અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ચાર વોર્ડના 1.13 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું.
=વોર્ડ નંબર 2,,5,6 અને 9 ના વિવિધ કામો હાથ પર લેવાયા
= આંગણવાડી સહીત પેવર બ્લોક,આર.સી.સી રોડ અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન ના કામો નું ખાતમુહૂર્ત યોજ્યું
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ચાર વોર્ડ માં 1.13 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. એક આંગણવાડી સહીત પેવર બ્લોક,આર.સી.સી રોડ અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન ના કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ચૂંટણી જાહેર થાય એ પૂર્વે નગર પાલિકા દ્વારા ખાતે મુહૂર્ત કરવામાં આવ્યું હતું .
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગુરુવાર ના રોજ સવારે 9:30 કલાકે ચૂંટણી જાહેર થાય તે પહેલા વોર્ડ નંબર 9 માં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર 2, ,5 ,6 અને 9 ના 20 જેટલા કામો નું પ્રતીકાત્મક ખાતમહૂર્ત એકજ સ્થળે કરવામાં આવ્યું હતું. અંદાજિત 1.13 કરોડ રૂપિયાના ખર્ચે 1 આંગણવાડી સહીત પેવર બ્લોક,આર.સી.સી રોડ અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન ના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેની ખાતમુહૂર્ત યોજવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિનય વસાવા, જીલ્લા કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ સહીત તમામ વોર્ડ ના સભ્યો, પુષ્પા બેન , સુરેશભાઈ,કેતકીબેન, સુનિલભાઈ તેમજ સિધ્ધુ ભાઈ, નટવરભાઈ, દક્ષેશભાઈ, ધનુબેન, રમણભાઈ પટેલ, નરેશભાઈ, રાજકુમાર ટેલર, ભાવેશ કાયસ્થ,તેમજ સ્થાનિક રહીશો તેમજ શહેર ભાજપ સંગઠન માં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



