હાંસોટ ના પાંજરોલી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ

હાંસોટ ના પાંજરોલી  ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરતા  ધારાસભ્ય  ઈશ્વરસિંહ પટેલ




= નારાયણ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ અને પાંજરોલી યુવક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું.

સ્વ. ડાહીબેન ગણપતભાઈ પટેલના સ્મરણાર્થે પાંજરોલી પ્રિમિયર લીગ-3 ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ કરાયો



હાંસોટ તાલુકાના પાંજરોલી ગામ ખાતે નારાયણ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ અને પાંજરોલી યુવક મંડળ દ્વારા સ્વ ડાહીબેન ગણપતભાઈ પટેલના સ્મરણાર્થે પાંજરોલી પ્રિમિયર લીગ-3  ક્રિકેટ ટુર્નામેન્ટનું ધારાસભ્ય  ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ઉદઘાટન  કરવામાં આવ્યું.હતું



નારાયણ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ  અને પાંજરોલી ગામ ના વતની નરેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલ દ્વારા ગામના યુવાનો ગામમાં રમે અને પોતાનામાં રહેલી પ્રતિભા બહાર આવે તે હેતુ સાથે ગામના યુવાનો  એકબીજા સાથે રમે  તેવા આશય સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરવામાં આવે છે.હાલ માં પણ પાંજરોલી ગામ ખાતે પાંજરોલી પ્રિમિયર લીગ-3  ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ,આ ટુર્નામેન્ટ નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટ માં  કુલ 20 ટીમેં  ભાગ લીધો છે  અન્ડર ૧૮ ની આઠ ટીમ અને ૧૮  થી વધુ વયની બાર ટીમેં ભાગ લીધો છે 




આ ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય  ઈશ્વરસિંહ પટેલ દ્વારા યુવાઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે ગુજરાતમાં ખેલમહાકુંભ જેવા વિરાટ રમતોત્સવથી વાયબ્રન્ટ સ્પોર્ટસ કલ્ચરનું નિર્માણ થયું છે ત્યારે આ ટુર્નામેન્ટ થી રમતગમતને પ્રોત્સાહન મળશે તેમજ યુવાનોમાં ખેલદિલી અને લીડરશીપની ભાવના વધશે, જેનાથી અંકલેશ્વર-હાંસોટના મહત્તમ ખેલાડીઓ પોતાની પ્રતિભા પ્રકાશિત કરી ગુજરાત ફલક પર ઉભરી ભારતનું નામ રોશન કરે તેમજ નવા આયામ સુધી પહોંચે એવી અભિલાષા વ્યક્ત કરી હતી .

આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિહ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંગીતાબેન સોલંકી,ભરૂચ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ  હર્ષદભાઈ પટેલ, જીલ્લા કોષાધ્યક્ષ  જગદીશભાઈ શાહ,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ,નારાયણ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી  પ્રધ્યુમન પટેલ,મંથન પટેલ,અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિસભ્યો રમણભાઈ પટેલ, નરેશભાઈ મોદી ,પાંજરોલી ગામ સંરપંચ વનિતાબેન વસાવા,ગામ ના આગેવાનો, વડીલો, યુવાનો અને ખેલાડીઓ  હાજર રહ્યા હતા

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper