નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મિશન-૨૦૨૨ : આજથી જિલ્લાના મતદાન મથકોએ મતદાન જાગૃતિ અર્થે 'અવસર રથ' ફરશે
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં મતદાનની ટકાવારી અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા દ્વારા ''અવસર રથ'નું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું
જિલ્લાનાં તમામ મતદાન મથકોના મતદારો જાગૃત થાય અને મોટી સંખ્યામાં નાગરિકો મતદાન માટે પ્રોત્સાહિત થાય અને લોકશાહીના પર્વમાં ભાગીદાર બને તે માટે 'મિશન-૨૦૨૨' હાથ ધરવામાં આવ્યું છે. "હું વોટ કરીશ" એવા સિગ્નેચર કેમ્પેઇન સાથે આ વિસ્તારોમાં 'અવસર રથ' ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે.
આ અવસરે નિવાસી અધિક કલેક્ટર શ્રી એન આર ધાંધલ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી એસ એમ ગાંગુલી,પ્રાંત અધિકારીશ્રી જાડેજા તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)