અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે રાષ્ટ્રીય મેગા લોક અદાલત નું આયોજન કરાયું.લોક અદાલતમાં 2900 કેસો મુકવામાં આવ્યા.

અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે  રાષ્ટ્રીય મેગા લોક અદાલત નું આયોજન કરાયું.


=લોક અદાલતમાં 2900 કેસો મુકવામાં આવ્યા..

=અદાલતમાં જુદા જુદા કેસો ના નિરાકરણ માટે ભારે ધસારો ..

=વર્ષ 2022 ની અંતિમ  રાષ્ટ્રીય લોક અદાલત નું

આયોજન કરવામાં આવ્યું

અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે ચાલુ વર્ષ ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલત માં અલગ અલગ પ્રકાર ના 2900 જેટલા  કેસો મુકવામાં આવ્યા હતા


લોક અદાલતના માધ્યમ થી નાગરિકો નો સમય ,વકીલ ફી તેમજ અન્ય આવવા જવાના ધક્કાઓ પણ બચી જતા હોય છે  સાથે તાત્કાલિક  ન્યાય મળી જતો હોય છે. ઉપરાંત  નામદાર કોર્ટ પર કેસો નું   ભારણ પણ ઓછું થતું હોય છે ત્યારે  અંકલેશ્વર ખાતે  કોર્ટ સંકુલ ખાતે શનિવાર ના રોજ  સેસન્સ જજ શ્રી વી.જે .કલોતરા સાહેબ ની અધ્યક્ષતામાં  રાષ્ટ્રીય  લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું  લોક અદાલતમાં  અલગ અલગ 2900  કેસો મુકવામાં આવ્યા.છે જેમાં મોટર અકસ્માત વળતરના કેસો ,સમાધાન લાયક ક્રિમિનલ કેસો ,દીવાની દાવાઓ,ફોજદારી કેસો રેલવેના નોન કોગ્નેઝિબલ કેસો તેમજ મેટ્રિમોનિયલ કેસો સાથે ડી જી વી સી એલ ,પ્રોહીબીશન સહીત ના કેસો નો  સમાવેશ કરવામાં આવ્યો છે  ! કોર્ટ સંકુલ માં લોક અદાલત નો લાભ લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો .લોક અદાલતમાં બાર એસોસિએશન,કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશો એ  સેવા આપી હતી.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper