=અંકલેશ્વર રંગ અવધૂત પરિવાર દ્વારા સવા લાખ આહુતિ નો રંગયાગ નો પ્રારંભ કરાયો
અંકલેશ્વર ના માધવબાગ ખાતે રંગ અવધૂત પરિવાર દ્વારા સૌ પ્રથમ વાર પાંચ દિવસીય રંગ અવધૂત મહારાજ ની 125 મી જન્મ જયંતિ નિમિતે સવા લાખ આહુતિ ના રંગ યાગ નું આયોજન કરવામાં આવ્યું છે
અંકલેશ્વર રંગ અવધૂત પરિવાર દ્વારા નારેશ્વર નિવાસી રંગ અવધૂત મહારાજ ના 125 માં જન્મ વર્ષ ના પ્રારંભ નિમિતે અંકલેશ્વર ના માધવબાગ ખાતે પાંચ દિવસીય સવા લાખ રંગ યાગ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાશ્મીર અને વારાણસી સહીત ઉત્તર ભારત ના ભૂદેવો એ આ યાગ માં ભાગ લીધો છે ગુરુવાર થી શરુ થયેલ રંગ યાગ માં મોટી સંખ્યા માં ભક્તો હાજર દત્ત માલા મંત્ર અને દત્ત બાવાની નું પઠન કરી રહ્યા છે માધવ બેગ ખાતે નારેશ્વર જ ઉત્પન્ન થયું હોય તેવો ભાસ થઇ રહ્યો છે .અને રંગ અવધૂત મહારાજ ના વિવિધ દ્રશ્યો ઉભા કરવામાં આવ્યા છે અને રંગ અવધૂત મહારાજ ની મૂળ પાદુકા માધવ બાગ ખાતે દર્શનાર્થે સ્થાપિત કરવામાં આવી છે ,આ રંગ યાગ માં આચાર્ય પદે જયદેવભાઈ પાઠક તેમજ નારેશ્વર ના પૂજારી આદિત્ય પુરોહિત ખાસ ઉપસ્થિત રહ્યાં હતા આ પ્રસંગે માધવબાગ ના જમીયત ભાઈ પટેલ ,સંદીપ પટેલ સહીત ના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા



