મારો મત ભાજપ ને જ કેમ ? ડો નિલેશ દેસાઈ એમ ડી,અંકલેશ્વર

મારો મત ભાજપ ને જ કેમ ? ડો નિલેશ દેસાઈ એમ ડી,અંકલેશ્વર

આપણા સમાજ માં રાજકારણ ની ચર્ચાઓ દરેક ઘર, ચા કે પાનની લારી, સામજિક પ્રસંગ માં હમેશા થતી હોય છે. પરંતુ સોશ્યલ મીડિયાના પ્રવેશ પછી આ એક નવા સ્વરૂપે હવે સમાજ નો એક ભાગ બની ગઈ છે. જાણતા અજાણતા આજ સુધી જે વ્યક્તિઓ કોઈ સ્પષ્ટ  મંતવ્ય આપતા નહિ હતા તે પણ દેખીતી રીતે  કે પરોક્ષ રીતે પોતાનો મત દર્શાવતા થયા છે. આ એક લોકશાહી  માટે  ખરેખર  સારી બાબત છે. આપણે એમાં કંઈ સમજતા નથી , હું એમાં કંઈ બોલવા માગતો નથી , આપણે એમાં શું લેવા દેવા ... આવા વાક્યો આપણે બહુ સાંભળ્યા છે . પરંતુ હું ચોક્કસ પણે માનું છે કે એક પરિપકવ લોકશાહી માં દરેક વ્યક્તિનો મત સ્પષ્ટ હોવો જરૂરી છે અને એ માટે એ અંગે કોઈ પણ રાજકીય, સામાજિક કે વ્યવસિયક પૂર્વગ્રહ નહિ રહેવો જોઈએ. ચાર મિત્રો સાથે ચા પીતા હોય અને દરેક અલગ મત ધરાવે એ જ લોકશાહી ની સુંદરતા છે. હું ઘણા વર્ષો થી સોશ્યલ મીડિયા માં કે ચર્ચા માં મારો રાજકીય મત સતત વ્યક્ત કરતો રહ્યો છું. ભારતીય જનતા પાર્ટી ના સક્રિય કાર્યકર તરીકે ઘણા વર્ષો થી મારી રીતે યોગદાન કરતો રહ્યો છું. આજે હું જ્યારે ગુજરાત ની વિધાનસભા ની ચુંટણી માં માત્ર એક અઠવાડિયા થી ઓછો સમય રહ્યો છે , મારો મત ભાજપ ને કેમ ? એના થોડા કારણો રજૂ કરીશ . ચોક્કસ સ્થાનિક સમસ્યા ઓ માટે દરેક નાગરિક મે કોઈ ને કોઈ ફરિયાદ હશે જ અને રહેવી જોઈએ જેથી પ્રજા ના પ્રતિનિધિઓ આ અંગે વધુ ને વધુ સક્રિય બને અને જીવન વધુ સુખાકારી બને એવા પ્રયત્નો કરે.

 મારો મત  દેશ ની એક સામાયિક , આર્થિક, રાજકીય , સામજિક અને સાંસ્કૃતિક પ્રગતિ માટે શ્રી નરેન્દ્ર મોદીજી એટલકે  ભારતીય જનતા પાર્ટીને કેમ તે અંગે થોડા કારણો ની ચર્ચા આજે કરીશું. 

દેશ માં  રાષ્ટ્રવાદ ની કલ્પના ભાજપ ની સ્થાપનાથી જ એક મહત્વ  નો ભાગ છે.  રાષ્ટ્રવાદ એટલે કે આપણા મહાન દેશ ની એકતા, સુરક્ષા માટે દરેક નાગરિક ને સભાન કરી ભૌગોલિક તેમ જ સાંસ્કૃતિક વારસા ને મજબૂત કરવો. પુલવામા હુમલા પછી મે લખેલા બ્લોગ માં મે કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કરવા અંગે લખેલું અને એમાં લખેલો એકે એક શબ્દ એક વર્ષ પછી સાચો પડ્યો ત્યારે મે ભાજપ ને વર્ષો સુધી આપેલા ટેકા નું અનેક ગણા   વ્યાજ સહિત મળ્યું હોય એવો અહોભાવ થયેલો.


https://m.facebook.com/story.php?story_fbid=pfbid021wmVh8qMUTio5mwvZmyeeSrxmokzwZCgq5yaYggFtq3fyWzAqgwdXofSSH2FC6Tvl&id=1841358351&mibextid=Nif5oz


 આ અંગે ઘણી વાર ચર્ચાઓમાં એનાથી આપનો ફાયદો શું ? એવા પ્રશ્નથી વેદના થાય  અને કહેવાનું થાય કે કાશ્મીર કોઈ એક ભૌગોલિક ભાગ નથી પણ આ દેશ ની સંસ્કૃતિ નો આત્મા છે. સેંકડો કાશ્મીરીઓ ને રહેંસી નાખનાર આતંકવાદી યાસીન મલિક અને બીજા ત્રાસવાદીઓ ને જ્યારે મે પ્રવર્તમાન પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંઘ સાથે pmo માં ખિલખિલાટ હસતા જોયા ત્યારે મારા અને બીજા અનેકની લોહી ઉકળી ઉઠ્યું હતું. અહી હું ચોક્કસ કહીશ કે કોઈ પણ રીતે હું શ્રી મનમોહનસિંહ જી ની દેશભક્તિ અને તેમની નિષ્ઠા અંગે શંકા કરતો નથી પણ જ્યારે સરકાર ના વડાનું મહત્વ ઘટી જાય અને એક ત્તૃષ્ટિકરણ ની ભાવના સલાહકારો દ્વારા સરકારી તંત્રમાં  છેક ઉપર થી નીચે સુધી પહોંચી જાય ત્યારે આવા તત્વો ને છૂટો દોર મળે. અંહી દર્શાવેલ બે ઈમેજ નો ફરક જ મારો મત કેમ ભાજપ ને તે દર્શાવવા પૂરતો છે. 

ફેબ્રુઆરી ૨૦૦૬

ઓગસ્ટ ૨૦૧૯

જ્યારે દેશ નો પ્રધાનમંત્રી એક સેન્ય અધિકારી ને જાહેર માં રહેસી નાખનાર ત્રાસવાદીને પ્રધાનમંત્રી નિવાસ એટલે સરકારી નિવાસ માં જમવા બોલાવે અને દેશ ના ટીવી, અખબ્રારો માં આ ખબર એક એમની સફાળતા તરીકે દર્શાવવામાં આવે ત્યારે ત્રાસવાદીઓ સામે જન ના જોખમે સતત લડતા સેન્ય અને પોલીસ ના મનોબળ પર શું અસર થતી હશે ? આજે જયારે આ ત્રાસવાદી પર દેશ ના બંધારણ અનુસાર અદાલતમાં ત્રીસ વર્ષ પછી કેસ ચાલુ થાય ત્યારે મે વર્ષો વર્ષ ભાજપ ને આપેલો મત સાર્થક છે એમ અનુભવ થાય. આ ઘટના ને હું એક સાંકેતિક રીતે જોઉં છું . જો દેશ નો પ્રધાનમંત્રી દેશ ને વિઘટન માટે કામ કરતા લોકોને આગતાસ્વાગતા કરે તો આવા તત્વો સામે  લ્લડતા સામાન્ય પોલીસ, પેરમિલિતરી કે સેન્યના જવાનો પર શું અસર થાય? અને આજે જ્યારે દેશ નો પ્રધાનમંત્રી દરેક દિવાળી સેન્ય સાથે ઉજવે ત્યારે મારા સેના ના જવાન નું એક શેર લોહી વધુ જાય છે.

આવી જ એક રાષ્ટ્રવાદ ની ઝલક આપણને  જ્યારે શ્રીસુભાસશ્ચંદ્ર બોઝ ની પ્રતિમા કર્તવ્યાપથ પર મૂકવામાં આવી ત્યારે જોવા મળી. દેશ ની સદીઓ જૂની ગુલામી ની માનસિકતા ને દુર કરવા સાંકેતિક પ્રયાસ થયો પણ એનો પણ વિરોધ!!!! આ અંગે મે ઝીણવટ પૂર્વક લખેલા બ્લોગ ની લિન્ક અંહી મૂકી છું .

https://m.facebook.com/story.php?story_fbid=pfbid03427i5Feq73pZmdu6CsKVgiNyPmUX8ZeHP94z1Bju1JRhM4vKMFFgQm2bt2WnfpdJl&id=1841358351&mibextid=Nif5oz


દેશ ની જેમ ગુજરાત રાજ્ય માં પણ સ્થિતિ એક અલગ સ્વરૂપે જોવા મળતી . જેમકે જિલ્લાઓ ગેંગસ્ટર ના નામે ઓળખાતા અને સતત હુલ્લડો , તોફાનો અને ખંડણી ની જાણે ફેશન હતી. આજે જ્યારે સંપૂર્ણ ગુજરાત માફિયા મુક્ત બન્યું છે એ ભારતીય જનતા પાર્ટી ની ૨૭ વર્ષ માં રહેલી દરેક સરકાર ની ઉપલબ્ધિ છે. 

તબીબ હોવાના નાતે કોવિડ એપીડેમિક દરમિયાન અનેક અનુભવો થયા. લોકડાઉન દરમિયાન અત્યંત ડરેલા નાગરિકો , પહેલા અને બીજા તબક્કા દરમિયાન આંખ્યો દર્દીઓની વ્યથા  પણ સામે સતત લડત આપતા તબીબો, નર્સો , સફાઈ કર્મચારીઓ, વેજ્ઞાનિકો અને નાગરિકોના એક અંદર ના સબળ તત્વના અનેક અનુભવો થયા. પ્રધાનમંત્રી જી એ કપરા સમય માં  એક અનિશ્ચિત પરિણામ ની શકયતા વચ્ચે લીડરશિપ લઈ દરેક વખતે પોતે જ દેશની જનતા ને વિશ્વાસ માં લઈ સતત જવાબદારી લીધી. જ્યારે દેશના વેજ્ઞાનિકો કોવિડ સામે લડત ના સૌથી મહત્વ ના હથિયાર એવા રસી ની સંરચના, ટેસ્ટ અને મંજૂરી માટે દિવસ રાત મહેનત કરી રહ્યા હતા ત્યારે તેમણે વેજ્ઞાનિકો તેમજ આ કંપનીઓને દરેક પ્રકાર ની મદદ પહોંચાડી દેશ ના નાગરિકો માટે મફત રસી ની વ્યવસ્થા કરી. કોવિડ રસીકરણ ના આંકડા માત્ર કોઈ પણ ભારતીય ને ગર્વ થી માથું ઊંચું કરાવે એવા છે . 

આપણા  દેશ માં ૨ અબજ થી પણ વધારે ડોઝ અત્યાર સુધી મુકાયા છે . આપણા કરતાં ચીન માં વધુ ડોઝ મુકાયા છે પણ આજે પણ ચીન કોવિડ માંથી બહાર આવી શક્યું નથી જે આપણી રસી ની અસરકારકતા નું પ્રમાણ છે . અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટેલિયા, કેનેડા , ફ્રાન્સ અને જર્મની ના ટોટલ ડોઝ કરતા વધુ ડોઝ અને પણ એટલા ઓછા સમયમાં એકદમ વેજ્ઞાનિક પદ્ધતિ થી સુગમ રીતે મૂકી શક્યા. cowin પ્લેટફોર્મ, સર્ટિફિકેટ ની સુગમતા, કોલ્ડ ચેન ની વ્યવસ્થા , મોબાઈલ પર મેસેજ થી જાણકારી આ બધું એટલા સ્કેલ પર અવિશ્વસનીય છે. છતાં કેટલાય રાજકીય પક્ષ ને એમાં પણ વાંધા પડ્યા. સરકારને પ્રશ્ન પૂછવાનો અધિકાર ચોક્કસ લોકશાહી માં છે પણ એમ કરતા કરતા તેઓ દેશ ના વેજ્ઞાનિકો કે જેઓ પોતાના જીવ ન જોખમ માં નાખી આપણે માટે રસી ની શોધ કરી એમની કાર્યક્ષમતા પર પણ શંકા કરવા લાગ્યા. કેટલાક નેતાઓ તો રસીકરણ નો વિરોધ કર્યો જે મારી સમજ બહાર હતો અને એમની દેશ દેશ પ્રત્યે ની નિષ્ઠા પર સવાલ પેદા કરે એવો લાગ્યું

જ્યારે બીજા દેશના વડાઓ પોતે પહેલા રસીનો લાભ લેતા હતા આપણા મોદીજી પોતે એમના વ્યવસ્થા માં રાખેલ ક્રમ પ્રમાણે જ સેન્ટર પર જઈ ને રસી લઈ એક શિસ્ત નો સંદેશો આપ્યો. 

બીજા એક આંકડા પર હું બધાનું ધ્યાન દોરવા માંગુ છું. ચોક્કસ લોકડાઉન્ થી અનેક લોકો ને તકલીફ પડી અને શરૂઆત ની ગૂંચવણ થી અનેક મુશ્કેલીઓ પડી. પરંતુ સરકારે દરેક ક્ષણે સતત લોકો ની સમસ્યાનો બને એટલી ઝડપથી ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો. લગભગ ૮૦ કરોડ નાગરિકો મે છેલ્લા ૨ વર્ષ થી દર મહિને અનાજ મફત મળે છે . આ આંકડાને થોડો પરીપેક્ષ માં સમજવા જેવો છે કે ૮૦ કરોડ એટલેકે અમેરિકા, ઇંગ્લેંડ, ઓસ્ટ્રેલિયા, જર્મની અને ફ્રાન્સ ના બધા નાગરિકો કરતા પણ વધારે નાગરિકો મે ઓને આપણે મફત અનાજ આપીએ છીએ. અને છતાં થોડી મફત ની  જાહેરાતો કરી કેટલાક પક્ષો પોતાને ગરીબો ના મસીહા બતાવવાની કોશિશ કરે છે . કોવિડના રસીકરણ ના આંકડા તેમ જ તેની વ્યવસ્થા , ૮૦ કરોડ ગરીબ નાગરિકોને મફત અનાજ ભાજપ સરકાર ની અંત્યોદય ની ભાવના, છેવાડા ના માનવી ની ચિંતા , સરકાર ની કાર્યક્ષમતા, અટલ નિર્ણયશક્તિ નો પરિચય આપે છે. કોવિડ પછી વિશ્વ ના અનેક નેતાઓની લોકપ્રિયતા માં મોટો ઘટાડો થયો અને કેટલાય નેતાઓ ચૂંટણી હારી ગયા પણ મોદીજી ની લોકપ્રિયતા માં ઉતરોતર વધારો જ થયો છે જે એમની કાર્યદક્ષતા, નિર્ણયશક્તિ, સેવા અને ભારતીયો ઓના એમના પર ના અનેરા વિશ્વાસ નું પ્રતીક છે . શું પૂરતું નથી આ એક માત્ર કારણ....

૨૦૧૩ માં તત્કાલીન સરંક્ષણ પ્રધાન એ કે એન્ટની એ નિવેદન આપેલું કે આપણી વાયુ સેનાને અત્યાધુનિક લડાકુ વિમાન ની તાકીદે જારુરિયત છે પણ સરકાર પાસે પૈસા નથી.... આનાથી વધુ ચિંતાજનક અને દુશ્મન ને આનંદ આપે એવી બીજી શું વાત હોય શકે . ૨૦૧૪ પછી રફેલ વિમાન નો સોદો થયો જે અંગે પણ રાજકીય અને કયદિકાય લાંબી લડાઇ સરકારે લડવી પડી અને અંતે સત્ય નો વિજય થયો અને આજે એ રફેલ વિમાન દેશ ની સુરક્ષો નો મહત્વ નો અંગ છે.  આ સમયે મને સતત એક વિચાર કોરી ખાતો કે જે દેશ મંગળ અને ચંદ્ર પર સ્પેસ રોકેટ મોકલી શકે એ દેશ રાયફલ, પિસ્તોલ, ટેન્ક , હેલિકોપ્ટર , સબમરીન , યુધ્ધ પોત કે લડાકુ વિમાન બનાવી નહિ શકે ? શાને માટે આપણે લશ્કર ની દરેક જરૂરિયાત માટે વિદેશ જવું પડે. ખૂબ દુઃખ અને હતાશા થાય એવી પરિસ્થિતિ દિલ્હી ના " લૂટન્સ" માં બેઠેલા દલાલોએ કે જેમણે દેશની કંપનીઓ, વેજ્ઞાનિકો કે વ્યવસાયિકોને આ તક ન આપી. અરે દુઃખ ત્યારે થાય કે આપણા જ મેરઠ માં બનેલા બુટ વિદેશ માંથી અનેક ગણી કિંમતે આપણી સેના ને ખરીદી કરવા મજબૂર કરવામાં આવતા હતા. ૨૦૧૪ પછી દેશ ને સુરક્ષા ના ક્ષેત્રે આત્મા નિર્ભર  બનાવવાની નેમ સાથે સરકારે અનેક પગલાંઓ લીધા, દેશની કંપનીઓને પ્રોત્સાહન આપ્યું , વિદેશ માંથી મોટાભાગની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો જેના પરિણામે માત્ર ૭ વર્ષ માં આપણે મોટાભાગની જરૂરિયાત માટે આત્મનિર્ભર બન્યા છે અને જે હજુ પણ અત્યાધુનિક હથિયાર વિદેશ થી ખરીદી કરીશું એ પણ  ટેકનિકલ ટ્રાન્સફર અને દેશ માં ઉત્પાદન ની શરત રાખી ને જ થશે . આપણા જ દેશ ની DRDO, HAL, BEL, BDL , L&T , TATA DEFENSE , MAHINDRA DEFENSE , BHARAT FORGE , KOCHIN SHIPYARD જેવી અનેક કંપનીઓ એ ચમત્કારિક પરિણામો ટૂંકા ગાળા માં  આપ્યા છે 

 લડાકુ વિમાન તેજસ, એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર, બ્રહ્મોસ મિસાઈલ, પિનાક રોકેટ, અરિહંત કલસ સબમરીન અને ભારત ના ગૌરવ એવા વિમાનવાહક જહાજ ins વિક્રાંત આ ગાથા ના ભાગ છે. હું વિચારમાત્ર થી ગર્વ અનુભવું છું કે દેશ ૨૦૩૦માં રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર તો ખરું જ પણ એક મોટો નીર્યતક પણ બનશે. શું ૨૦૧૪ પહેલા આ કોઈ સ્વપ્નમાં પણ શક્ય લાગતું ન હતું . તો કેમ આ શક્ય બન્યું ? માત્ર અને માત્ર દેશ માટે ની નિષ્ઠા ને લીધે.... ભારતીય સૈન્ય બળ વર્ષો થી રીફર્મ માટે વિનંતી કરું રહ્યું છે . સેના ની ત્રણેય પાંખ અનેક વર્ષો ની વિચારણા બાદ " અગ્નીવિર " સ્કીમ લાવી હતી . આ યોજના સેના માટે અત્યંત લાભદાયક હોવા સાથે પહેલા કરતા અનેક યુવાનો ને નવી તક આપનારી છે . એમાં છતાં આ યોજના નો અત્યંત હિંસક રાજકીય વિરોધ કરવા માં આવ્યો. આજે જ્યારે આ યોજના અમલ માં મુકાઈ છે ત્યારે વિક્રમી સંખ્યમાં યુવાનો એમાં જોડાવા  તત્પર બન્યા છે . આ અંગે મે લખેલા બ્લોગ ની લિન્ક અંહી મૂકી છે .

https://m.facebook.com/story.php?story_fbid=pfbid034LaBmWCk15L7APsaM8XQVrpRMpoPbiAr4V7jGnjewioiRRepMG1d2jqy8uw5j5w9l&id=1841358351&mibextid=Nif5oz


૨૦૧૪ પછી એક બીજું લોકો માટે આશીર્વાદ રૂપ પગલું જો હોય તો તે આયુષ્માન કાર્ડ યોજના છે . ભરૂચ જિલ્લા માં ૨૦૦૦ થી ૨૦૦૪ દરમિયાન મે અનેક દર્દીઓને હૃદય ના ઇકો ની તપાસ માં valv ના રોગીઓને સતત પીડાતા જોયા હતા , એ જ રીતે ડાયાલિસિસ, કેમોથેરાપી અને કેન્સર ના અનેક ગરીબ પેશનરો મે તડપતા જોયા છે. પણ આ યોજના પછી કેટલાય દર્દીઓ ને એનાથી કેટલીય કોમ્પલેક્ષ ઓપરેશન, ઠેરાપી નો લાભ લઇ સજા થત્તા હોય એક સંતોષની લાગણી અનુભવાય છે. આજે હૃદય રોગ, કેન્સર કે અન્ય ગંભીર બીમારી નું નિદાન થાય એટલે ગરીબ દર્દીઓને  આપણે નેઆયુષ્માન કાર્ડ હેઠળ ઉત્તમ 

સારવાર  આપી શકીએ છીએ. એ જ રીતે મે મારો એમ ડી નો અભ્યાસ કર્યો ત્યારે ગુજરાત માં ૭૦૦ બેઠકો હતી જે જગ્યા એ આજે ૭૦૦૦ થી પણ વધારે સીટો અને આવનાર સમય માં દરેક જિલ્લા માં મેડિકલ કોલેજ કાર્યાન્વિત હશે . એનાથી વધુ ને વધુ  તબીબો તો મળશે જ પણ સાથે રાજ્ય માં દરેક ખૂણા માં આધુનિક તબીબી સુવિધાનું ઈન્ફરાસ્ટ્રક્ચર તૈયાર મળશે. 

આવી જ બીજી મહત્વ ની યોજનાઓ જેમકે પ્રધાન મંત્રી આવાસ યોજના, કિસાન સમ્માન નિધિ , ઉજ્જવલા યોજના અને જે સૌથી મહત્વ ની સાબિત થઈ શકે એ નલ સે જલ યોજના ના આંકડા નવાઈ પમાડે એવા છે. મહત્વ નું એ કે આ કોઈ પણ યોજના માં લાભ લેનાર ને સીધો લાભ મળે છે કોઈ પણ વચેટિયા વગર. 

આજે અર્થતંત્ર ની વાત કરીએ તો આપણો દેશ દુનિયાની પાંચમી સૌથી મોટી ઇકોનમી બની ચૂકયો છે. કોવિડ ના સમયગાળા દરમિયાન થયેલ નુકસાન, દુનિયાભર માં મંદી ના વાદળો, રશિયા યુક્રેન યુદ્ધ ને લીધે ક્રૂડ ના ઊંચા ભાવ છતાં દુનિયા ની સૌથી તેજી થી વધતી ઇકોનમી  બનશે. બે લાખ કરોડ ની ખાદ્ય સબસિડી, બે લાખ કરોડ ની ખાતર ની સબસિડી અને અનેક ઈન્ફ્રાસ્ટ્રકચર ના કામો છતાં રાજકીય ખાદ કાબૂ માં રહેશે. ટેક્સ ની આવક નો સતત ધરખમ વધારો સરકારે અમલ માં મુકેલી ટેક્સ વ્યવસ્થા ને આભારી છે. હું કાયમ મોદીજી ની " policy driven state" ની થીયરી ને વાત ને વખાણું છું. પોલીસી એવી બને કે જેથી કોઈ પણ અધિકારીક પડ પર બેઠેલો માણસ ની વ્યુકિતગત નિર્ણય ની શકયતા બને એટલી ઘટે જેથી ભ્રષ્ટાચાર ઓછો થાય . જીએસટી અને ઈનકમ ટેક્સ ની વધતી આવક એનું જ ઉદાહરણ છે. નોટબંધી પછી ડિજિટલ ઇન્ડિયા ના આગમન થી આ બાબતે ક્રાંતિ થઈ છે. ખૂબ ટૂંકા  ગાળા માં આપનો દેશ ડિજિટલ  પેમેન્ટ માં દુનિયા માં પ્રથમ દેશ બન્યો છે. આજે દેશ ની લગભગ બધી સબસિડી, સરકારી પેમેન્ટ ડિજિટલ  થવાથી લીકેજ ઘટયા છે અને ટેકસ ની આવક વધી છે.  આજે  દેશ માં એક દિવસ માં લગભગ ૪૮ કરોડ લેવડદેવડ થાય છે જે પછી બીજા નંબરે ચીન માં  લગભગ ૧૮ કરોડ છે . આ આંકડો માત્ર એક આવનારા સમય ની ડિજિટલ ક્રાંતિ અને એને લીધે અર્થતંત્ર ના સુધારા નો સૂચક છે.

આપણા દેશ જેમ જેમ વિકાસ પામશે તેમ તેની એનર્જી એટલકે વિધુત, ઓઇલ, કોલસો અને ગેસ ની જરૂરિયાત મોટા પ્રમાણ માં વધશે . ક્રૂડ અને ગેસ નું ઉત્પાદન આપણા ભૌગોલિક પરિસ્થિતિ માં વધુ થવાની કોઈ મોટો શક્યતા નથી ત્યારે વર્ષો થી એનર્જી સુરક્ષા માટે દેશ સામે પ્રશ્ન ઊભો રહે છે. ૩૬૫ માંથી લગભગ ૩૬૦ દિવસ સૂર્યદેવ ની કૃપા આપણા પર હોવા છતાં  આગળ ની સરકારો માં કોઈ વિશેષ કામ થયું નહોતું. ૨૦૧૪ પછી ગ્રીન એનર્જી પર સરકારે ઝડપ થી વિવિધ યોજનાઓ કાર્યાન્વિત કરી અને આજે ઘણા રાજ્યોમાં રહેણાક અને ઔદ્યોગિક બન્ને ક્ષેત્રોમાં સોલાર એનર્જી મોટો ભાગ બની રહી છે. ઇન્ટરનેશનલ સોલાર અલયાન્સ ની સંરચના કરી ટેકનોલોજી અને ઉત્પાદન આપણા દેશ મજ કરવા માટે ક્રાંતિકારી પગલાંઓ લેવામાં આવ્યા છે . એના આંકડા ઓ આજે અશક્ય લાગે એવા છે .૨૦૧૪ થી ૨૦૨૨ સુધી માં સોલર એનર્જી નું ઉત્પાદન ૧૮ ગણું વધ્યું છે .  આપણે સોલાર એનર્જી ના ઉત્પાદન નો એક અશકય લાગતો ગોલ  ૫૦૦ ગીગાવોટ ૨૦૩૦ માં મૂક્યો છે અને આનંદ ની વાત એ છે કે આપણે આ ધ્યેય ને હાસલ કરવાના રસ્તા પર સમય કરતા આગળ છીએ. હવે આપણે દરેક નાગરિક ની ફરજ છે કે સરકાર ની યોજનાઓનો લાભ લઈ અંગત લાભ તો મેળવીએ પરંતુ એ સાથે દેશ ની એનર્જી સુરક્ષા માં યોગદાન કરીએ . માત્ર કલાઈમેટ ચેન્જ ના નામે મોટા આંદોલનો કરી ફોટા પડાવવાનારા ક્રાંતિકારીઓ માટે આ આંકડાઓ પ્રેરણારૂપ બનશે .

હવે ગુજરાત રાજ્ય ની વાત કરીએ તો ૨૭ વર્ષ માં ગુજરાત ની સિકલ બદલાતા આપણે જોઈ છે. સતત પાણી ની અછત  અને દુષ્કાળ પ્રબંધન માટે જ જાણે સરકાર ચાલતી હોય એવો અહેસાસ થતો . સરદાર સરોવર ડેમ ની ઊંચાઈ વધારવા તેમજ અન્ય મંજૂરીઓ માટે કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટ , આંદોલનકારીઓ વચ્ચે હંમેશા ખેંચતાણ ચાલી . વીસ વર્ષ નો સમયગાળો એમાં વેડફાય ગયો. જેનાથી એક બાજુ સતત કિંમતો વધતી ગઈ અને ગુજરાત સરકાર એટલકે ગુજરાત ની પ્રજા પર વ્યાજ અને કિંમત એમ બંને ભારણ વધતા ગયા. હાલ માં જ જાણીતા ઇકોનોમિસ્ટ ડો સ્વામીનાથન ઇયર નો એક રિપોર્ટ આવ્યો કે જેમાં એમણે પોતે સરદાર સરોવર ડેમ , એનાથી થતાં લાભ, એનાથી ઊભા થયેલા વિસ્થાપિતો પર નો સંશોધન લેખ રજૂ કર્યો .  એમણે તારણ માં સ્પષ્ટ  રીતે જણાવ્યું કે  મારો અને મેઘા પાટકર અને અન્ય આંદોલનકારીઓ નો વિરોધ ખોટો અને અયોગ્ય હતો અને લાભાર્થી અને વિસ્થાપિતો ના જીવન સ્તર માં આ યોજના થી અનેક ગણો સુધારો થયો છે . શું આ અંગે આંદોલનકારી  મેઘ પાટકર  અને તેમને ઉમેદવાર બનાવનાર તેમજ હવે ખભે હાથ મૂકી યાત્રા કરનાર માફી માંગશે? મને તો લાગે છે આ પાર્ટી અને એમના થીંક ટેન્ક કદાચ કોઈ પણ યોજના અને તેના સંશોધન નો અભ્યાસ કરતા જ નથી. શું માત્ર ને માત્ર રાજકીય વિરોધ કરનારા પક્ષ ને ગુજરાત નું સુકાન આપી શકાય? 




આવનારા વર્ષો અને પેઢીઓ માટે આ યોજના સમૃધ્ધિ ના દ્વાર ખોલી જીવન સ્તર ને ઊંચે લઈ જશે . ગુજરાત માં ઇન્ડસ્ટ્રીયલ વિકાસ ખૂબ વિપુલ પ્રમાણ માં જોવા મળ્યો છે પરંતુ હવે તેમાં કૃષિ અને પશુપાલન  વિકાસ પણ મોટો ફાળો આપશે જેથી  વિકાસ દર સતત ઉપર રહેશે અને સાર્વત્રિક રહેશે. છેલ્લા વીસ વર્ષ માં ગુજરાત ની અર્થવ્યવસ્થા ૧૪ ગણી વધી છે અને  નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આને વધુ ને વધુ ગતિ  આપશે. તાજેતર માં જ પ્રસિદ્ધ થયેલા " production linked incentive " સ્કીમ માં અનેક તકો ગુજરાત ના યુવા સાહસિકો માટે ખોલી છે . તાજેતર માં જ  foxconn જેવા મોટા પ્રોજેક્ટો ગુજરાત માં આવ્યા છે કારણકે અહીં ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ છે અને હફતા  વસૂલી, લેબર યુનિયન ની ખોટી દાદાગીરી , વીજળી અને પાણી ની અનિયમિતતા જેવી સમસ્યાઓ નથી. હા ચોક્કસ કોઈ ને કોઈ સમસ્યાઓ લોકલ લેવલે રહેતી જ હશે પણ હું ચોક્કસ માનું છું કે આવનારા સમય માં વધુ ને વધુ વહીવટ માં પારદર્શિતા આવશે  અને વધુ ને વધુ સુગમતા લાવવામાં આવશે. 

ગુજરાત માં નવા પ્રોજેક્ટો જેવાકે ગિફ્ટ સિટી, હાઈ સ્પીડ રેલવે, ફ્રાઇટ કોરિડોર, નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટ, ડાયમંડ બુર્સ  રોજગારી અને વિકાસ ની અનેક તકો ઉભી થશે . શું જ્યારે ગુજરાત માટે આવી વિપુલ તકો મળવાની છે ત્યારે સત્તા વિઝન નહિ હોય એવા લોકો ને આપી શકાય? 

હા ચોક્કસ ઘણું કામ બાકી છે ..ઘણી ખામી ઓ રહી હશે પણ મક્કમ પણે માનું છું કે સત્તા તો સોંપાય જેની પાસે નિષ્ઠા, દૂરંદેશી, છેવાડા ના માણસ ની ચિંતા , એક વિકસિત દેશ નું સ્વપ્ન  અને સાથે દેશના સાંસ્કૃતિક વારસા નું જતન કરવાની નેમ હોય. શું ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્ર મોદી સિવાય એવું કોઈ વ્યક્તિત્વ દૂર સુધી પણ નજરે પડતું નથી. મારો વોટ તો ભાજપ ને જ પણ રેકોર્ડ બ્રેક મતદાન કરી એક સંદેશો આપીએ કે ગુજરાત આપણે સૌ એ બનાવ્યું છે તો એને સાચવીએ હવે.....



વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper