ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાનો હુંકાર જીલ્લાની પાંચેય બેઠક જીતી ઇતિહાસ રચીશુ

ભરૂચ જિલ્લા પંચાયતની ભોલાવ ખાતે ભાજપની ચૂંટણી લક્ષી અગત્યની બેઠક મળી

ધારાસભ્ય દુષ્યંત પટેલે કહ્યું તેમ ભરૂચ તો આપણે જીતી ગયા પણ પ્રચંડ બહુમતિની જીત નોંધાવવાની છે :રમેશ મિસ્ત્રી


ક્યાંય કોઈ કાર્યકર્તાને ખોટું લગાડવાની જરૂર નથી, દુષ્યંત પટેલને કોઈ ખોટું લાગ્યું નથી, મને ત્રણ ટર્મ સુધી ટિકિટ મળી ત્યારે કોઈને તો ખોટું લાગેલું ને : દુષ્યંત પટેલ


ભરૂચ જિલ્લા પંચાયતની ભોલાવ બેઠક ખાતે ભાજપની અગત્યની બેઠકમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, ઉમેદવાર રમેશ મિસ્ત્રી સહિતની ઉપસ્થિતીમાં જિલ્લાની પાંચેય બેઠક ભાજપ જીતી આ વખતે ઇતિહાસ રચશે તેવી નેમ વ્યક્ત કરાઈ હતી



રૂચના કોલેજ રોડ સ્થિત 7 એક્સ હબ ખાતે ભાજપ ભોલાવ જિલ્લા પંચાયતની રવિવારે સાંજે ચૂંટણી લક્ષી બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય દુષ્યંત પટેલે ભરૂચ વિધાનસભાના ઉમેદવાર રમેશ મિસ્ત્રીને 50 હજાર મતોની બહુમતીથી જીતાડવા સૌને કામે લાગી જવા હાકલ કરી હતી.

ધારાસભ્ય દુષ્યંત પટેલે, નતમસ્તક થઈ બધાનો આભાર માન્યો હતો. તેમની સાથે પંદર વર્ષ, ત્રણ ટર્મ અને અનેક ચૂંટણીમાં કામ કરનાર તમામ કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ કહ્યું હતું કે , ભરૂચ જિલ્લામાં નંબર વન બેઠક ભરૂચ આપણે જીતી ગયા જ છે પણ પ્રચંડ બહુમતીથી જીતવાની છે. 

ક્યાંક કાર્યકર્તાને ખોટું લગાડવાની જરૂર નથી. દુષ્યંત પટેલને કોઈ ખોટું લાગ્યું નથી. ત્રણ ટર્મથી મને ટિકિટ મળી ત્યારે કોઈને તો ખોટું લાગેલું ને. એક કલાક ખોટું લાગેલું અને ફરી એ જ જોમ અને જુસ્સા સાથે બીજા દિવસથી કામ શરૂ કરી દીધુ છે.

ભરૂચના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ આપણે આપણી આવનારી પેઢી માટે ભવિષ્ય સુરક્ષિત કરવાનું છે અને તે કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ દરેક ભાજપ કાર્યકર કરી રહ્યો છે. કોંગ્રેસ બેકફૂટ ઉપર હાસિયામાં છે પ્રજાનો વિશ્વાસ ગુમાવી ચુકી છે. છેલ્લા દિવસ સુધી ઉમેદવાર શોધી શકી નથી. આપણે ભાજપમાં દરેક કાર્યકર ઉમેદવાર છે અને તેના થકી જ પક્ષ, સંગઠન અને ભાજપ સૌના સાથ અને વિશ્વાસ સાથે આગળ વધી રહી છે. સોમવારે સવારે 10.30 કલાકે ઓમકારનાથ હોલ ખાતેથી ભરૂચ બેઠક માટે રમેશ મિસ્ત્રી ઉમેદવારી પત્ર ભરવાના છે.

બેઠકમાં ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, દિવ્યેશ પટેલ, રઘુનાથ કુલકર્ણી, રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ કુલકર્ણી, પ્રદેશમાંથી તૃપ્તિબેન સહિત ભોલાવ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતના સરપંચો, સભ્યો, સોસાયટી પ્રમુખો મોટી સંખ્યામાં જોડાયા હતા.







વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper