નારાયણ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ અને પાંજરોલી યુવક મંડળ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ યોજાય.

નારાયણ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ અને પાંજરોલી યુવક મંડળ દ્વારા આયોજિત  ક્રિકેટ ટુર્નામેન્ટ  ની ફાઇનલ મેચ યોજાય.

=સ્વ ડાહીબેન ગણપતભાઈ પટેલના સ્મરણાર્થે પ્રિમિયર લીગ-3 ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું

=અન્ડર ૧૮ ની ફાઇનલ મેચ માં શીવા બોય ઈલેવન વિજય બની.

=૧૮  થી વધુ વયની ફાયનલ મેચ માં  રોયલ ઈલેવન  વિજેતા બની


હાંસોટ તાલુકાના પાંજરોલી ગામ ખાતે નારાયણ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ અને પાંજરોલી યુવક મંડળ દ્વારા સ્વ ડાહીબેન ગણપતભાઈ પટેલના સ્મરણાર્થે પાંજરોલી પ્રિમિયર લીગ-3  ક્રિકેટ ટુર્નામેન્ટનું  આયોજન કરવામાં આવ્યું હતું જેનું ધારાસભ્ય  ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ઉદઘાટન  કરવામાં આવ્યું હતું.





નારાયણ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ  અને પાંજરોલી ગામ ના વતની નરેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલ દ્વારા  ગામના યુવાનો  ગામમાં રમે અને પોતાનામાં રહેલી પ્રતિભા બહાર આવે તે હેતુ સાથે ગામના યુવાનો  એકબીજા સાથે રમે  તેવા આશય સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરવામાં આવે છે.હાલ માં પણ પાંજરોલી ગામ ખાતે પાંજરોલી પ્રિમિયર લીગ-3  ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ,આ ટુર્નામેન્ટ માં  કુલ 20 ટીમેં  ભાગ લીધો હતો.  અન્ડર ૧૮ ની આઠ ટીમ અને ૧૮  થી વધુ વયની બાર ટીમેં ભાગ લીધો હતો.છેલ્લા પાંચ અઠવાડિયાથી ચાલી રહેલ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ રવિવાર ના રોજ  રમાઈ હતી જેમાં અન્ડર ૧૮ ની આઠ ટીમે ભાગ લીધો હતો જેમા રોયલ ઈલેવન અને શીવા બોય  ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી.જેમા શીવા બોય ઈલેવન વિજય બની હતી. બીજી તરફ ૧૮  થી વધુ વય ની મેચ માં  બાર ટીમે ભાગ લીધો હતો.જેમા એકતા ઈલેવન અને રોયલ ઈલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી જેમા રોયલ ઈલેવન ટીમ વિજેતા બની હતી.વિજેતા ટિમો ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સાથે રનર્સ ટિમ ને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગામના આગેવાન અને અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પધ્યુમન પટેલ,મંથન પટેલ,અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિસભ્યો રમણભાઈ પટેલ, નરેશભાઈ મોદી,ગામ ના આગેવાનો યુવાનો અને ખેલાડીઓ  હાજર રહ્યા હતા

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper