અંકલેશ્વર હાંસોટ બેઠક ઉપરથી ભાજપ ના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને તેઓ એ જંગી મતો થી જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક ઉપર થી માજી મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે સતત 5 મી વાર ભાજપ માંથી ઉમેદવારી નોંધાવી છે ,અંકલેશ્વર ના ચૌટાનાકા પાસે આવેલ ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યા માં કાર્યકરો ઉમટી પડ્યા હતા અને ઈશ્વરસિંહ પટેલ કાર્યાલય ખાતે આવી પહોંચતા કાર્યકરો એ ફુલહાર થી સ્વાગત કર્યું હતું ત્યાર બાદ વિશાળ રેલી દ્વારા ઉમેદવારી પત્ર ભરવા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને અંકલેશ્વર ના મુખ્ય ચૂંટણી અધિકારી નૈતિકાબેન પટેલ સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું ,અને જંગી મતો થી જીત નો વિશ્વાસ વ્યકત કર્યો હતો ,આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પ્રભારી દિવ્યેશ પટેલ ,શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ ,નગરપાલિકા સભ્ય સંદીપ પટેલ નગર .નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા ,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહીત ના મોટી સંખ્યા માં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા





