અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ ખાતે સાયન્સ પ્રોજેક્ટ નું આયોજન કરવામાં આવ્યું
=અંકલેશ્વર ભરૂચ ની શાળા ના ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ એ વિજ્ઞાન અને ટેક્નોલોજી ના પ્રોજેક્ટ રજુ કર્યા
અંકલેશ્વર ની રાજપીપલા ચોકડી નજીક આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલ ખાતે સાયન્સ પ્રોજેક્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર ભરૂચ ની વિવિધ શાળા ના વિદ્યાર્થીઓ એ વિજ્ઞાન અને ટેક્નોલોજી ને લગતા પ્રોજેક્ટ રજુ કર્યા હતા .
અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ ના પટાંગણ ખાતે સાયન્સ પ્રોજેક્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં વિવિધ શાળા ના ધોરણ 3 થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો વિવિધ શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલોજી ને લગતા પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યા હતા સાયન્સ પ્રોજેક્ટ કાર્યક્રમ ની દીપપ્રાગટ્ય દ્વારા શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ના ઉપપ્રમુખ મનસુખ વેકરીયા ,અને અશોક ચોવટીયા ઉપસ્થિત રહી જજ ની ભૂમિકા નિભાવી હતી તો બીજી તરફ પોદાર જમ્બો કિડ્સ ના બાળકો એ પણ ગણિત અને વિજ્ઞાન આધારિત પ્રોજેક્ટો રજુ કર્યા હતા અંત માં આ સાયન્સ પ્રોજેક્ટ પ્રતિયોગિતા માં વિજેતા વિદ્યાર્થીઓ ને મેડલ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પોદાર વર્લ્ડ સ્કૂલ ના આચાર્ય ગંગાધર સહીત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

