અંકલેશ્વર નોટીફાઇડ ભાજપ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરતા ઈશ્વરસિંહ પટેલ

 


અંકલેશ્વર નોટીફાઇડ ભાજપ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરતા ઈશ્વરસિંહ પટેલ

=જીઆઇડીસી માં જલધારા ચોકડી પાસે નાઈન એક્સ કોર્નર ખાતે ચૂંટણી કાર્યાલય નો પ્રારંભ કરાયો

=જીઆઇડીસી માં વસવાટ કરતા વિવિધ સમાજ ના આગેવાનો એ સ્વાગત કર્યું 

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા બેઠક ઉપર જીઆઇડીસી વિસ્તાર માં જલધારા ચોકડી પાસે ભાજપ  ચૂંટણી કાર્યાલય નું   ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં   22 થી વધુ વિવિધ સમાજ અને સ્વેછીક સંસ્થાના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું  સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી કૃષ્ણ સ્વરૂપ શાસ્ત્રીએ આશીર્વાદ આપ્યા અને શ્રેષ્ઠીઓ દ્રારા સ્વાગત કરવામાં આવ્યું

અંકલેશ્વર જીઆઇડીસી માં  જલધારા ચોકડી પાસે આવેલ નાઇનએક્સ કોમ્પ્લેક્સ ખાતે નોટીફાઈડ એરિયા  વિધાનસભા ચૂંટણી કાર્યાલય નું ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે જીઆઇડીસી નોટીફાઈડ એરિયા માં વસવાટ કરતા માં સૌરાષ્ટ્ર લેઉઆ પાટીદાર ,કડવા પાટીદાર ,કચ્છ કડવા પાટીદાર ,ચરોતર સમાજ ,રાજપૂત સમાજ ,મહેસાણા મિત્ર મંડળ ,યુવા મિત્ર મંડળ ,આહીર સમાજ મલયાલમ સમાજ ,મરાઠા સમાજ ,સ્વામિનારાયણ સંપ્રદાય સહીત 22 સમાજ ના આગેવાનો એ ઈશ્વરસિંહ પટેલ નું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું

આ પ્રસંગે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના ઉમેદવાર  ઈશ્વરસિંહ પટેલ દ્વારા સંબોધન કરતા જણાવ્યું હતું કે આ સ્વાગત અને લોકો ના ઉત્સાહ થકી મને પુરેપુરો વિશ્વાસ છે  કે ગત ચાર ટર્મ મા મને વિજેતા બનાવ્યો હતો અને છેલ્લી 2017 ની ચુંટણી માં 48 હજાર મતની સરસાઇ હતી પણ લોકો નો  ઉત્સાહ જોતા 2022 મા 75 હજાર થી વધુ સરસાઇ થી વિજય મળશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ અવસરે નોટીફાઈડ એરિયા ભાજપ ના પ્રમુખ જસુ ચૌધરી ,મહામન્ત્રી અલ્પેશ પટેલ અતુલ બાવરીયા ,તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા ,મહેશ પટેલ ,પાનોલી ઉદ્યોગ મંડળ ના પ્રમુખ બી.એસ.પટેલ સહીત ના વિવિધ સમાજ ના આગેવાનો અને મોટી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા .

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper