રોટરી કલબ ઓફ અંકલેશ્વર દ્વારા જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે દિવ્યાંગો માટે નિઃશુલ્ક કુત્રિમ અંગ વિતરણ શિબિર યોજાય
કુત્રિમ અંગ બેસાડ્યા બાદ દિવ્યાંગો ના ચહેરા પર ખુશી
રોટરી કલબ ઓફ અંકલેશ્વર દ્વારા ઉદેપુર ની નારાયણ સેવા સંસ્થાન ના સહયોગ થી અંકલેશ્વર ની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે દિવ્યાંગો માટે ગત 25 મી સપ્ટેમ્બર ના રોજ મુલ્યે કુત્રિમ અંગો ના માપ શિબિર યોજાય હતી જેમાં લાભ લીધેલ દિવ્યાંગો ને રવિવાર ના રોજ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે નારાયણ સેવા સંસ્થાન દ્વારા કુત્રિમ અંગો ને બેસાડવામાં આવ્યા હતા
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિવિધ સેવાકાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે ગત તારીખ 25 મી સપ્ટેમ્બર ના રોજ અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે . ઉદેપુરની નારાયણ સેવા સંસ્થાનના સહયોગથી દિવ્યાંગજનો માટે કુત્રિમ અંગો ના માપ તેમજ નિઃશુલ્ક તપાસ અને ઓપરેશન માટે ની શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં દિવ્યાંગો ના ઓપરેશન માટેની તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી. તો સાથે જ કુત્રિમ અંગો અંગેનું માપ પણ લેવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 200 જેટલા દિવ્યાંગજનો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. વિકલાંગો માટે કુત્રિમ અંગો તૈયાર થઈ ગયા બાદ તેઓને વિના મુલ્યે વિતરણ ના આયોજન ના ભાગરૂપે આજરોજ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર સહીત ની સહયોગી સંસ્થા અને નારાયણ સેવા સંસ્થાન દ્વારા દિવ્યાંગો ને વિનામૂલ્યે કુત્રિમ અંગો નું વિતરણ કરવામાં આવ્યું હતું અને દિવ્યાંગો ને કુત્રિમ અંગો બેસાડવામાં આવ્યા હતા જો કે દિવ્યાંગો ને કુત્રિમ અંગ મળતા ચહેરા પર ખુશી નો માહોલ જોવા મળ્યો હતો આ શિબિરમાં ભરૂચ ના માજી ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ રોટરી કલબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ અર્પણ સુરતી સેક્રેટરી પંકજ ભરવાડા ,તેમજ નારાયણ સેવા સંસ્થાન ના ડોકટર નેહા અગ્નિહોત્રી સહીત ના તબીબો ઉપસ્થિત રહ્યા હતા


