શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી., પંડવાઈ, તા. હાંસોટ, જી. ભરૂચ ખાતે ડીસ્ટીલરી યુનિટમાં રેક્ટિફાઈડ સ્પિરિટ અને ઇથેનોલનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. આ સીઝનમાં 1 કરોડ લીટરથી વધુ આલ્કોહોલનું ઉત્પાદન કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરવાના લક્ષ્ય સાથે આજરોજ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી., પંડવાઈ, તા. હાંસોટ, જી. ભરૂચ ખાતે ડીસ્ટીલરી યુનિટમાં રેક્ટિફાઈડ સ્પિરિટ અને ઇથેનોલનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. આ સીઝનમાં 1 કરોડ લીટરથી વધુ આલ્કોહોલનું ઉત્પાદન કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે.ગત સીઝનમાં પંડવાઈ સુગર દ્વારા કુલ 67,63,446 લીટર ઇથનોલ ઓઇલ કંપનીઓને સપ્લાય કરવામાં આવ્યો હતો.: શ્રી ઈશ્વરસિંહ પટેલ
આ પ્રંસગે અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને સંસ્થાના વાઈસ ચેરમેનશ્રી અરવિંદભાઈ પટેલ, ગણેશ સુગરની કસ્ટોડિયન કમિટીના સભ્યશ્રી અને અંકલેશ્વર નગરપાલિકાના સભ્યશ્રી નિલેશભાઈ પટેલ, કોમર્શિયલ મેનેજરશ્રી મુકેશભાઈ પટેલ, ડિસ્ટિલરી ઇન્ચાર્જશ્રી દશરથભાઈ પટેલ, ચીફ એન્જીનીયરશ્રી દિલીપભાઈ ચૌધરી, ચીફ કેમિસ્ટશ્રી હિમાંશુભાઈ ટેલર તથા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ હાજર રહ્યા.


