અંકલેશ્વર ભાજપ દ્વારા "પ્રબુદ્ધ સંમેલન" નું આયોજન કરવામાં આવ્યું
=ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ,અને સુરત મહાનગરપાલિકા ના પૂર્વ સભ્ય બાબુભાઇ જીરાવાલા ઉપસ્થિત રહ્યા
=પ્રબુદ્ધ સંમેલનમાં પ્રબુદ્ધજનોને જીએસટી ની જાણકારી આપવામાં આવી
ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર વિધાનસભા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે જીએસટી સુધારાની ઉજવણીના ભાગરૂપે "પ્રબુદ્ધ સંમેલન" નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ,અને સુરત મહાનગરપાલિકા ના પૂર્વ સભ્ય બાબુભાઇ જીરાવાલા ઉપસ્થિત રહ્યા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાં માર્ગદર્શન હેઠળ થયેલા જીએસટી સુધારાની ઉજવણી અંતગર્ત ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર વિધાનસભા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ,અને સુરત મહાનગરપાલિકા ના પૂર્વ સભ્ય બાબુભાઇ જીરાવાલા ની અધ્યક્ષતા હેઠળ "પ્રબુદ્ધ સંમેલન" નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનોને હાજર રહ્યા હતા આ ,પ્રબુદ્ધ સંમેલનમા ઉપસ્થિત પ્રબુદ્ધજનોને જીએસટી અંગેની વિશેષ જાણકારી આપવામાં આવી હતી ,આ પ્રસન્ગે જિલ્લા કોષાધ્યક્ષ જગદીશ શાહ ,શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,નોટીફાઈડ એરિયા ના પ્રમુખ જય તેરૈયા ,તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ ,સહીત ભાજપ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા