આગામી ૦૧ નવેમ્બર પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન શક્તિનાથ, ભરૂચ ખાતે રાજ્યપાલશ્રી દેવવ્રતની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ યોજાશે

  • પ્રાકૃતિક કૃષિ પેદાશોના સૂડોલની મુલાકાત લઈ ખેડૂતની આત્મનિર્ભરતામાં સહયોગી બનવા વહીવટીતંત્ર દ્વારા અપિલ કરાઈ.
  • ભરૂચ ખાતે ભરૂચ જિલ્લાના ખેડૂતોને રાજ્યપાલશ્રી દેવવ્રતની વર્ચુઅલ ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિના પાઠ ભણાવવામાં આવશે.

વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના ઉપયોગને કારણે ગુજરાત સહીત સમગ્ર વિશ્વમાં પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો જોવા મળી છે. વિશ્વ સામે જળવાયુ પરીવર્તનની મોટી સમસ્યા પેદા થઈ છે. પર્યાવરણ પર વિપરીત પરીસ્થિતિને કારણે જીવ સૃષ્ટિ પર તેના ખરાબ પરીણામો જોવા મળ્યા છે જેના ભાગ રૂપે સમગ્ર દેશમાં રાસાયણીક ખાતર તથા જંતુનાશક દવા મુક્ત ખેતી કરી, ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતનું આર્થિક ઉપાર્જન વધે તે માટે પ્રધાનમંત્રીશ્રી અમદાવાદ ખાતે યોજાયેલા પંચાયત મહાસંમેલનમાં ૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે રાજ્યના તમામ ગામોમાં ૭૫ ખેડુતો પ્રાકૃતિક કૃષિ આપનાવે તે બાબતે આહવાન કરેલ. ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી છેલ્લા ત્રણ વર્ષથી રાજયમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે વટીતંત્રને પણ દિશાસૂચન કરેલ છે.

પ્રધાનમંત્રીશ્રીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સિધ્ધ કરવા તેમજ ભરૂચ જીલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિ નો વ્યાપ વધે તે માટે રાજયપાલશ્રી તારીખ ૧ નવેમ્બર, મંગળવારના રોજ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન, શક્તિનાથ, ભરૂચ ખાતે ૧૦૦૦ કરતા વધુ પ્રગતીશીલ ખેડુતો સાથે વર્ચુઅલ પરીસંવાદ કરશે અને કોઇ પણ પ્રકારના ઇનપુટ બજારમાં ખરીદ્યા સિવાય માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ખેડુત ૩૦ એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઇ રીતે ફરી શકે અને તેના લાભાલાભ અને ખેતી પધ્ધિત બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપશે. આ સિવાય રાજયપાલશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા પ્રાકૃતિક કૃષિ અભિયાનને વ્યાપક બનાવવા, જીલ્લાના ખેડુતો પણ પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં વિશિષ્ટ યોગદાન આપી અને તે તરફ વળી આર્થિક રીતે સધ્ધર બને તેવા ઉંમદા હેતુથી ભરૂચ જીલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા સફળ ખેડુતોની સફળગાથા બુકનું વિમોચન કરવામાં આવશે.

જીલ્લાના ખેડુતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે અને ઝીરો બજેટ ખેત પધ્ધતિ થકી ખેતી ખર્ચમાં ઘટાડો કરી નફાશકિતમાં વધારો થાય તે હેતુસર તમામ ખેડુતોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવવા સમગ્ર વહીવટીતંત્ર દ્વારા તમામ ખેડુતોને અનુરોધ કરવામાં આવે છે. 

#bhrigubharatsamachar

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper