ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારો વચ્ચે જ ભાજપ દ્વારા ઉમેઘ્વારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે.
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જંબુસર વિધાનસભા બેઠક પર 8 થી વધુ આગેવાનોએ બાયોડેટા નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા..
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારો વચ્ચે જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે ભાજપના નિરીક્ષક ભુપેન્દ્રસિંહ ચુડાસામાં,શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમિષા સુથાર દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જંબુસર બેઠક પર 8 થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.
જેમાં પુર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી,પુર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, સ્વામી નારાયણ મંદિરના મહંત ડી.કે સ્વામી, વિલાસબેન રાજ, કૃપા દોશી, બળવંત પઢિયાર, વિરલ મોરી, સંજયભાઈ સિન્ધાએ પોતાના બાયોડેટા નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા હોવાની માહિતી મળી રહી છે ત્યારે મોવડી મંડળ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે એ જોવાનું રહેશે..
#bhrigubharatsamachar
