અંકલેશ્વર ખાતે અગ્રેસર ગુજરાત અંતર્ગત ઉદ્યોગકારો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો..
વિધાન સભા ચૂંટણી સંદર્ભે ભાજપ દ્વારા મંતવ્યો મેળવવા માટે સંવાદ યોજાયો..
અંકલેશ્વર જી આઈ ડી સી માં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નવા અભિગમ હેઠળ ચૂંટણી ઢંઢેરા માં ઉદ્યોગલક્ષી સૂચનો મેળવવા ભારત સરકાર ના ભારે ઉદ્યોગ મંત્રી ડો મહેન્દ્રનાથ પાંડે ની અધ્યક્ષતા હેઠળ ભરૂચ જિલ્લા ના ઉદ્યોગકારો સાથે અગ્રેસર ગુજરાત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સૂચન બોક્સ મૂકી સૂચનો મેળવવા માટે નો એક નિષ્ઠાવાન પ્રયાશ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં કેન્દ્ર ની સરકાર તેમજ ગુજરાત સરકાર માં છેલ્લા વર્ષમાં અનેક સંકલ્પો પૂર્ણ કરેલ છે અને અનેક ક્ષેત્રમાં ગુજરાત દેશ માં અગ્રેસર રહ્યું છે,ત્યારે આવનારા સમયમાં ગુજરાત કેવું હોવું જોઈએ એ બાબતે ની દરેક ના મન માં કલ્પના હોય છે જે સંવાદ કાર્યક્રમ દ્વારા ઉદ્યોગકારો ને પડતી મુશ્કેલીઓ બાબતે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો.જેમાં ભારત સરકાર ના ભારે ઉદ્યોગ મંત્રી ડો મહેન્દ્રનાથ પાંડે ને ઉદ્યોગકારોએ ઇન્સ્ટ્રીયલ એસ્ટેટ સહીત ઉદ્યોગો ના પ્રશ્નો બાબતે રજુઆત કરવામાં આવી હતી આ પ્રશ્નો ની નોંધ લઇ સત્વરે નિકાલ કરવાની બાંહેધરી આપી હતી .તેમજ સૂચન બોક્સ માં પોતાના સૂચનો મુકવામાં આવ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ .જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા ,તેમજ અંકલેશ્વર ,પાનોલી ,ઝઘડિયા ,ભરૂચ દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહત ના ઉદ્યોગ મંડળ ના પ્રમુખ સહીત ના સભ્યો ,તેમજ અંકલેશ્વર ભાજપ સંગઠન ના હોદ્દેદારો અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા




