ભાજપના ઉમેદવાર રિતેશ વસાવાએ રેલી કાઢી નોંધાવી ઉમેદવારી
જિલ્લા ભાજપ અધ્યક્ષ મારૂતીસિંહ અટોદરિયા, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર રહ્યા ઉપસ્થિત
ભરૂચની ઝઘડિયા બેઠકના ભાજપના ઉમેદવાર રિતેશ વસાવા ટેકેદારો સાથે આજરોજ ઉમેદવારી પત્ર ભર્યું હતું. રેલી કાઢી તેઓ પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાની દાવેદારી નોંધાવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર, સેવનતું વસાવા, રવજી વસાવા, પ્રકાશ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે રિતેશ વસાવાએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ભાજપ જંગી બહુમતીથી જીત મેળવશે. PM નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોને જોઈ લોકો મત ભાજપને જ આપશે.

