અંકલેશ્વર શહેર ભાજપ સંગઠન દ્વારા મોરબી હોનારત માં મૃત્યુ પામેલ મૃતકો ની આત્મા ની શાંતિ માટે શોકસભા યોજાય
અંકલેશ્વર નગર ના તમામ નવ વોર્ડ માં શોકસભા નું આયોજન કરાયું
શહેર ભાજપ સંગઠન ના હોદ્દેદારો ,પાલિકાના ચૂંટાયેલ સભ્યો અને કાર્યકરો એ મૃતકો ને શ્રધ્ધાંજલી અર્પી
મોરબી માં બનેલી હોનારતે સૌને હચમચાવી દીધા છે ત્યારે આજે રાજ્યવ્યાપી શોક પાળવા માં આવી રહ્યો છે જે અંતર્ગત મોરબી હોનારત માં મૃત્યુ પામેલા મૃતકો ની આત્મા ને શાંતિ મળે એ માટે અંકલેશ્વર શહેર ભાજપ સંગઠન દ્વારા શહેર ના તમામ નવ વોર્ડ માં શોકસભા નું આયોજન કરવામાં આવ્યું હતું
મોરબી માં ઝૂલતા પુલ હોનારત ને લઈ સમગ્ર ગુજરાત ના લોકો માં ભારે દુઃખ જોવા મળી રહ્યું છે ત્યારે આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ સંગઠન , તથા નગર પાલિકા ના દરેક વોર્ડ માં ચૂંટાયેલ સભ્યો અને સંગઠન ના હોદ્દેદારો દ્વારા તમામ નવ વોર્ડ માં શોકસભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી હોનારત માં મૃત્યુ પામેલા મૃતકો ની આત્મા ને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરી શ્રધ્ધાંજલી અર્પી હતી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ .સહીત શહેર ભાજપ સંગઠન ના હોદ્દેદારો અને નગર પાલિકા ના સભ્યો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા