વીર નર્મદ યુનિવર્સિટી,સુરત ની મહિલા ક્રિકેટ ટીમમાં ભરૂચ નર્મદા કોલેજની બે વિધાર્થીનીનું સિલેકશન.
સુરત ખાતે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી મહિલા ક્રિકેટ ટીમનું સિલેકશન હાથ ધરાયું હતું જે માટે યુનિવર્સિટીની તમામ કોલેજની સૌથી વધુ વિધાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.
સિલેક્ટરો દ્વારા પરફોર્મન્સ અને સ્કીલ ના આધારે 15 સભ્યો ની ટીમ ની પસંદગી કરવામાં આવી હતી..જેમાં ભરુચ ની નર્મદા કોલેજ ની બે વિધાર્થીનીઓ ખુશી મારવાડી તેમજ મિરાલી ભાડજા ની પસંદગી થતાં કોલેજ સહિત ભરુચ ના ક્રિકેટ રસીકો મા ગૌરવ સાથે ખુશીની લહેર પ્રસરી ગઇ છે.
નર્મદા કોલેજના સ્પોર્ટસ ડાયરેકટર કે.એસ.ચૌહાણે આ બન્ને વિધાર્થીનીઓની યુનિવર્સિટી ટીમમા પસંદગી અંગે ખુશી વ્યક્ત કરી તેમને મળેલ આ તકથી તેઓ તેમની રમત રાષ્ટ્રીય સ્તરે દર્શાવી આગળ વધી શકશે તેમ જણાવી નર્મદા કોલેજના આ અગાઉ બે બેડમિન્ટન તેમજ વેઇટ લીક્ટિંગમા પણ આંતર રષ્ટ્રિય કક્ષાએ ઝળક્યા હોવાનું કહ્યું હતું.વિકેટકીપર અને બેટર એવી રાજ્ય કક્ષાની ખેલાડી ખુશી મારવાડી તેમજ મિરાલી ભરડાએ તેમની પસંદગી બદલ ખુશી વ્યક્ત કરી કોલેજ અને સ્પોર્ટસ ડાયરેકટર કે. એસ.ચૌહાણ નો આભાર વ્યક્ત કરી ભવિષ્યમા ક્રિકેટમા આગળ કેરિયર બનાવવાની મહેચ્છા વ્યક્ત કરી હતી
