પાનોલી ની સિગ્મા લાઈફ સાયન્સનો માનવીય અભિગમ; મૃતક કર્મચારીની ૪ દીકરીઓના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ કંપની ઉઠાવશે

પાનોલી ની સિગ્મા લાઈફ સાયન્સનો માનવીય અભિગમ; મૃતક કર્મચારીની ૪ દીકરીઓના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ કંપની ઉઠાવશે
=કંપનીએ મૃતકના પરિવારને ₹૨૦ લાખની આર્થિક સહાય જાહેર કરી
અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસી ની સિગ્મા લાઈફ સાયન્સ કંપની એ માનવીય અભિગમ અપનાવી મૃતક કર્મચારીના  પરિવારને ₹૨૦ લાખની આર્થિક સહાય તો જાહેર કરી જ છે, સાથે  તેમની ચાર નાની દીકરીઓના સંપૂર્ણ શિક્ષણનો ખર્ચ પણ કંપની પોતે ઉઠાવશે તેવી મોટી ઘોષણા કરી અન્ય માટે પ્રેરણારૂપ બની છે.

પાનોલી જીઆઇડીસી માં આવેલ  સિગ્મા લાઈફ સાયન્સ કંપનીમાં ફરજ બજાવતા છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકાના જેર ગામ ના 34 વર્ષીય  કર્મચારી પ્રશાંત રાઠવાના રહસ્યમય મૃત્યુ બાદ સર્જાયેલી ગમગીની વચ્ચે, કંપની મેનેજમેન્ટે એક અત્યંત સંવેદનશીલ અને ઉમદા નિર્ણય લીધો છે. કંપનીએ મૃતકના પરિવારને ₹૨૦ લાખની આર્થિક સહાય તો જાહેર કરી જ છે, સાથે સાથે તેમની ચાર નાની દીકરીઓના સંપૂર્ણ શિક્ષણનો ખર્ચ પણ કંપની પોતે ઉઠાવશે તેવી મોટી ઘોષણા કરી છે.પ્રશાંત રાઠવાના મૃત્યુના સમાચાર મળતાં જ, જેર ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તુરંત સક્રિય બની  સરપંચ અને ગ્રામજનો કંપનીના માલિક નટવર ડી. પટેલ સમક્ષ પહોંચ્યા હતા અને પરિવારની સ્થિતિ અંગે રજૂઆત કરી હતી.
પ્રશાંતભાઈના અચાનક અવસાનથી તેમના પરિવાર અને ચાર દીકરીઓની છત્રછાયા છીનવાઈ ગઈ હતી. ગ્રામજનોની મુખ્ય માગણી એ હતી કે દીકરીઓને સારું ભવિષ્ય અને શિક્ષણ મળે.ગ્રામજનોની આ લાગણીસભર રજૂઆત અને પ્રશાંતભાઈના પરિવારની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, સિગ્મા લાઈફ સાયન્સ કંપનીના માલિક નટવર ડી. પટેલે માનવીય અભિગમ અપનાવ્યો. તેમણે તાત્કાલિક અસરથી મૃતકના પરિવારને ₹૨૦ લાખની આર્થિક સહાય ની જાહેરાત કરી. આ ઉપરાંત, તેમણે આ ચારેય દીકરીઓના પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીનો તમામ ખર્ચ અને તેમની જરૂરિયાતો કંપની ભોગવશે તેવી ખાતરી આપીને એક મોટો બોજ ઉતારી દીધો.છે કંપનીના આ નિર્ણયથી શોકગ્રસ્ત પરિવારને મોટી હૂંફ મળી છે.કંપની મેનેજમેન્ટના આ ઉમદા નિર્ણયથી છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેર ગામના વતનીઓમાં સંતોષની લાગણી ફેલાઈ છે.

અંકલેશ્વરની અમન માર્કેટ માં એચ.કે ટ્રેડર્સ નામ ના પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વરની  અમન માર્કેટ માં એચ.કે ટ્રેડર્સ નામ ના  પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ચાર જેટલા ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટના માં કોઈ જાનહાની થવા પામી  હતી .

અંકલેશ્વર પાસે ના નેશનલ હાઇવે ની બાજુ માં આવેલ અમન સ્ક્રેપ માર્કેટ માં એચ કે ટ્રેડર્સ નામના પ્લાસ્ટિક ના ગોડાઉન માં કોઈક કારણોસર આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી પ્લાસ્ટિક નો વેસ્ટ જથ્થો હોવાના કારણે આગ વધુ વિકરાળ બનતા 5 કિલોમીટર સુધી આગ ના કાળા ધુમાડા દેખાયા હતા આગ ની જાણ થતા અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગ ના ચાર જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાયટરો દોડી આવ્યા હતા ,અને પાણી નો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટના ના પગલે બી ડિવિઝન પોલીસનો  કાફલો દોડી આવ્યો હતો ,આ આગ ની ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી

અંકલેશ્વર તાલુકા કોઓપરેટીવ . પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા રાહત દરે ફટાકડા વેચાણ ના સ્ટોલનું ઉધ્ઘાટન કરાયું

અંકલેશ્વર તાલુકા કોઓપરેટીવ . પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા રાહત દરે ફટાકડા વેચાણ ના સ્ટોલનું ઉધ્ઘાટન કરાયું

=પંડવાઈ સુગર ના વાઇસ ચેરમેન અને તાલુકા પંચાયત ના સભ્ય અરવિંદ પટેલ ના હસ્તે સ્ટોલ ને ખુલ્લો મુકાયો

 અંકલેશ્વર તાલુકા કોઓપરેટીવ . પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા રાહત દરે નહીં નફો નહીં નુકશાન ના ધોરણે ફટાકડા વેચાણ ના સ્ટોલનું પંડવાઈ સુગર ના વાઇસ ચેરમેન અને તાલુકા પંચાયત ના સભ્ય અરવિંદ પટેલ ના હસ્તે ઉદ્ઘાટન કરી ફટાકડા સ્ટોલ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો


ધી અંકલેશ્વર તાલુકા કો.ઑ. પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા છેલ્લા દસ વર્ષ થી ફટાકડા તથા જીવન જરૂરિયાતની ચીજોનું રાહત દરે  વેચાણ કરવા માં આવે છે. ત્યારે ત્રણ રસ્તા એપીએમસી ની બાજુ માં આવેલ  એ.ડી. દેશાઈ પાર્ટી પ્લોટ ખાતે રાહત દરે ફટાકડા સ્ટોલનું  તાલુકા પંચાયત ના સભ્ય અને  પંડાવાઇ સુગરના વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલ તથા સહકારી આગેવાન કરશનભાઈ પટેલ ના હસ્તે ઉદ્ઘાટન કરી સ્ટોલ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અંકલેશ્વર ખરીદ વેચાણ સંઘ દ્વારા સતત 10  વર્ષ થી રાહત દરે નહીં નફો નહીં નુકશાન ના ધોરણે ફટાકડા સ્ટોલ નું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમ માં  અંકલેશ્વર તાલુકા કોઓપરેટીવ . પરચેઝ એન્ડ સેલ યુનિયન ના ચેરમેન ભરત પંડ્યા, એપીએમસી ના ચેરમેન મુકેશભાઇ પટેલ, ,વાઇસ ચેરમેન  અજીતભાઈ પટેલ, તાલુકા ભાજપ ના પૂર્વ પ્રમુખ નિતેન્દ્રસિંહ દેવધરા, મેનેજર શબ્બીર પટેલ સહિતના સભાસદો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

અંકલેશ્વર ભાજપ દ્વારા "પ્રબુદ્ધ સંમેલન" નું આયોજન કરવામાં આવ્યું

અંકલેશ્વર ભાજપ  દ્વારા  "પ્રબુદ્ધ સંમેલન" નું આયોજન કરવામાં આવ્યું
=ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ,અને સુરત મહાનગરપાલિકા ના પૂર્વ સભ્ય બાબુભાઇ જીરાવાલા ઉપસ્થિત રહ્યા 
=પ્રબુદ્ધ સંમેલનમાં પ્રબુદ્ધજનોને જીએસટી ની જાણકારી આપવામાં આવી
ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર વિધાનસભા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે જીએસટી સુધારાની ઉજવણીના ભાગરૂપે "પ્રબુદ્ધ સંમેલન" નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ,અને સુરત મહાનગરપાલિકા ના પૂર્વ સભ્ય બાબુભાઇ જીરાવાલા ઉપસ્થિત રહ્યા હતા 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાં માર્ગદર્શન હેઠળ થયેલા જીએસટી સુધારાની ઉજવણી અંતગર્ત ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર વિધાનસભા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ,અને સુરત મહાનગરપાલિકા ના પૂર્વ સભ્ય બાબુભાઇ જીરાવાલા ની અધ્યક્ષતા હેઠળ "પ્રબુદ્ધ સંમેલન" નું આયોજન કરવામાં આવ્યું  હતું જેમાં મોટી સંખ્યામાં  પ્રબુદ્ધજનોને હાજર રહ્યા હતા આ ,પ્રબુદ્ધ સંમેલનમા ઉપસ્થિત પ્રબુદ્ધજનોને જીએસટી અંગેની વિશેષ જાણકારી આપવામાં આવી હતી ,આ પ્રસન્ગે જિલ્લા કોષાધ્યક્ષ જગદીશ શાહ ,શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,નોટીફાઈડ એરિયા ના પ્રમુખ જય તેરૈયા ,તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ ,સહીત ભાજપ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

અંકલેશ્વર ની નોબલ માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નિકળી

અંકલેશ્વર ની નોબલ માર્કેટમાં  સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નિકળી
=આગના આકાશી દ્રશ્યો સામે આવ્યા
=, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો.
=સદનસીબે કોઈ જાનહાની નહીં.
અંકલેશ્વર નજીક હાઇવે ને અડીને આવેલા નોબલ સ્ક્રેપ માર્કેટમાં આવેલા એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી.ત્રણ જેટલા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

અંકલેશ્વર નજીકનાં સ્ક્રેપ માર્કેટમાં અવાર નવાર આગ ફાટી નીકળવાનો સિલસિલો અકબંધ રહ્યો છે. ગતરોજ મોડી રાત્રે નોબલ સ્ક્રેપ માર્કેટમાં આવેલા વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી.આગને પગલે ગોડાઉનની નજીક જ આવેલ ભડકોદ્રા ગ્રામ પંચાયતની વેસ્ટ મેનેજમેન્ટ સાઈડમાં એકત્ર થયેલો કચરો પણ સળગી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી.

આ આગ અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરોની ત્રણ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગને નિયત્રંણમાં લીધી હતી. આગની ઘટનામાં ગોડાઉનમાં ભરેલ તમામ વેસ્ટ પ્લાસ્ટિક કચરો બળીને ખાખ થઇ ગયો હતો.સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

અંકલેશ્વર માં માહ્યાવંશી સુરક્ષા મંચ દ્વારા તેજસ્વી તારલાઓ ના સન્માન સમારોહ નું આયોજન કરાયું

અંકલેશ્વર માં માહ્યાવંશી સુરક્ષા મંચ દ્વારા તેજસ્વી તારલાઓ ના સન્માન સમારોહ નું આયોજન કરાયું

=શિક્ષણ માં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળનાર સમાજ ના તારલાઓનું સન્માન કરાયુ

અંકલેશ્વર ના રમણ મુળજી વાડી  ખાતે ભરૂચ જિલ્લા માહ્યાવંશી સુરક્ષા મંચ દ્વારા સમાજ ના તેજસ્વી તારલાઓ ના સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું .આ સમારોહ માં સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ જિલ્લા માહ્યાવંશી સુરક્ષા મંચ દ્વારા અંકલેશ્વર હાંસોટ તાલુકા ના સમાજ ના શિક્ષણ માં વિવિધ ક્ષેત્ર માં સિદ્ધિ મેળનાર  તેજસ્વી તારલાઓનું ભરૂચીનાકા પાસે આવેલ રમણ મુળજી વાડી  ખાતે સન્માન સમારોહ નું આયોજન  કરવામાં આવ્યું હતું ,આ સમારોહ માં જિલ્લા માહ્યાવંશી સુરક્ષા મંચ ના પ્રમુખ ઉપેન્દ્રભાઈ પરમાર ,ડોકટર ભારતીબેન કંથારીયા,,નિવૃત મામલતદાર ભગુભાઈ પરમાર .ફોરેસ્ટર ઓફિસર ,દિપીકાબેન પરમાર ,નાયબ મામલતદાર નરેન્દ્ર પરમાર સહીત ના સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ,અને સમાજ ના તેજસ્વી તારલાઓ ને ટ્રોફી ,સન્માનપત્ર .અને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા .આ પ્રસંગે નિવૃત આચાર્ય પ્રકાશ પરમાર ,શૈલેષ સોદાગર .મંજુલાબેન સુરતી ,પરેશ મહેતા સહીત ના આગેવાનો અને તેજસ્વી તારલાઓ ઉપસ્થિત રહ્યા હતા

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત 2 કરોડ ના કામો નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત 2 કરોડ ના કામો નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ

=શહેર ના વિવિધ વિસ્તારો માં 2.20 કરોડ ના ખર્ચે આરસીસી ,અને પેવર બ્લોક ના કામો નું ખાતમુહૂર્ત કરાયું  

=પીએમ સ્વનિધિ યોજના હેઠળ બે લાભાર્થી ને ચેક નું વિતરણ કરાયું


અંકલેશ્વર નગર પાલિકા દ્વારા  વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે શારદા ભવન ટાઉન હોલ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત શહેર ના વિવિધ વિસ્તારો માં આરસીસી અને પેવર બ્લોકના રૂ.2 .20 કરોડ ના કામો નું ધારાસભ્ય  ઈશ્વરસિંહ પટેલ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં તા. 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતની સંકલ્પ સિદ્ધિ અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી પહોંચાડવાનો છે.ત્યારે વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બે દિવસીય  વિવિધ કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે .પાલિકા દ્વારા આજરોજ  વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ ખાતમુહૂર્ત કાર્યક્મ યોજાયો હતો ,જેમાં નગરપાલિકા ના વિવિધ વિસ્તારો માં રૂપિયા 2 કરોડ 20 લાખ ના ખર્ચે આરસીસી અને પેવર બ્લોક ના કામો નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ,આ કાર્ય્રકમ માં પીએમ સ્વનિધિ યોજના હેઠળ બે મહિલાઓ ને ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમ માં નગરપાલિકા ના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત ,ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ ,કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ,ચીફ ઓફિસર કેશવ કોલડિયા ,તેમજ પાલિકા ના સભ્યો અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહીત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા .

અંકલેશ્વર માં પરિણીત મહિલાઓ ત પતિના લાંબા આયુષ્ય માટે કડવા ચોથ વ્રત

અંકલેશ્વર માં  પરિણીત મહિલાઓ ત પતિના લાંબા આયુષ્ય માટે કડવા ચોથ વ્રત ની શ્રધ્ધાભેર ઉજવણી કરી
=પતિના દીર્ઘાયુષ્ય માટે કરાતું વ્રત એટલે કડવા ચોથ.
અંકલેશ્શ્વર માં સૌભાગ્ય વતી મહિલાઓ એ પતિ ના લાંબા આયુષ્ય માટે કડવા ચોથ વ્રત ની શ્રધ્ધાભેર ઉજવણી કરી હતી મહિલાઓ રાત્રે ચંદ્રના દર્શન કર્યા પછી જ કરવા ચોથનું વ્રતના પારણા કર્યા હતા.

હિંદુ તહેવારોમાં કડવા  ચોથનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી વ્રત રાખે છે.  મહિલાઓ રાત્રે ચંદ્રના દર્શન કર્યા પછી જ કડવા ચોથ ના વ્રતના પારણા કરે છે.. રાત્રે ચંદ્રમાનાં દર્શન બાદ ચંદ્રની પૂજા કરી કંકુ, ચોખા, દીવો કરી જળ અર્પણ કર્યા બાદ વિવાહિત સ્ત્રીઓ પતિના હાથે પાણી ગ્રહણ કરે છે. ત્યાર બાદ આ વ્રત સંપૂર્ણ થાય છે. ત્યાર બાદ  ભોજન ગ્રહણ કરે છે.ત્યારે અંકલેશ્વર માં પરણિત મહિલાઓ એ કડવા ચોથ વ્રત ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી પોતાના પતિ ના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રથા કરી હતી

અંકલેશ્વર જીઆઇડીસી માં ચાણક્ય વિદ્યાલય ખાતે બિઝનેશ મેનેજમેન્ટ ઇવેન્ટ નું આયોજન કરાયું

અંકલેશ્વર જીઆઇડીસી માં ચાણક્ય વિદ્યાલય ખાતે બિઝનેશ મેનેજમેન્ટ ઇવેન્ટ નું આયોજન કરાયું

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય ખાતે  બિઝનેશ મેનેજમેન્ટ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોમર્સનાં ધોરણ 11 અને 12 નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતે આવેલ ચાણક્ય વિદ્યાલયમાં કોમર્સનાં ધોરણ 11 અને 12 નાં વિદ્યાર્થીઓ બિઝનેશ સંબંધિત પ્રેક્ટિકલ જ્ઞાન અને અનુભવ પૂરો પાડી જેના દ્વારા વિદ્યાર્થીઓમાં જૂથભાવના, નેતૃત્વ શક્તિ, આયોજન, દોરવણી, આત્મવિશ્વાસ જેવા ગુણો ખિલવવાના મુખ્ય ઉદ્દેશ સાથે   બિઝનેશ મેનેજમેન્ટ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું  શાળાનાં પટાંગણમાં કુલ 42 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા  જેમાં વિવિધ ખાણીપીણીના 40 સ્ટોલ, બૅન્કિંગ લૉન ડીપાર્ટમેન્ટનો એક સ્ટોલ તથા મેડિકલ નો એક સ્ટોલ નો સમાવેશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે  શાળાનાં ટ્રસ્ટી મહેશ પટેલ , ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સનાં ચેરમેન દીપેશ ભાઈ  શાળાનાં સંચાલક રસિલાબેન ,, શાળાનાં આચાર્ય  સુવર્ણાબેન  સાયન્સ ફેકલ્ટીનાં  હિતેશ ભાઈ અને કોમર્સ ફેકલ્ટીના નીરવભાઈ ઉપસ્થિત રહ્યા હતા  આ ઇવેન્ટ માં કોમર્સનાં ધોરણ 11 અને 12 નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો

અંકલેશ્વર જીઆઇડીસી ના ગણેશ સ્કવેરમાં એક કપડાની દુકાનમાં આગ,લાગી

અંકલેશ્વર જીઆઇડીસી ના ગણેશ સ્કવેરમાં એક કપડાની દુકાનમાં આગ,લાગી
= 4 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો
=સંપૂર્ણ દુકાન આગમાં બળીને ખાક
અંકલેશ્વર જીઆઇડીસીમાં ગણેશ સ્કેવરમાં આવેલ  જય અંબે કલેક્શન નામની કપડાની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.4  જેટલા ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ગણેશ સ્કવેરમાં કપડાની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જય અંબે કલેક્શન નામની કપડાની દુકાનમાં લાગેલ આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા.આ અંગેની જાણ થતા જ અંકલેશ્વર ડીપીએમસીના ચાર જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ સંપૂર્ણ દુકાન આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી.

અંકલેશ્વર ની યોગી એસ્ટેટ માં ખુશ્બૂ ડાઇ કેમ ના ગોડાઉન માંથી અનધિકૃત જ્વલનશીલ કેમિકલ નો જથ્થો ઝડપી પાડતી એલસીબી

અંકલેશ્વર ની યોગી એસ્ટેટ માં ખુશ્બૂ ડાઇ કેમ ના  ગોડાઉન માંથી અનધિકૃત જ્વલનશીલ કેમિકલ નો જથ્થો ઝડપી પાડતી એલસીબી

=ભરૂચ એલસીબી પોલીસે એક ઈસમ ની ધરપકડ કરી ,કંપની ના માલીક દંપતી વોન્ટેડ
=એલસીબી પોલીસે કેમિકલ નો જથ્થો ,ટેન્કર અને બેરલો મળી કુલ રૂપિયા 54.52 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો

=ટેન્કરો માંથી કેમિકલ નો જથ્થો કાઢવામાં આવી રહ્યો હતો

અંકલેશ્વર ના જીતાલી ગામ નજીક  યોગી એસ્ટેટ માં આવેલ ખુશ્બુ ડાઇકેમ ના ગોડાઉન માંથી ભરૂચ એલસીબી ની ટીમે અનધિકૃત જ્વલનશીલ કેમિકલ નો જથ્થો ઝડપી પાડી  સંચાલક ની ધરપકડ કરી હતી ,અને કંપની ના માલીક દંપતી ને વોન્ટેડ જાહેર કરી કેમિકલ નો જથ્થો ,એક ટેન્કર અને બેરલો મળી કુલ રૂપિયા 54.52 લાખ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરુ કરી છે 

ભરૂચ એલસીબી ની ટિમ અંકલેશ્વર વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન  જીતાલી ગામ નજીક આવેલ યોગી એસ્ટેટ માં ખુશ્બુ ડાઇકેમ કંપની ના ગોડાઉન માં અનધિકૃત અતિ જ્વલનશીલ કેમિકલ નો જથ્થો હોવાનું અને એક ટેન્કર માંથી કેમિકલ પાઇપ વડે બેરલો ભરી ગોડાઉન માં સ્ટોરેજ કરવાની પ્રવૃત્તિ ચાલુ હોવાની માહિતી મળી હતી ,જે મળેલી માહિતી ના આધારે એલસીબી ની ટીમે રેડ કરતા ગોડાઉન બહાર ટેન્કર માંથી પાઇપ વડે બેરલો ભરતા  કંપની નું સંચાલન કરતા ભડકોદ્રા ગામ ની આદિત્યનગર માં રહેતા અક્ષય નટવર પરમાર અને મહેન્દ્ર વસાવા ને ઝડપી લીધા હતા ,પોલીસે ગોડાઉન માં તપાસ કરતા બેરલો મળી આવ્યા હતા ,કંપની ના સંચાલક અક્ષય પરમાર ને બેરલો માં ભરેલ કેમિકલ અંગે પૂછપરછ કરતા ટોલવીન ,આઈપીએ ,એસીટોન ,ઇથાઇલ એસીટેટ અને ફોર્મલ્ડી હાઇડ નામના કેમિકલ ભરેલા હોવાનું જણાવ્યું હતું .પોલીસે તેની પાસે લાયસન્સ ,ફાયર સેફટી તેમજ જ્વલનશીલ સ્ટોર કરવા પુરવઠા વિભાગ નું લાયસન્સ રજુ કરવા જણાવતા તેણે કોઈ પણ પ્રકાર ના લાયસન્સ ન હોવાનું જણાવ્યું હતું,પોલીસે આ કેમિકલ અંગે એફએસએલ ની મદદ લેતા ફોર્મલ્ડી હાઇડ કેમિકલ સિવાય ના સ્ટોર કરેલ તમામ કેમિકલ અતિ જ્વલનશીલ હોવાનું જણાવ્યું હતું .પોલીસે અક્ષય પરમાર ની વધુ પૂછપરછ કરતા  મુંબઈ ખાતે રહેતા અશોક મણિલાલ ડંડ અને ઉર્મિલાબેન અશોકભાઈ ડંડ કંપની ના માલીક હોવાનું જણાવ્યું હતું અને ગોડાઉન પર અલગ અલગ ટેન્કરો માંથી કેમિકલ ના બેરલો ભરી .સ્ટોરેજ કરી કંપની માલીક ના જણાવ્યા મુજબ અલગ અલગ કંપનીઓ માં મોકલી આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું પોલીસે 298 નંગ બેરલો માં તેમજ ટેન્કર માં રહેલ 50 હજાર લીટર કેમિકલ કિંમત રૂપિયા 33 લાખ 32 હજાર તેમજ 1 લાખ 15 હજારના 144 નંગ ખાલી બેરલો તથા 20 લાખ નું ટેન્કર અને અન્ય સાધન મળી કુલ રૂપિયા 54 લાખ 52 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કંપની માલીક  અશોક ડંડ અને ઉર્મિલાબેન  ડંડ  વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથક માં ફરિયાદ દર્જ કરાવી હતી

હાંસોટ ના સુણેવખુર્દ ગામે નવરાત્રી નિમિતે માઁ અંબા ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

હાંસોટ ના સુણેવખુર્દ ગામે  નવરાત્રી નિમિતે માઁ અંબા ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી





નવજાગૃતિ યુવક મંડળ દ્વારા સુરત થી માઁ આદ્યશક્તિ નું મૂર્તિ લાવતા વાજતે ગાજતે શોભા યાત્રા કાઢવામાં આવી

=ગામ માં માતાજી નું આગમન થતા સમગ્ર ગામ માઁ આદ્યશક્તિ ની ભક્તિ માં લીન બન્યું

હાંસોટ તાલુકા ના સુણેવખુર્દ ગામ ના નવજાગૃતિ યુવક મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ નિમિતે સુરત થી માઁ આદ્યશક્તિ ની મૂર્તિ નું ગામ માં આગમન થતા ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી .માતાજી નું આગમન થતા સમગ્ર ગામ માઁ આદ્યશક્તિ ની ભક્તિ માં લીન બન્યું હતું.


હાંસોટ ના સુણેવખુર્દ ગામ ના નવજાગૃતિ યુવક મંડળ દર વર્ષે નવલા નોરતા નું ભવ્ય આયોજન કરે છે ત્યારે નવરાત્રી ના આગમન ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુણેવખુર્દ ગામ માં નવરાત્રી મહોત્સવ ની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.અને નવજાગૃતિ યુવક મંડળ દ્વારા સુરત ખાતે થી માઁ આદ્યશક્તિ ની મૂર્તિ ગામ ખાતે લાવતા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ,માતાજી નું ગામ માં આગમન થતા ગ્રામજનો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.અને ગામ માં  માતાજી ની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.અને સમગ્ર ગામ માઁ આદ્યશક્તિ ની ભક્તિ માં લીન બન્યું હતું ,આ શોભાયાત્રા મંદિર પાસે ગરબા ચોક ખાતે આવી હતી અને પંડાલ માં માતાજી ને પ્રસ્થાપિત કરી આરતી ઉતારી ગરબે ઘૂમ્યા હતા

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper