અંકલેશ્વર ના ભરૂચીનાકા પાસે ભાજપ ના આગેવાનો એ બિરસા મુંડા ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પી
=ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ સહીત ના આગેવાનો એ બિરસા મુંડા ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પી
અંકલેશ્વર માં બિરસા મુંડા ની જન્મ જયંતિ નિમિતે ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ સહીત ના આગેવાનો અને કાર્યકરો એ ભરૂચીનાકા પાસે આવેલ બિરસા મુંડા ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પી હતી
આદિવાસી મહાનાયક અને અંગ્રેજી હકુમત ની સામે દેશ ની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અને આદિવાસી સમાજ માં જાગૃતતા લાવનાર વીર યોદ્ધા બિરસા મુંડા ની જન્મ જ્યંતી ઉજવણી કરવામાં આવી રહી છે ,ત્યારે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ભાજપ દ્વારા ભરૂચીનાકા પાસે આવેલ બિરસા મુંડા ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પી હતી અંકલેશ્વર વિધાનસભા ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે બિરસા મુંડા ની પ્રતિમા ને ફુલહાર અર્પણ કર્યા હતા ,સાથે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ,તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ ,નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા , કારોબારી અધ્યક્ષ સંદિપ પટેલ , જીલ્લા કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ,જિલ્લા ભાજપ આદિવાસી મોરચા ના પ્રમુખ અરવિંદભાઈ વસાવા ,પાલિકા ના ઉપપ્રમુખ કલ્પના બેન મેરાઈ સહીત ભાજપ ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

