હાંસોટ ના આમોદ ખાતે તાલુકા કક્ષાનો ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મુકતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ
હાંસોટ તાલુકા બી.આર. સી.કક્ષાનો વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન હાંસોટ તાલુકાના આમોદ ખાતે આવેલ ગુરુકુળ આમોદ શાળામાં માનનીય અંકલેશ્વર હાંસોટ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. .આ પ્રસંગે હાંસોટ તાલુકા પ્રમુખ ગેમલસિંહ પટેલ, ઉપપ્રમુખ સંગીતાબેન સોલંકી, સંગઠન ઉપપ્રમુખ ઉર્મિલાબેન પટેલ,હાંસોટ લાઈઝન અધિકારી ડૉ. માર્કડ કુમાર આર. માવાણી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, બી. આર. સી. કો-ઓર્ડિનેટર અશોકભાઈ પટેલ, ગુરુકુળ આમોદ શાળાના ટ્રસ્ટી કીર્તિસિંહ વશી,માધ્યમિક અંગ્રેજી શાળા ગુરુકુળ આમોદના આચાર્ય અર્પણા ગુપ્તા, ગુરુકુળ આમોદ ગુજરાતી શાળા આચાર્ય સુનિલભાઈ રાઠોડ,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. વાલીગણ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક - ગાણિતિક સુષુપ્ત શક્તિઓ અને સર્જનશીલતા ને પ્રોત્સાહિત કરવા તેમજ વૈજ્ઞાનિક અભિગમ, વલણ, આત્મવિશ્વાસ તથા કૌશલ્યોનો વિકાસ કરવા તેમજ બાળકો ની અભિરુચિ વિજ્ઞાન તરફ જાગૃત બને, તેઓ નવા સંશોધન સમજે અને વૈજ્ઞાનિક બનવાની વૃત્તિ બાળવિજ્ઞાનીમા જાગૃત થાય તે હેતુસર વિજ્ઞાન - ગણિતના સથવારે અને ટેકનોલોજીની કેડીએ જગતને નવી રાહ ચિંધવા બાળ વૈજ્ઞાનિકોએ વિભાગ મુજબ કૃતિઓનું પ્રદર્શન કર્યું હતું. ગુરુકુળ આમોદ શાળાના ટ્રસ્ટી, આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ ગણ સુંદર આયોજન બદલ હાંસોટ બી. આર. સી. કો-ઓર્ડિનેટર અશોકભાઈ જે. પટેલ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર બાળકોને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.અંતે ગુરુકુળ માધ્યમિક અંગ્રેજી શાળાના આચાર્ય અર્પણા ગુપ્તા આભારવિધિ કરી હતી.



