અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે શહેર માં ડોર ટુ ડોર મતદારો નો સંપર્ક કર્યો



ઈશ્વરસિંહ પટેલે શહેર માં કરેલ   વિકાસ કામ ની ગાથા વર્ણવી

 અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક ઉપર ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે  અંકલેશ્વર  શહેર ના વિવિધ વિસ્તારો માં ડોર ટુ  ડોર  મતદારો નો સંપર્ક કરી  ઈશ્વરસિંહ પટેલે શહેર માં કરેલ  વિકાસ  ના કામોની  ગાથા વર્ણવી હતી.

અંકલેશ્વર હાંસોટ વિધાનસભામાં ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે  પ્રચાર ના  શ્રી ગણેશ  કર્યા  બાદ અંકલેશ્વર શહેર ના વિવિધ વિસ્તારો માં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધર્યું છે .ઈશ્વરસિંહ પટેલે  શહેર ભાજપ ના પ્રમુખ નરેન્દ્ર પટેલ ,પાલિકા પ્રમુખ વિનય વસાવા ,કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ સહીત ના શહેર ભાજપ  સંગઠન  ના હોદ્દેદારો  અને કાર્યકરો જોડાયા હતા .  ઈશ્વરસિંહ પટેલે શહેર ની ચૌટા બજાર ,ગોયા બજાર ,સમડી ફળીયા ,પંચાતી બજાર સહીત ના વિવિધ વિસ્તારો માં ડોર ટુ  ડોર  મતદારો નો સંપર્ક કર્યો હતો અને તેઓ એ શહેર માં કરેલ વિકાસ ના કામો ની ગાથા વર્ણવી જીત નો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ પ્રચાર અભિયાન માં તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ ,સહીત પાલિકા ના સભ્યો અને સંગઠન ના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા .

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper