કોંગ્રેસ ના 100 થી વધુ અને આપ ના 150 જેટલા કાર્યકરો ભાજપ માં પ્રવેશ કર્યો
ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે ખેસ પહેરાવી આવકાર્ય
અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ ના માજી પ્રમુખ સહીત 100 થી વધુ અને આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો અને 150 થી વધુ કાર્યકરો ભાજપ માં જોડાયા હતા ભાજપ કાર્યાલય ખાતે ઈશ્વરસિંહ પટેલે ખેસ પહેરાવી આવકાર્યા હતા
અંકલેશ્વર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ની ઉપસ્થિતિ માં અંક્લેશ્વત તાલુકા કોંગ્રેસ ના માજી પ્રમુખ બાલુભાઈ પટેલ ,તેમનો પુત્ર દીક્ષિત પટેલ સહીત 100 થી વધુ કાર્યકરો તેમજ આમ આદમી પાર્ટી ના સંગઠન મંત્રી ચંદ્રેશ પટેલ સહીત હિરેન પટેલ ,ભદ્રેશ પટેલ .ચૌહાણ સહીત 150 થી વધુ કાર્યકરો ભાજપ માં જોડાયા હતા ,તેઓ ને ઈશ્વરસિંહ પટેલે ખેસ પહેરાવી આવકાર્યા હતા ,સાથે ભાજપ માં જોડાયેલ તમામ આગેવાનો ચૂંટણી પ્રચાર કાર્ય માં જોડાય ગયા હતા ,આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ,વિનય વસાવા ,સુધીરભાઈ ગુપ્તા ,સંદીપ પટેલ , જગદીશભાઈ શાહ સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા



