અંકલેશ્વર જીઆઇડીસી માં ચાણક્ય વિદ્યાલય ખાતે બિઝનેશ મેનેજમેન્ટ ઇવેન્ટ નું આયોજન કરાયું
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય ખાતે બિઝનેશ મેનેજમેન્ટ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોમર્સનાં ધોરણ 11 અને 12 નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતે આવેલ ચાણક્ય વિદ્યાલયમાં કોમર્સનાં ધોરણ 11 અને 12 નાં વિદ્યાર્થીઓ બિઝનેશ સંબંધિત પ્રેક્ટિકલ જ્ઞાન અને અનુભવ પૂરો પાડી જેના દ્વારા વિદ્યાર્થીઓમાં જૂથભાવના, નેતૃત્વ શક્તિ, આયોજન, દોરવણી, આત્મવિશ્વાસ જેવા ગુણો ખિલવવાના મુખ્ય ઉદ્દેશ સાથે બિઝનેશ મેનેજમેન્ટ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું શાળાનાં પટાંગણમાં કુલ 42 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ ખાણીપીણીના 40 સ્ટોલ, બૅન્કિંગ લૉન ડીપાર્ટમેન્ટનો એક સ્ટોલ તથા મેડિકલ નો એક સ્ટોલ નો સમાવેશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાનાં ટ્રસ્ટી મહેશ પટેલ , ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સનાં ચેરમેન દીપેશ ભાઈ શાળાનાં સંચાલક રસિલાબેન ,, શાળાનાં આચાર્ય સુવર્ણાબેન સાયન્સ ફેકલ્ટીનાં હિતેશ ભાઈ અને કોમર્સ ફેકલ્ટીના નીરવભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ ઇવેન્ટ માં કોમર્સનાં ધોરણ 11 અને 12 નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો