અંકલેશ્વર ની મુખ્ય શાળા ખાતે સનફાર્મા ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા ડીજીટલ ક્લાસો નું લોકાર્પણ કરવામાં આવ્યું
=અંકલેશ્વર ના કાપોદ્રા ,બાકરોલ ,સારંગપુર ,અંદાડા કુમાર શાળા અને સરદાર પટેલ પ્રાથમીક શાળા ને ડીજીટલ ક્લાસો અર્પણ કરાયા
=સનફાર્મા કંપની ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
ઔદ્યોગીક ગૃહો ની સામાજીક ઉત્તરદાયિત્વ ની જવાદારી ના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તાર માં સરકારી શાળા ના વિદ્યાર્થીઓ ને નાવીન્ય સભર અને આનંદમય શિક્ષણ મળે તે હેતુસર પાનોલી જીઆઇડીસી માં આવેલ સનફાર્મા કંપની ના સનફાર્મા ડિસ્ટ્રીબ્યુટર્સ ના સીએસઆર વિભાગ દ્વારા મોડેલ સ્કૂલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત શહેર ની એક અને પાંચ ગામ ની સરકારી પ્રાથમિક શાળા મળી કુલ 6 શાળા ને અંદાજિત 20 લાખ ના ખર્ચે ડિજિટલ ક્લાસ નું નિર્માણ કરવામાં આવ્યું હતું ,જે અંગે સનફાર્મા ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા શહેર ની ગોયા બજાર માં નગર પાલિકા સંચાલિત મુખ્ય શાળા ખાતે સનફાર્મા કંપની ના હેડ સ્નેહલ શાહ ,ભોજુસિંગ ગીરાસે એચઆર હેડ વિશાલ જોશી ,સીએસઆર હેડ સેજાદ બેલીમ અને ,રવિ ગાંધી ની ઉપસ્થિતિ માં શહેર ની મુખ્ય શાળા તેમજ અંકલેશ્વર તાલુકા ના સારંગપુર ,બાકરોલ ,કાપોદ્રા ,અંદાડા ગામની કુમાર શાળા ,અને સરદાર પટેલ પ્રાથમિક શાળા માં નિર્માણ પામેલ ડીજીટલ ક્લાસ નું કંપની ના અધિકારીઓદ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને લોકાર્પણ કાર્યક્રમ માં આ 6 શાળા ના આચાર્યો ને ડીજીટલ ક્લાસ ના રૂમો ની ચાવી એનાયત કરવામાં આવી હતી ,આ પ્રસંગે મુખ્ય શાળા ના ગજેન્દ્રભાઈ પટેલ સહીત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા





