અંકલેશ્વરમાં ભાજપની ચૂંટણી જનસભાને સંબોધતા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા


-- રાહુલ ગાંધીના વીર સાવરકર નિવેદનની આકરી નિંદા કરી

-- 300 કોંગ્રેસના કાર્યકર્તાઓ એ પક્ષને અલવિદા કહીને જે પી નડ્ડા હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો

અંકલેશ્વરમાં ભાજપની ચૂંટણી જનસભાને સંબોધતા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા

અંકલેશ્વર ગડખોલ પાટીયા ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ચૂંટણી જનસભાને સંભોધન કર્યું હતું, અને તેઓએ વિરોધી પાર્ટી કોંગ્રેસ તેમજ આપ  પર આકરા પ્રહારો કર્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોર થી ચાલી રહ્યો છે, ભાજપ દ્વારા તેમના સ્ટાર પ્રચારકો ને ચૂંટણી સભામાં પ્રચાર અર્થે ઉતારીને મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે કમર કસી છે,જેના ભાગરૂપે આજરોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અંકલેશ્વર ખાતે ચૂંટણી પ્રચાર અર્થે આવી પહોંચ્યા હતા, અને જનમેદનીને સંબોધન કર્યું હતું.આ પ્રસંગે તેઓએ  ભાજપ સરકારના વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી, જ્યારે તાજેતરમાં રાહુલ ગાંધીએ વીર સાવરકર પર કરેલા નિવેદન ની પણ તેઓએ નિંદા કરી હતી અને આ બાબતને તેઓએ દુઃખદ ગણાવી હતી,કોંગ્રેસ પર કટાક્ષ કરતા તેઓએ જણાવ્યું હતું કે પહેલા પોતાની પાર્ટીને જોડી લો પછી ભારત જોડજો ! જ્યારે આમ આદમી પાર્ટી ના ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઇ જશે તેઓ વિશ્વાસ તેમને વ્યક્ત કર્યો હતો.


વધુમાં જે પી નડ્ડાએ ઋષિમુનિ,સંત,અને સમાજમાં પરિવર્તન લાવનાર ગુજરાતની ભૂમિને વિકાસની ગંગોત્રી ગણાવી હતી,અને ગુજરાતે દેશને દિશા આપવા માટે અહમ ભૂમિકા ભજવી હોવાનું જણાવ્યું હતું, જ્યારે વધુમાં તેઓએ કોંગ્રેસે 70 વર્ષોમાં ભાઈને  ભાઈ સાથે, સમાજને સમાજ સાથે તેમજ જાતિવાદને લડાવ્યો છે,જ્યારે સૌનો સાથ સૌનો વિકાસ ને ચરિતાર્થ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

આ ચૂંટણી પ્રચારની જનસભા દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તા આઈ બી સિંઘ સહિત 300 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ એ કોંગ્રેસ ને અલવિદા કહીને જે પી નડ્ડા ના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ચૂંટણી જનસભા દરમિયાન અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ  મારૂતીસિંહ અટોદરિયા ,શહેર પ્રમુખ  નરેન્દ્ર પટેલ  સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper