અંકલેશ્વર ઓએનજીસી ખાતે મહાપરિનિર્વાણ દિવસ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડર ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પી

અંકલેશ્વર ઓએનજીસી ખાતે  મહાપરિનિર્વાણ દિવસ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડર ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પી


=ઓએનજીસી ના એસેટ મેનેજર વિજય કુમાર ગોખલે સહીત ના અધિકારીઓ પુષ્પાંજલી અર્પી .

=તેલવા ગામ ખાતે 70 મહિલાઓ ને વિના મુલ્યે સિલાઈ મશીન અર્પણ કરાયા


દર વર્ષે 6 ડિસેમ્બરના દિવસે ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા માટે તેમની પુણ્યતિથિ પર મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે.  છે.ત્યારે અંકલેશ્વર ઓએનજીસી ખાતે મહાપરિનિર્વાણ દિવસ અંતર્ગત ડોક્ટર બાબા સાહેબ આંબેડર ની પ્રતિમા ને પૂષ્પાંજલિ અર્પી હતી બાદ ઓએનજીસી ના સીએસઆર ફંડ માંથી અંકલેશ્વર તાલુકા ના તેલવા ગામ ખાતે 70 જેટલી મહિલાઓ ને સિલાઈ મશીન નું વિતરણ કરવામાં આવ્યું હતું


અંકલેશ્વર ઓએનજીસી ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ની પુણ્યતિથિ પર મહાપરિનિર્વાણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ઓએનજીસી ના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે ,એચ આર હેડ દિવાકર બહેરા સહીત ના અધિકારીઓ અને કર્મચારીઓ એ ડો. બાબા સાહેબ આંબેડર ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પી હતી મહાપરિનિર્વાણ  દિન નિમિતે ઓએનજીસી  ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસીએશન તેમજ ઓએનજીસી ઓબીસી એમઓબીસી અને દેવ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર તાલુકા ના તેલવા ગામ ખાતે મહિલાઓ ને વિના મુલ્યે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેલવા સહીત આસપાસ ના ગામો ની 70 જેટલી  મહિલાઓ ને  એસેટ મેનેજર વિજય કુમાર ગોખલે ના હસ્તે સિલાઈ મશીન નું વિતરણ કરવામાં આવ્યું હતું ,આ પ્રસંગે ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસીએશન ના પ્રમુખ રોહિત પટેલ ,દિનેશ વસાવા ,સીએસઆર હેડ રૂપાંકર મહંતા સહીત ના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper