અંકલેશ્વર વિધાનસભા માં ચૂંટણી ફરજમાં રોકાયેલ મહિલા કર્મચારીઓ એ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન.કર્યું
=ચૂંટણી ફરજ માં રોકાયેલ 501 મહિલા અધિકારી ઓ ને તાલીમ આપવામાં આવી
=મામલતદાર સહીત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ચૂંટણી ફરજમાં રોકાયેલ મહિલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા ઉભી કરવામાં આવી હતી.ત્યારે 154 અંકલેશ્વર વિધાનસભા મત વિભાગ માં ચૂંટણી ફરજ માં રોકાયેલ મહિલા મતદાન અધિકારીઓ ને તાલીમ ની સાથે પોસ્ટલ બેલેટ પેપર થી મતદાન કર્યું હતું
આગામી તા. 1 ડિસેમ્બર ના રોજ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને પહેલા તબક્કા નું મતદાન યોજાનાર છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી ફરજ માં રોકાયેલ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ પેપર વડે મતદાન ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ,ત્યારે અંકલેશ્વર વિધાનસભા વિભાગ માં ચૂંટણી માં ફરજ બજાવતી 501 મહિલા મતદાન અધિકારી ને અંકલેશ્વર તાલુકા ચૂંટણી વિભાગ દ્વારા દિવા રોડ ઉપર આવેલ એસવીએમ હાઈસ્કૂલ ખાતે ચૂંટણી લક્ષી તાલીમ આપવામાં આવી હતી બાદ આ સ્કૂલ ખાતે ઉભા કરવામાં આવેલ પોસ્ટલ બેલેટ મતદાન બુથ ખાતે મહિલા મતદાન અધિકારી ઓ બેલેટ પેપર દ્વારા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.આ પ્રસંગે અંકલેશ્વર ના મામલતદાર કરણસિંહ રાજપૂત સહીત ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા






