ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્રારા 5 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી મહાસંપર્ક અભિયાનની શરૂઆત
આગામી વિધાનસભા ચૂંટણી-2022 ને ધ્યાનમાં લઈને યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો પ્રશાંતભાઈ કોરાટ ની અધ્યક્ષતામા સમગ્ર ગુજરાતમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહાનગરમા તેમજ નગરપાલિકામા વોર્ડ દિઠ અને જીલ્લા પંચાયત સીટ દિઠ રોજ બાઈક રેલી કરી પ્રચાર, પ્રસાર કરવામા આવશે. તે અંતર્ગત ગતરોજ અને આજે અંકલેશ્વર નગરના વોર્ડ નં 1 અને 2 મા બાઈક રેલી કરવામાં આવી.સાથે
"અગ્રેસર ગુજરાત કેમ્પેઇન" આ કેમ્પેઇન થકી ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર માટે ગુજરાતની જનતાના અભિપ્રાય લેવામાં આવશે તારીખ 5 થી 15 નવેમ્બર સુધી ગુજરાતની જનતાના સુચનો લેવામાં આવશે.
ગુજરાતની જનતા “સુચન પેટી” તેમજ“www.agresargujarat.com”ની વેબસાઇટ તેમજ “78 78 182 182” નંબર પરથી પણ સુચનો જણાવી શકશે.
રાજયની પ્રજાના સુચનો એ ભાજપનો સંકલ્પ રહ્યો છે.

