=ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ રેલી માં જોડાયા
=ભાજપ ની વિશાળ રેલી શહેર ના વિવિધ વિસ્તારો માં ફરી
અંકલેશ્વર વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ રાજસ્થાની સમાજ અને શહેર ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ વાહન રેલી યોજાય હતી આ રેલી સરગમ કોમ્પ્લેક્સ ખાતે થી નીકળી શહેર ના મુખ્ય માર્ગો ઉપર થી પસાર થઇ જલારામ મંદિર ખાતે સંપન્ન થઇ હતી
અંકલેશ્વર શહેર માં વર્ષોથી વસવાટ કરતા રાજસ્થાની સમાજ અને શહેર ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ વાહન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું ,આ રેલી માં ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ,ભાજપ ની આ રેલી સરગમ કોમ્પ્લેક્સ ખાતે થી નીકળી સ્ટેશન વિસ્તાર ,ત્રણ રસ્તા સર્કલ ,ચૌટાનાકા ,ભરૂચીનાકા ,થઇ એશિયાડ નગર થઇ જલારામ નગર દિવા રોડ ઉપર જલારામ મંદિર ખાતે પહોંચી હતી જયાં ઈશ્વરસિંહ પટેલ દ્વારા પૂજા અર્ચના કરી પ્રચાર કાર્ય ને આગળ ધપાવ્યું હતું





