભી કરતી વખતે એક સરળ કોર્પોરેટ ટેક્સ માળખું બનાવવા માટે, 100 ટકા FDIનો માર્ગ મોકળો કરવો, ખાનગી કંપનીઓ માટે સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રોના દ્વાર ખોલવા, 29 કેન્દ્રીય શ્રમ કાયદાઓને 4 શ્રમ સંહિતામાં સુધારીને 33,000 અનુપાલનો નાબૂદ કરવા અને અને લગભગ એક ડઝન જેટલા ટેક્સના જટિલ માળખાનો અંત લાવીને કરીને વસ્તુ અને સેવા કર (GST)ની રચના કરવા જેવા ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આજે ભારતમાં આર્થિક સુધારાની નવી ગાથા લખાઇ રહી છે અને રાજ્યો ઉપરાંત વિનિર્માણ ક્ષેત્ર આનો સૌથી વધુ ફાયદો ઉઠાવી રહ્યું છે.”

પ્રધાનમંત્રીએ સફળતા પ્રાપ્ત થવા પાછળ લોકોની બદલાયેલી માનસિકતાને શ્રેય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આજે, ભારત એક નવી માનસિકતા, નવી કાર્ય સંસ્કૃતિ સાથે કામ કરી રહ્યું છે”. તેમણે તે સમયને પણ યાદ કર્યો જ્યારે શાસનની કલ્પના એવી હતી કે સરકાર જ બધુ જાણે છે, જે એવી માનસિકતા છે કે તેના કારણે દેશની પ્રતિભા અને ખાનગી ક્ષેત્રની તાકાત દબાઇ જાય છે. તેમણે કહ્યું હતુ કે, “હવે 'સબ કા પ્રયાસ'ને અનુસરીને, સરકારે જાહેર અને ખાનગી ક્ષેત્રને સમાન મહત્વ આપવાનું શરૂ કર્યું છે. પ્રધાનમંત્રીએ અગાઉની સરકારના કામચલાઉ અભિગમ અંગે પણ અફસોસ વ્યક્ત કર્યો હતો જેમાં વિનિર્માણ ક્ષેત્રને સબસિડી દ્વારા ભાગ્યે જ કાર્યરત રાખવામાં આવ્યું હતું. લોજિસ્ટિક્સ, વીજ પુરવઠા અથવા પાણી પુરવઠા જેવી પાયાની સુવિધાઓ પ્રત્યે ઉપેક્ષા કરવામાં આવતી હતી. તેમણે કહ્યું હતું કે, “અમે નિર્ણય લેવાનો કામચલાઉ અભિગમ ત્યજી દીધો છે અને રોકાણકારો માટે વિવિધ નવા પ્રોત્સાહનો સાથે આગળ આવ્યા છીએ. અમે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાની શરૂઆત કરી છે, જેના કારણે દેખીતી રીતે પરિવર્તન આવ્યું છે. આજે અમારી નીતિઓ સ્થિર, અનુમાન થઇ શકે તેવી અને ભવિષ્યવાદી છે”,

પ્રધાનમંત્રીએ એવા સમયને પણ યાદ કર્યો જ્યારે સેવા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો વિચાર સર્વોપરી રહેતો હતો કારણ કે તે સમયે વિનિર્માણનું ક્ષેત્ર પહોંચની બહાર હોવાનું માનવામાં આવતું હતું. તેમણે કહ્યું હતું કે, “આજે અમે સેવાઓ અને વિનિર્માણ, એમ બંને ક્ષેત્રોમાં સુધારો કરી રહ્યા છીએ”. તેમણે એક એવા સર્વગ્રાહી અભિગમના મહત્વને રેખાંકિત કર્યું હતું જેમાં ઉત્પાદન અને સેવા, બંને ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય. તેમણે ઉમેર્યું હતું કે, “આજે ભારત વિનિર્માણના ક્ષેત્રમાં સૌથી આગળ રહેવાની તૈયારી કરી રહ્યું છે”. પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, “છેલ્લાં 8 વર્ષ દરમિયાન અમે કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેના માટે માહોલ ઉભો કર્યો છે જેના કારણે આ શક્ય બન્યું છે. આ તમામ પરિવર્તનોને આત્મસાત કરવાથી, આજે વિનિર્માણ ક્ષેત્રમાં ભારતની વિકાસયાત્રા આ તબક્કે પહોંચી છે”.

સરકારની રોકાણ માટે મૈત્રીપૂર્ણ નીતિઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ટીપ્પણી કરી હતી કે, તેના ફાયદા FDIમાં સ્પષ્ટપણે જોવા મળે છે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, “છેલ્લા આઠ વર્ષમાં, 160થી વધુ દેશોની કંપનીઓએ ભારતમાં રોકાણ કર્યું છે”. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવા વિદેશી રોકાણો અમુક ઉદ્યોગો પૂરતા જ સિમિત નથી રહ્યાં પરંતુ અર્થતંત્રના 61 ક્ષેત્રોમાં ફેલાયેલા છે અને ભારતના 31 રાજ્યોને આવરી લે છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, માત્ર એરોસ્પેસ ક્ષેત્રમાં જ $3 અબજથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ ક્ષેત્રમાં 2000 થી 2014 દરમિયાન જેટલું રોકાણ કરવામાં આવ્યું હતું તેની સરખામણીએ 2014 પછી, આ ક્ષેત્રમાં થયેલા રોકાણમાં 5 ગણો વધારો થયો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આવનારા વર્ષોમાં સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રો આત્મનિર્ભર ભારત અભિયાનના નિર્ણાયક આધારસ્તંભો બનવાના છે. તેમણે ઉમેર્યું હતું કે, “અમે 2025 સુધીમાં આપણા સંરક્ષણ વિનિર્માણને $25 અબજથી આગળ લઇ જવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આપણી સંરક્ષણ નિકાસ પણ $5 અબજનો આંકડો ઓળંગી જશે.” પ્રધાનમંત્રીએ સૌનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ અને તમિલનાડુમાં તૈયાર કરવામાં આવી રહેલા સંરક્ષણ કોરિડોર આ ક્ષેત્રને આગળ ધપાવવામાં ખૂબ જ મદદ કરશે. શ્રી મોદીએ ગાંધીનગરમાં અત્યાર સુધીમાં યોજાયેલા સૌથી મોટા ડેફ-એક્સપોનું આયોજન કરવા બદલ સંરક્ષણ મંત્રાલય અને ગુજરાત સરકારની પણ પ્રશંસા કરી હતી. તેમણે રેખાંકિત કર્યું હતું કે, ડેફ-એક્સ્પોમાં પ્રદર્શિત કરવામાં આવેલા તમામ સાધનો અને ટેકનોલોજીઓ ભારતમાં વિકસાવવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “પ્રોજેક્ટ C-295નું પ્રતિબિંબ આગામી વર્ષોના ડેફ-એક્સપોમાં પણ આપણને જોવા મળશે”.

પોતાના સંબોધનના સમાપન વખતે, પ્રધાનમંત્રીએ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોને હાલના સમયમાં દેશમાં આવી રહેલા અભૂતપૂર્વ રોકાણના વિશ્વાસનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના સ્ટાર્ટ-અપ્સને આગળ વધવામાં મદદ કરવા માટે હજુ વધુ વિચાર કરવો જોઇએ. પ્રધાનમંત્રીએ સંશોધન ક્ષેત્રે ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાની વાતના સમાપનમાં જણાવ્યું હતું કે, “જો આપણે આ દિશામાં આગળ વધીશું, તો આપણે આવિષ્કાર અને વિનિર્માણની વધુ મજબૂત ઇકોસિસ્ટમને વિકસાવી શકીશું. તમારે હંમેશા સબ કા પ્રયાસનો મંત્ર યાદ રાખવાનો છે”.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, ટાટા સન્સના ચેરમેન શ્રી એન. ચંદ્રશેખરન અને એરબસના ચીફ કોમર્શિયલ ઓફિસર શ્રી ક્રિશ્ચિયન શેરર ઉપસ્થિત રહ્યા હતા.

#bhrigubharatsamachar

અંકલેશ્વર ખાતે છઠ પૂજા માં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા

અંકલેશ્વર મા વસવાટ કરતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા પરંપરાગત છઠ પૂજા મહોઉત્સવ ની ઉજવણી કરી 


અંકલેશ્વર માં 50 હજાર વધુ ઉત્તર ભારતીય સમાજ ના લોકો નો વસવાટ 


અંકલેશ્વર માં વસવાટ કરતા 50 હજાર થી વધુ ઉત્તર ભારતીય સમાજ દ્વારા પરંપરાગત છઠ પૂજા મહોઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી  અંકલેશ્વર ના ગડખોલ, સારંગપુર, ભડકોદ્રા , કોસમડી, કાપોદ્રા સહીત ગામમાં વસવાટ કરતા ઉત્તર ભારતીય  સમાજ દ્વારા ડૂબતા સૂર્યને અર્ધ અર્પણ કરી પૂજા કરી વ્રત ની શરૂઆત કરી હતી આ પ્રસંગે  ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહી ઉત્તર ભારતીય સમાજ ને શુભેચ્છા પાઠવી હતી.

કર્મ ભૂમિ તરીકે ઉત્તર ભારતના વિવિધ પ્રાંત ના 50 હજાર થી વધુ  લોકો અંકલેશ્વર માં વસવાટ કરે છે. ત્યારે નોકરી ને લઇ તેઓ પોતાના  વતન ન જઈ  અહીં જ પરંપરાગત છઠ પૂજા ઉત્સવ  ની ઉજવણી ની શરૂઆત કરી છે.  તિથિ પ્રમાણે છઠ પૂજા 4 દિવસની હોય છે. આ દરમિયાન ઉપવાસીઓ સતત 36 કલાક ઉપવાસ રાખે છે.તે ઉપવાસ દરમિયાન પાણી પણ લેતો નથી. સંતાન પ્રાપ્તિની સાથે પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પણ આ વ્રત રાખવામાં આવે છે , જેમાં સાંજે ડૂબતા સૂર્ય ભગવાનને અર્ધ્ય ચઢાવવામાં આવે છે. આ પછી બીજા દિવસે સપ્તમી ના દિવસે ઉગતા સૂર્યને સૂર્યોદય સમયે અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે અને પછી  વ્રત પૂર્ણ કરવામાં આવે છે.  અંકલેશ્વર ના ગડખોલ, સારંગપુર, ભડકોદ્રા , કોસમડી, કાપોદ્રા, સંજાલી, પાનોલી સહીત ગામમાં દિવાળી ઉત્સવ જેવો માહોલ સાથે છઠ પૂજા ની શરૂઆત કરવામાં આવી હતી  ગડખોલ , અંબિકાનગર ખાતે તેમજ કેનાલ ઉપર  પાસે  વિશેષ છઠ પૂજા ના કાર્યક્રમ યોજાયા હતા. જેમાં હજારોની સંખ્યામાં ઉત્તર ભારતી સમાજે પૂજા માં ભાગ લીધો હતો. આ છઠ પૂજા માં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા  અને ઉત્તર ભારતીય સમાજ ના આગેવાનો એ  વૈદિક મંત્રોચ્ચાર સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,ના હસ્તે પૂજા કરાવી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ પટેલ, તાલુકા ભાજપ  પ્રમુખ ડૉ. નિતેન્દ્ર સિંહ દેવધરા,  ઉત્તર ભારતીય સમાજ ના આગેવાન અશોક ઝા, અનિલ શુક્લા ,આઈ બી સીંગ સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

#bhrigubharatsamachar

અંકલેશ્વર શહેરમા ધારાસભ્ય કાર્યાલય ખાતે મન કી બાતનો કાર્યક્રમ-વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી


  • અગાઉ ગુજરાતમાં છઠ પૂજા થતી નહોતી.  પરંતુ સમયની સાથે સાથે લગભગ સમગ્ર ગુજરાતમાં છઠ પૂજાના રંગો દેખાવા લાગ્યા છે.  હું પણ આ જોઈને ખૂબ જ ખુશ છું.  આજકાલ આપણે જોઈએ છીએ કે, વિદેશમાંથી પણ છઠ પૂજાની કેટલી સુંદર તસવીરો આવે છે.  એટલે કે ભારતનો સમૃદ્ધ વારસો, આપણી આસ્થા વિશ્વના ખૂણે ખૂણે પોતાની ઓળખ વધારી રહી છે.

  • છઠનો તહેવાર પણ 'એક ભારત- શ્રેષ્ઠ ભારત'નું ઉદાહરણ છે. આજે બિહાર અને પૂર્વાંચલના લોકો દેશના કોઈપણ ખૂણામાં હોય ત્યાં છઠની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. દિલ્હી, મુંબઈ અને ગુજરાતના ઘણા ભાગો સહિત મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મોટા પાયે છઠનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

  • આજે આપણા યુવાનો જે રીતે દેશ માટે કામ કરી રહ્યા છે અને રાષ્ટ્રનું નિર્માણ શરૂ કર્યું છે તે જોઈને મને ખૂબ જ વિશ્વાસ છે. અમારા યુવાનો જે રીતે હેકાથોનમાં સમસ્યાઓ ઉકેલે છે, આખી રાત જાગતા રહે છે અને કલાકો સુધી કામ કરે છે, તે ખૂબ જ પ્રેરણાદાયી છે
  • ભારતીય ઉદ્યોગ અને સ્ટાર્ટ-અપ્સ આ ક્ષેત્રમાં નવા છે
  • નવી અને નવી ટેક્નોલોજી લાવવાનો પ્રયાસ.
  • ખાસ કરીને IN-SPACE ના સહયોગથી આ ક્ષેત્રમાં મોટું પરિવર્તન થવાનું છે.

  • અગાઉ ભારતમાં અવકાશ ક્ષેત્ર સરકારી તંત્રના દાયરામાં સીમિત હતું. જ્યારે આ અવકાશ ક્ષેત્ર ભારતના યુવાનો માટે, ભારતના ખાનગી ક્ષેત્ર માટે ખોલવામાં આવ્યું, ત્યારે તેમાં ક્રાંતિકારી ફેરફારો આવવા લાગ્યા.
  • આ લોન્ચિંગ સાથે, ભારત વૈશ્વિક વ્યાપારી બજારમાં મજબૂત ખેલાડી તરીકે ઉભરી આવ્યું છે, આનાથી અવકાશ ક્ષેત્રે ભારત માટે તકોના નવા દરવાજા પણ ખુલ્યા છે.
  • મને જૂના સમયની પણ યાદ આવે છે, જ્યારે ભારતે ક્રાયોજેનિક રોકેટ ટેક્નોલોજીનો ઇનકાર કર્યો હતો. પરંતુ ભારતના વૈજ્ઞાનિકોએ ન માત્ર સ્વદેશી ટેક્નોલોજી વિકસાવી પરંતુ આજે તેની મદદથી ડઝનબંધ ઉપગ્રહો એક સાથે અવકાશમાં મોકલવામાં આવી રહ્યા છે.
  • #bhrigubharatsamachar

ભરૂચ ખાતે ભાજપના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા પુર્ણ સૌથી વધુ ઉમેદવારી ક્યાં થી..!





ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે ભાજપના હોદેદારો અને અપેક્ષિતોની ત્રણ દિવસ ચાલેલી સેન્સ લેવાની પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમિષા સુથારની ઉપસ્થિતીમાં પુર્ણ થઇ હતી.

ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની 5 બેઠક માટે ગુરુવારથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ભાજપની સેફ અને સિક્યોર ભરૂચ તેમજ અંકલેશ્વર વિધાનસભા માટે ઉમેદવારોને સાંભળવાની અને તેમની દાવેદારીની કામગીરી પૂર્ણ થયા બાદ ગત શુક્રવારે વાગરા તેમજ જંબુસર બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શનિવારે ઝઘડીયા વિધાનસભામા રવજીભાઈ વસાવા,સેવંનતુભાઈ વસાવા,રિતેષભાઈ વસાવા એ ઉમેદવારી નોંધાવી.
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ઉમેદવારો, સમર્થકોની હાજરી વચ્ચે ભાજપના નિરીક્ષકો ભુપેન્દ્રસિંહ ચુડાસમ < શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમીષા સુથાર દ્વારા એક બાદ એક દાવેદારોને સાંભળવામાં આવ્યા.

આ સેન્સ પ્રક્રિયા દરમિયાન 5 વિધાનસભામાં ભરૂચમાંથી 21, અંકલેશ્વરમાંથી 10, વાગરામાંથી 12, ઝઘડીયામાંથી 16 અને સૌથી વધુ જંબુસરમાંથી 23 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેથી ભરૂચ જિલ્લાની 5 વિધાનસભામાં 82 લોકોએ ઉમેદવારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, ત્યારે રાજપૂત છાત્રાલય ખાતે સંપન્ન થયેલ સેન્સ પ્રક્રિયા દરમ્યાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા સહિત સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 
#bhrigubharatsamachar

ભાજપ સરકાર નો નિર્ણય

યુનિફોર્મ સિવિલ કોડ માટે રચાશે ઉચ્ચકક્ષાની કમિટી

કોઈપણ ધર્મ, જાતિ, સંપ્રદાયને ધ્યાનમાં લીધા વગર દરેક નાગરિક માટે એક જ કાયદો લાગુ કરાશે

યુનિફોર્મ સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો ડ્રાફ્ટ તૈયાર કરવા નિવૃત્ત ન્યાયાધીશશ્રીઓની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવામાં આવશે

કોઈપણ ધર્મ, જાતિ, સંપ્રદાયને ધ્યાનમાં લીધા વગર દરેક નાગરિક માટે એક જ કાયદો લાગુ પડશે

યુનિફોર્મ સિવિલ કોડ દ્વારા

• જ્ઞાતિ-જાતિ અને ધર્મ આધારિત કાયદાની વિસંગતતા દૂર થશે

• સામાજિક સદ્ઘાવના અને સમરસતા વધશે

 #bhrigubharatsamachar

• જમીન, સંપત્તિ, વારસાઈ, દાન, લગ્ન, છુટાછેડા તમામ જગ્યાએ ધર્મ આધારિતના કાયદાનું ગૂંચવણ દૂર થશે

• મહિલાઓને લગતા કાયદા ધાર્મિક રીતે

સમાન થવાથી તેઓ સશક્ત બનશ.

યુનિફોર્મ સિવિલ કોડ

અમલમાં આવતા જ બાબાસાહેબ

આંબેડકરનું સપનું સાકાર થશે


૧ નવેમ્બરે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભામા દિવાળી સ્નેહ સંમેલન કાર્યક્રમ હોય ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામા બેઠક યોજાઇ.






આવનારી ૧ નવેમ્બરે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભામા દિવાળી સ્નેહ સંમેલન કાર્યક્રમ હોય ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામા બેઠક યોજાઇ,બેઠકમા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકા, અંકલેશ્વર શહેર,હાંસોટ તાલુકા, અંકલેશ્વર નોટીફાઇડના  કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને સુચના આપવામા આવી,ભારતીય જનતા પાર્ટીના પેજ સમિતિ પ્રમુખ તેમજ પેજ સમિતિ સભ્યશ્રીઓ તેમજ બુથ પ્રમુખ,શક્તિ કેન્દ્ર સંયોજક,તમામ મોરચાના હોદેદારો,સંગઠનના હોદ્દેદારશ્રીઓ,ચુંટાયેલા સભ્યશ્રીઓ તેમજ સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે.

#bhrigubharatsamachar

સમય:- સાંજે 04:30 કલાકે

સ્થળ:- મિશન કંપાઉન્ડ,જીનવાલ સ્કૃલની બાજુમા

તારીખ:- 01/11/2022





હાંસોટ ની પંડવાઈ સુગર ની 32 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ


અંકલેશ્વર ના ધારાસભ્ય અને પંડવાઈ સુગર ના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ સાધારણ સભા યોજાઈ 

32 મી સાધારણ સભા માં સર્વાનુમતે કામો મંજુર કરવામાં આવ્યા




હાંસોટ તાલુકા ના પંડવાઈ પાસેની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ની 32 મી સાધારણ સભા યોજાય હતી અંકલેશ્વર ના ધારાસભ્ય અને પંડવાઈ સુગર ના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ વાર્ષિક  સાધારણ સભા માં સર્વાનુમતે કામો ને મંજૂરી આપવામાં આવી હતી ,

અંકલેશ્વર, હાંસોટ, વાલીયા, આેલપાડ, માંગરોળ અને માંડવી તાલુકાના ખેડૂત  ની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉધોગ મંડળી લી.,પંડવાઈની 32 મી  વાર્ષિક સાધારણ સભા  સુગર ના પટાંગણ ખાતે સંસ્થા ના ચેરમેન અને અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ નાં અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.. શ્રી ખેડૂત સહકારી  ખાંડ ઉદ્યોગ મંડળી લી., પંડવાઇ ની 32 મી વાર્ષિક સાધારણ સભામાં સંસ્થામાં વ્યવસ્થાપક સમિતિએ મંજૂર કરેલા સને 2021-2022 ના વર્ષની કામગીરી ને આવરી લેતો અહેવાલ અને હિસાબ આપી મંજૂરી અર્થે રજૂ કર્યા હતા. જે તમામ ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સને 2021-22 ની પિલાણ સીઝનમાં સુગરે  કુલ 204 દિવસમાં 7.લાખ 54. હજાર 351 મેટ્રિક . ટન શેરડીનું પિલાણ કરી 9.63 ટકા રિકવરી મેળવી 7.લાખ 26. હજાર 400 ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન મેળવ્યું  છે. ચાલુ પિલાણ સીઝન 2022-23 માટે  સંસ્થાએ 12127 એકર રોપાણ અને 12997 એકર લામ મળી કુલ  કુલ 24124 એકર શેરડીના પાકમાં પીલાણ કરવાનું આયોજન કર્યું છે.  દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ  ઇથેનોલ બેન્ડીગ પ્રોગામ સફળ થતા વિદેશી હુંડીયામણ બચે તેમજ ખાંડ  ઉદ્યોગની સાથે સાથે ખેડૂત મિત્રો ને પણ આર્થિક રીતે ફાયદો થાય તે માટે પેટ્રોલ માં 10 % ઇથેનોલ મિક્ષ કરવા નો ઇથેનોલ બેન્ડીગ પ્રોગ્રામ ચાલે જે અંગે નિર્ણય લીધો હતો. જેને લઇ ગત પીલાણ સીઝન 2021-22 દરમિયાન આપણા દેશ માં સૌપ્રથમ પેટ્રોલ માં 10 % ઇથેનોલ મિક્સ કરવાનું લક્ષ્ય પૂરું કર્યા છે. . ગત પીલાણ સીઝન માં ફેબ્રુઆરી 2022 ના છેલ્લા અઠવાડિયા થી બી.હેવી મોલાસીસ માંથી ઇથેનોલ ઉત્પાદન કરી ઓઇલ સપ્લાય કરેલ  છે. બી. હેવી મોલાસીસ માંથી. 41.90.297 લીટર રેક્ટીફાઇડ સ્પીરીટ નું ઉત્પાદન કરેલ  હોવાની ખાંડ ની રિકવરી  માં થોડો ઘટાડો થયો છે. ડિસ્ટીલરી યુનિટ માં નવો 60 કે.એમ.પી.ડી ક્ષમતા ધરાવતો ઇથેનોલ પ્લાન્ટ પણ ગત ફેબ્રુઆરી 2022 થી કાર્યરત થઇ ગયો છે. જેને લઇ 90 હજાર લીટર પ્રતિ દિવસ રેક્ટીફાઇડ સ્પીરીટ મા ઇથેનોલ ઉત્પાદન કરી શકાશે  સંસ્થા ના કોમર્શિયલ મેનેજર મુકેશ પટેલ આજની સભામાં એજન્ડાના કામો હાથ પર લીધો હતો જેને સભાસદ મિત્રો સર્વાનુમતે મંજૂર કર્યા હતાં. આ સાધારણ સભા માં  સંસ્થાનાં વાઇસ ચેરમેન અને અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદભાઈ પટેલ , સાયણ સુગર ના  વાઇસ ચેરમેન  મનુભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ પટેલ, સંસ્થા ના  વ્યવસ્થાપક મંડળ ના સભ્યો  અન્ય સુગર ફેકટરીના ડિરેકટરને, પૂર્વ ડિરેક્ટર અને, સહકારી આગેવાનો, સભાસદઓ અને સંસ્થાના અધિકારીઓ  હાજર રહ્યા હતાં.

#bhrigubharatsamachar

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે બ્રેસ્ટ કેન્સર પર (અવરનેશ)જાગૃતિ સેમિનાર યોજાયો

અમદાવાદ ના ખ્યાતનામ સિનિયર બ્રેસ્ટ કેન્સર સર્જન ડૉ.અનઘા ઝોપે દ્વારા બ્રેસ્ટ કેન્સર અંગે માહિતી અપાય 


અકલેશ્વર ની  જયાબેન મોદી હોસ્પિટલ માં  જે બી મોદી  કેન્સર સેન્ટર ખાતે બ્રેસ્ટ કેન્સર પર અવર્નેશ સેમિનાર યોજાયો હતો. બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માસ અંતર્ગત . અમદાવાદ ના ખ્યાતનામ સિનિયર બ્રેસ્ટ કેન્સર સર્જન ડોક્ટર .અનઘાબેન  ઝોપે દ્વારા બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અંગે  ની ચર્ચા કરી હતી.

ઓક્ટોબર માસ એ સ્તન કેન્સર જાગૃતિ અંગે નો મહિનો છે, જે સ્તન કેન્સરની અસર વિશે જાગૃતિ લાવવાનું વાર્ષિક અભિયાન છે. આ ઉમદા હેતુ ને ટેકો આપવા માટે  અંકલેશ્વર ના જે બી મોદી કેન્સર સેન્ટર ખાતે , શનિવારના રોજ,અમદાવાદ ના ખ્યાતનામ સિનિયર બ્રેસ્ટ કેન્સર સર્જન ડોક્ટર .અનઘાબેન  ઝોપે  દ્વારા બ્રેસ્ટ કેન્સર  જાગૃતિ  અંગે ની ચર્ચા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર માં  મહિલાઓ ઉપસ્થિત રહી  હતી તેઓ ને  ડોકટર . અનઘા ઝોપે  દ્વારા બ્રેસ્ટ કેન્સરના લક્ષણો, સ્વયં સ્તન તપાસ તેમજ તેના સારવારની પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ માહિતીસભર કાર્યક્રમમાં બ્રેસ્ટ કેન્સરથી સાજા થયેલા દર્દીઓ , અને તેમના સગાસંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓ ને , હવે બ્રેસ્ટ  કેન્સરની અત્યાધુનિક સારવાર થકી બ્રેસ્ટ  કાઢ્યા વગર પણ કેન્સરને મટાડી શકાય છે અને જો નિયમિતરૂપે ડૉક્ટર દ્વારા ચેક અપ અને મેમોગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવે તો બ્રેસ્ટ  કેન્સર થતું નિવારી શકાય છે.તેમજ તેના સારવાર ની પધ્ધતિ ઓ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ સેમિનાર માં બ્રેસ્ટ કેન્સર થી સાજા થયેલ દર્દીઓ એ તેમનો અનુભવ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે જે બી મોદી કેન્સર સેન્ટર ના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

#bhrigubharatsamachar

આગામી ૦૧ નવેમ્બર પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન શક્તિનાથ, ભરૂચ ખાતે રાજ્યપાલશ્રી દેવવ્રતની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ યોજાશે

  • પ્રાકૃતિક કૃષિ પેદાશોના સૂડોલની મુલાકાત લઈ ખેડૂતની આત્મનિર્ભરતામાં સહયોગી બનવા વહીવટીતંત્ર દ્વારા અપિલ કરાઈ.
  • ભરૂચ ખાતે ભરૂચ જિલ્લાના ખેડૂતોને રાજ્યપાલશ્રી દેવવ્રતની વર્ચુઅલ ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિના પાઠ ભણાવવામાં આવશે.

વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના ઉપયોગને કારણે ગુજરાત સહીત સમગ્ર વિશ્વમાં પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો જોવા મળી છે. વિશ્વ સામે જળવાયુ પરીવર્તનની મોટી સમસ્યા પેદા થઈ છે. પર્યાવરણ પર વિપરીત પરીસ્થિતિને કારણે જીવ સૃષ્ટિ પર તેના ખરાબ પરીણામો જોવા મળ્યા છે જેના ભાગ રૂપે સમગ્ર દેશમાં રાસાયણીક ખાતર તથા જંતુનાશક દવા મુક્ત ખેતી કરી, ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતનું આર્થિક ઉપાર્જન વધે તે માટે પ્રધાનમંત્રીશ્રી અમદાવાદ ખાતે યોજાયેલા પંચાયત મહાસંમેલનમાં ૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે રાજ્યના તમામ ગામોમાં ૭૫ ખેડુતો પ્રાકૃતિક કૃષિ આપનાવે તે બાબતે આહવાન કરેલ. ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી છેલ્લા ત્રણ વર્ષથી રાજયમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે વટીતંત્રને પણ દિશાસૂચન કરેલ છે.

પ્રધાનમંત્રીશ્રીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સિધ્ધ કરવા તેમજ ભરૂચ જીલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિ નો વ્યાપ વધે તે માટે રાજયપાલશ્રી તારીખ ૧ નવેમ્બર, મંગળવારના રોજ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન, શક્તિનાથ, ભરૂચ ખાતે ૧૦૦૦ કરતા વધુ પ્રગતીશીલ ખેડુતો સાથે વર્ચુઅલ પરીસંવાદ કરશે અને કોઇ પણ પ્રકારના ઇનપુટ બજારમાં ખરીદ્યા સિવાય માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ખેડુત ૩૦ એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઇ રીતે ફરી શકે અને તેના લાભાલાભ અને ખેતી પધ્ધિત બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપશે. આ સિવાય રાજયપાલશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા પ્રાકૃતિક કૃષિ અભિયાનને વ્યાપક બનાવવા, જીલ્લાના ખેડુતો પણ પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં વિશિષ્ટ યોગદાન આપી અને તે તરફ વળી આર્થિક રીતે સધ્ધર બને તેવા ઉંમદા હેતુથી ભરૂચ જીલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા સફળ ખેડુતોની સફળગાથા બુકનું વિમોચન કરવામાં આવશે.

જીલ્લાના ખેડુતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે અને ઝીરો બજેટ ખેત પધ્ધતિ થકી ખેતી ખર્ચમાં ઘટાડો કરી નફાશકિતમાં વધારો થાય તે હેતુસર તમામ ખેડુતોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવવા સમગ્ર વહીવટીતંત્ર દ્વારા તમામ ખેડુતોને અનુરોધ કરવામાં આવે છે. 

#bhrigubharatsamachar

8 થી વધુ આગેવાનોએ જંબુસર વિધાનસભા બેઠક પર ભાજપમા ઉમેદવારી નોંધાવી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારો વચ્ચે જ ભાજપ દ્વારા ઉમેઘ્વારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે.

ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જંબુસર વિધાનસભા બેઠક પર 8 થી વધુ આગેવાનોએ બાયોડેટા નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા..

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારો વચ્ચે જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે ભાજપના નિરીક્ષક ભુપેન્દ્રસિંહ ચુડાસામાં,શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમિષા સુથાર દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જંબુસર બેઠક પર  8 થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.

જેમાં પુર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી,પુર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, સ્વામી નારાયણ મંદિરના મહંત ડી.કે સ્વામી, વિલાસબેન રાજ, કૃપા દોશી, બળવંત પઢિયાર, વિરલ મોરી, સંજયભાઈ સિન્ધાએ પોતાના બાયોડેટા નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હોવાની માહિતી મળી રહી છે ત્યારે મોવડી મંડળ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે એ જોવાનું રહેશે..

#bhrigubharatsamachar

વાગરા વિધાનસભા વિસ્તારના સરપંચો અને ડેપ્યુટી સરપંચોનું સમર્થન વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની તરફેણમાં







ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોના દાવેદારો માટે ચૂંટાયેલા આગેવાનો, હોદ્દેદારો અને સંગઠનના લોકોની સેન્સ લેવાની પ્રક્રિયાના બીજા દિવસે વાગરા બેઠક માટે સરપંચો અને ડેપ્યુટી સરપંચો સહિત ગ્રામજનોએ સમર્થન જાહેર કરી નિરીક્ષકોને સમર્થન પત્રો આપ્યા હતા.

શુક્રવારના રોજ વાગરા તેમજ જંબુસર બેઠક માટે ભરૂચના રાજપૂત છત્રાલય ખાતે સવારથી જ ઉમેદવારો, સમર્થકોની હાજરી વચ્ચે ભાજપના નિરીક્ષકો ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમીષાબહેન સુથાર દ્વારા એક બાદ એક દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના 99 ટકા અપેક્ષિત આગેવાનોએ વર્તમાન ધારાસભ્ય અરુણસિંહ રણાની તરફેણ કરી હતી. જ્યારે વાગરા બેઠકના ગામોના સરપંચ અને ડેપ્યયુટી સરપંચ સહિત ગ્રામજનોએ પંચાયતના લેટરપેડ પર જ વર્તમાન ધારાસભ્ય અરુણસિંહ રણાને સમર્થન જાહેર કર્યું હતું.

રાજપૂત છાત્રાલય ખાતે ઉમટેલા વાગરા વિધાનસભા ક્ષેત્રના ગામોના સરપંચો અને ડેપ્યુટી સરપંચોએ નિરીક્ષકોની રૂબરૂ મુલાકાત લઈ વર્તમાન ધારાસભ્ય અરુણસિંહ રણાની તરફેણમાં રજૂઆતો કરી તેમને જ ટિકિટ મળે તેવી માંગ ઉઠાવી હતી. સરપંચો અને ડેપ્યુટી સરપંચો સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ અરુણસિંહ રણાની તરફેણમાં સમર્થન પત્રો નિરીક્ષકોને આપ્યા હતા.

વાગરા બેઠક માટે ધારાસભ્ય અરુણસિંહ રણા ઉપરાંત નકુલસિંહ રણા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, વાગરા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સંજયસિંહ ચાવડા, જિલ્લા મહામંત્રી ફતેસિંહ ગોહિલ, પટેલ સમાજના પ્રમુખ શૈલેષભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ધીરમ ગોહિલે પણ પોતાની દાવેદારી કરી હતી. જોકે છેલ્લા દસ વર્ષમાં પોતાની આગવી આવડત અને કુનેહથી વાગરા વિધાનસભા ક્ષેત્રના ગામોના વિકાસ કરી લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર વર્તમાન ધારાસભ્ય અરુણસિંહ રણાના સમર્થનમાં ગામોના સરપંચો રાજપૂત છાત્રાલય ખાતે આવ્યા હતા. અને તેમની તરફેણમાં પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

#bhrigubharatsamachar

15 થી વધુ આગેવાનોએ ભરૂચ વિધાનસભા બેઠક પર ભાજપમા ઉમેદવારી નોંધાવી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારો વચ્ચે જ ભાજપ દ્વારા ઉમેઘ્વારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે.

ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ભરૂચ વિધાનસભા બેઠક પર 15થી વધુ આગેવાનોએ બાયોડેટા નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા..

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારો વચ્ચે જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે ભાજપના નિરીક્ષક ભુપેન્દ્રસિંહ ચુડાસામાં,શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમિષા સુથાર દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ભરૂચ બેઠક પર  15થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.


જેમાં વર્તમાન ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર સહિત યોગેશ પટેલ,નરેશ પટેલ,શૈલા પટેલ, ડો.સુષ્મા ભટ્ટ, દક્ષા પટેલ, અમિતા પ્રજાપતિ,નિરલ પટેલ, દિવ્યેશ પટેલ,અનિલ રાણા,બીરેન વકીલ,વિરલ ઠાકોરે પોતાના બાયોડેટા નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હોવાની માહિતી મળી રહી છે ત્યારે દાવેદારોની મોટી સંખ્યા વચ્ચે મોવડી મંડળ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે એ જોવાનું રહેશે..

#bhrigubharatsamachar

ભરૂચના નિશાનેબાજ ઝળકયા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ, વિવિધ કેટેગરીની શૂટિંગ ચેમ્પિયનશીપમાં 26 મેડલ સાથે રાજ્યમાં ભરૂચ અવ્વલ

કોચ મિત્તલ ગોહિલની મહેનત ફળી, કોચના અથાગ પરિશ્રમથી ગૂજરાત તેમજ દેશમાં ભરૂચના નિશાનેબાજોનું સુંદર પ્રદર્શન

ગુજરાત લેવલે ઉત્કૃષ્ઠ પ્રદર્શન સાથે ૨૬ મેડલ્સ જીતી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું

રાઇફલ શુટિંગની વિવિધ સ્પર્ધાઓ પૈકી મુખ્યત્વે ભરૂચના સુપર સ્ટાર નિશાનેબાજ તેમજ ભરૂચ જિલ્લાના શૂટરને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ લઈ જનાર અજય નવીનચંદ્ર પંચાલ(ભરૂચ જિલ્લા સેક્રેટરી)




1)50 મીટર રાઇફલ પ્રોન પોઝિશન (NR) માસ્ટર મેન વ્યક્તિગત -1 સિલ્વર મેડલ

ખુશી ભરત ચુડાસમા(પારુલ યુનિવર્સિટી)

1)50 મીટર રાઇફલ પ્રોન પોઝિશન (ISSF) જુનિયર મહિલા-1 ગોલ્ડ

2)50 મીટર રાઇફલ પ્રોન પોઝિશન (ISSF) મહિલા વ્યક્તિગત-1 સિલ્વર

3)50 મીટર રાઇફલ થ્રી પોઝિશન (ISSF) જુનિયર વ્યક્તિગત -1 સિલ્વર


ધનવીર હિરેન રાઠોડ

1)50 મીટર થ્રી પોઝિશન જુનિયર મેન (ISSF) વ્યક્તિગત -1 ગોલ્ડ

2)50 મીટર રાઇફલ પ્રોન પોઝિશન (NR) જુનિયર પુરુષો વ્યક્તિગત-1 ગોલ્ડ

3)50 મીટર રાઇફલ પ્રોન પોઝિશન (NR) પુરુષો વ્યક્તિગત -1 ગોલ્ડ


સોમ રાજેન્દ્ર વિસાવડીયા

1) 10 મીટર એર રાઇફલ  મેન વ્યક્તિગત (ISSF)-1 બ્રોન્ઝ

2)50 મીટર થ્રી પોઝિશન જુનિયર (NR) મેન વ્યક્તિગત -1 બ્રોન્ઝ

3)50 મીટર થ્રી પોઝિશન (NR) મેન વ્યક્તિગત-1 બ્રોન્ઝ


અદિતિ રાજેશ્વરી આનંદ સ્વરૂપ(પોદ્દર ઇન્ટરનેશનલ સ્કૂલ)

1) 10 મીટર એર રાઈફલ (ISSF) પેટા યુવા મહિલા વ્યક્તિગત 1- સિલ્વર

2)50 મીટર ઓપન સાઈટ રાઈફલ પ્રોન પોઝિશન જુનિયર મહિલા વ્યક્તિગત -1 ગોલ્ડ

3)50 મીટર ઓપન સાઈટ રાઈફલ થ્રી પોઝિશન જુનિયર મહિલા વ્યક્તિગત -1 ગોલ્ડ


સુનિતાબેન વસાવા(ભરૂચ પોલીસ)

1)50 મીટર રાઈફલ ઓપન સાઈટ રાઈફલ પ્રોન પોઝીશન મહિલા વ્યક્તિગત (NR)-1 સિલ્વર

2)50 મીટર રાઈફલ ઓપન સાઈટ રાઈફલ થ્રી પોઝિશન મહિલા વ્યક્તિગત (NR)-1 ગોલ્ડ

3)10 મીટર ઓપન સાઈટ રાઈફલ મહિલા -1 સિલ્વર


અગમ આદિત્ય આનંદ સ્વરૂપ

1) 10 મીટર એર પિસ્તોલ (NR) જુનિયર મેન્સ ટીમ -1 ગોલ્ડ


સિદ્ધાર્થ વિપુલકુમાર પટેલ(નર્મદા કોલેજ)

1) 10 મીટર એર પિસ્તોલ (NR) જુનિયર મેન્સ ટીમ -1 ગોલ્ડ


રૂદ્ર કાપડિયા(પારુલ યુનિવર્સિટી)

1) 10 મીટર એર પિસ્તોલ (NR) જુનિયર મેન્સ ટીમ -1 ગોલ્ડ


પ્રણવ જોશી

1) 10 મીટર એર રાઇફલ સિનિયર માસ્ટર (NR) પુરુષો વ્યક્તિગત -1 ગોલ્ડ


રૂશિતા એસ.કે સેલવા (દિલ્હી પબલિક સ્કુલ)

1)10 મીટર ઓપન સાઈટ રાઈટ રાઈફલ જુનિયર વિમેન -1 ગોલ્ડ

2)10 મીટર ઓપન સાઈટ રાઈફલ યુથ વુમન -1 સિલ્વર

3)10 મીટર ઓપન સાઈટ રાઈફલ સબ યુથ વુમન -1 સિલ્વર


સુરેશ ભાઈ પરમાર

1)10 મીટર ઓપન સાઈટ રાઈફલ મેન -1 સિલ્વર

વંદન ગાંધી(ક્વીન ઓફ એન્જલ સ્કૂલ)

1)10મી ઓપન સાઈટ રાઈફલ જુનિયર મેન-1 સિલ્વર હાંસલ કર્યા હતા.


તેમજ ભરૂચ જિલ્લાના નિશાનેબાજ વેસ્ટ ઝોન શૂટીંગ પ્રતિયોગીતા માં ૫ રાજ્યો પૈકી ગૂજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ,દીવ, દમણ અને ગોવા વચ્ચે યોજાયેલ પ્રતિયોગિતા માં અવલ આવી ગૂજરાત નું નામ રોશન કરેલ છે.


9મી વેસ્ટ ઝોન શૂટિંગ સ્પર્ધા 2022માં

સોમ વિસાવડિયા ૧)50 મીટર જુનિયર મેન વ્યક્તિગત થ્રી પોઝિશન -1 સિલ્વર મેડલ અને 50 મીટર મેન વ્યક્તિગત થ્રી પોઝિશનમાં 1 સિલ્વર મેડલ મેળવેલ છે. ધનવીર રાઠોડ ૧)50 મીટર પ્રોન પોઝિશન જુનિયર મેન વ્યક્તિગત -1 બ્રોન્ઝ મેડલ ગૂજરાત નું નામ રોશન કરેલ છે.


ભરૂચ જિલ્લા પ્રેસિડેન્ટ અરુણસિંહ રણા અને સેક્રેટરી અજયભાઈ પંચાલ દ્વારા જિલ્લાના શૂટર્સને પ્રશંસા પાઠવી તેમજ સન્માનિત કર્યા હતા. સાથે જ વધુ ને વધુ ભરૂચ જિલ્લામાં નિશાનેબાજો મેડલ્સ લાવે તેવા આશીર્વાદ આપી બિરદાવ્યા છે.

#bhrigubharatsamachar

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર સેન્સ લેવા ભાજપના નિરીક્ષકોની કવાયત તા 27.28 અને 29 ત્રણ દિવસ 5 વિધાનસભા ની સેન્સ પ્રક્રિયા ચાલશે

આજરોજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભાનાની સેન્સ પ્રક્રિયા પુર્ણ 


અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક ઉપર ભાજપના તમામ હોદેદારોની પહેલી પસંદ ઈશ્વરસિંહ પટેલ





અંકલેશ્વર નગર પાલિકાના ભાજપના તમામ સભ્યોએ નિરીક્ષકો સમક્ષ ધારાસભ્ય  ઈશ્વર પટેલને ઇચ્છીએ છીએ એવી ઈચ્છા દર્શાવી 


ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર સેન્સ લેવા ભાજપના નિરીક્ષકો એ કવાયત હાથ ધરી છે ,તા 27 ,28 અને તા  29 સુધી ત્રણ દિવસ 5 વિધાન સભા ની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ,આજરોજ ભરૂચ અને અંકલેશ્વર બેઠકના દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક ઉપર અંકલેશ્વર અને હાંસોટ તાલુકા, અંકલેશ્વર શહેર, અંકલેશ્વર નોટીફાઇડ ના તમામ ભાજપ સંગઠનના હોદ્દેદારો  દ્વારા નિરીક્ષકો સમક્ષ  વર્તમાન ધારાસભ્ય  ઈશ્વરસિંહ પટેલ ને ઇચ્છીએ છીએ તેવી ઈચ્છા દર્શાવી હતી

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર સેન્સ લેવા ભાજપના નિરીક્ષક તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમિષા સુથાર ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા અને ભરૂચ ની રાજપૂત છાત્રાલય ખાતે  ત્રણ દિવસ સુધી જિલ્લા ની 5 વિધાનસભા ની બેઠકો ઉપર ઉમેદવારો માટે ની સેન્સ પ્રક્રિયા ની આજ થી શરૂઆત કરવામાં આવી છે  પ્રથમ દિવસે ભરૂચ અને અંકલેશ્વર વિધાનસભા બેઠક ના દાવેદારો ને સાંભળવા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક ઉપર હાલ માં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ની પસંદગી કરી હતી.

અંકલેશ્વર તાલુકા પંચાયત હાંસોટ તાલુકા પંચાયત,તેમજ વિધાનસભાના જીલ્લા પંચાયત સભ્યો તેમજ અંકલેશ્વર નગરપાલિકાના ભાજપ ના ચૂંટાયેલ તમામ સભ્યો એ  નિરીક્ષક શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમીષાબેન સુથાર સમક્ષ  એક સાથે પત્ર લઈ પહોંચ્યા હતા. આ પત્રમાં અમે સર્વાનુમતે અમારા  ઉમેદવાર તરીકે માજી મંત્રી અને ધારાસભ્ય  ઈશ્વર પટેલને ઇચ્છીએ છીએ.તેમજ અંકલેશ્વર ,શહેર ,તાલુકા ,નોટીફાઈડ હાંસોટ તાલુકાના ભાજપના હોદ્દેદારો દ્વારા નિરીક્ષકોને  સર્વાનુમતે પાઠવેલ પત્ર માં  ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ઉપર પસંદગી ઉતારી  હતી.

#bhrigubharatsamachar

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper