હાંસોટ તાલુકાના આલિયાબેટ ખાતે શીપીંગ કન્ટેઈનરમાં મતદાન મથક ઉભું કરવામાં આવ્યું: જેની ભારતીય ચૂંટણીપંચે પણ સરાહના કરી

ચૂંટણીમાં છેવાડાના વિસ્તારમાં રહેતા મતદાર ચૂંટણીના આ મહાપર્વમાં પોતાનો પવિત્ર મત આપી શકે તે માટે આલિયા બેટ ખાતે શીપીંગ કન્ટેઈનરમાં  મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.જેની ભારતીય ચૂંટણીપંચે પણ સરહાના કરી છે. 





ભારતના ચૂંટણીપંચ દ્વારા આજે તા.૦૩ જી નવેમ્બર, ૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ ૫(પાંચ) વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી માટે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ બનવાની સાથે આદર્શ આચાર સંહિતાના અમલ માટે કટિબધ્ધ બન્યું છે.

     જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર બને તેવો જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

     જિલ્લાના મતદારોની માહિતી આપતા વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ ૧૨,૬૫,૫૮૮ જેટલા મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર થવાના છે.જે પૈકી પુરૂષ -૬૪૯૮૨૬ મહિલા-૬૧૫૬૯૧, ટ્રાન્સ જેન્ડર-૭૧, દિવ્યાંગ-૧૪૬૪૭ તથા ૮૦ થી વધુ આયુષ્ય ધરાવતા ૨૭૫૬૪ મતદારોનો સમાવેશ થાય છે.વધુમાં નવા ૩૦૪૪૯ મતદારો આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરશે. 

    જિલ્લામાં મતદાન મથકોની વિગતો આપતા તેમને વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં પાંચ મતદાન આદર્શ મથકો બનાવવામાં આવશે.જેમાં દિવ્યાંગજનો માટે,મહિલા દ્વારા સંચાલિત સખી મતદાન મથક,ઈકો મતદાન મથક તથા યુવાનો દ્વારા સંચાલિત યુવા મતદાન મથક વગેરેનો સમાવેશ થાય છે.વધુમાં જિલ્લામાં ૧૩૫૯ મતદાન મથકો પૈકી ૫૦ ટકા મતદાન મથકોમાં મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ પણ કરવામાં આવશે.

        વધુમાં ઉમેદવારો, રાજકિય પક્ષો અને સંબંધિતોને જરૂરી વહીવટી કામગીરી સરળતાથી થઈ શકે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ( એક બારી પધ્ધતિ) શરૂ કરવામાં આવી છે.

            ચૂંટણી પંચ દ્વારા નિયત કાર્યક્રમ અનુસાર પ્રથમ ચરણમા એટલે કે, તા.૧ લી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર મંડળની ચૂંટણી યોજાશે

    આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિકારી શ્રી એન આર ધાધલ,નાયબ ચૂંટણી અધિકારી શ્રીમતી એસ આર ગાંગુલી, પ્રાંત અધિકારી શ્રી જાડેજા અને  પ્રીન્ટ તથા ઈલેકટ્રોનીક મીડિયાના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper