"હું વોટ કરીશ" અવસર લોકશાહીનો' અભિયાન અંતર્ગત 'અવસર રથ'નું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું: જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી

નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મિશન-૨૦૨૨ :  આજથી જિલ્લાના મતદાન મથકોએ મતદાન જાગૃતિ અર્થે 'અવસર રથ' ફરશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં મતદાનની ટકાવારી અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા દ્વારા ''અવસર રથ'નું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું 


જિલ્લાનાં તમામ મતદાન મથકોના મતદારો જાગૃત થાય અને મોટી સંખ્યામાં નાગરિકો મતદાન માટે પ્રોત્સાહિત થાય અને લોકશાહીના પર્વમાં ભાગીદાર બને તે માટે  'મિશન-૨૦૨૨' હાથ ધરવામાં આવ્યું છે. "હું વોટ કરીશ" એવા સિગ્નેચર કેમ્પેઇન સાથે આ વિસ્તારોમાં  'અવસર રથ' ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે.


આ અવસરે  નિવાસી અધિક કલેક્ટર શ્રી એન આર ધાંધલ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી એસ એમ ગાંગુલી,પ્રાંત અધિકારીશ્રી જાડેજા તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ચાર વોર્ડના 1.13 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું

અંકલેશ્વર નગર  પાલિકા દ્વારા ચાર  વોર્ડના  1.13 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું.


=વોર્ડ નંબર 2,,5,6 અને 9 ના વિવિધ કામો હાથ પર લેવાયા

= આંગણવાડી સહીત પેવર બ્લોક,આર.સી.સી રોડ અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન ના કામો નું ખાતમુહૂર્ત યોજ્યું 



અંકલેશ્વર નગર  પાલિકા  દ્વારા ચાર વોર્ડ માં  1.13 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. એક  આંગણવાડી સહીત પેવર બ્લોક,આર.સી.સી રોડ અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન ના કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું  હતું.  ચૂંટણી જાહેર થાય એ પૂર્વે નગર પાલિકા દ્વારા ખાતે મુહૂર્ત કરવામાં આવ્યું હતું .

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગુરુવાર ના રોજ  સવારે 9:30 કલાકે  ચૂંટણી જાહેર થાય તે પહેલા વોર્ડ નંબર 9 માં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી.  જેમાં વોર્ડ નંબર 2, ,5 ,6 અને 9 ના 20 જેટલા કામો નું પ્રતીકાત્મક ખાતમહૂર્ત એકજ સ્થળે કરવામાં આવ્યું હતું. અંદાજિત 1.13 કરોડ રૂપિયાના ખર્ચે 1 આંગણવાડી સહીત પેવર બ્લોક,આર.સી.સી રોડ અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન ના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેની ખાતમુહૂર્ત યોજવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિનય વસાવા, જીલ્લા કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ સહીત તમામ વોર્ડ ના સભ્યો, પુષ્પા બેન , સુરેશભાઈ,કેતકીબેન, સુનિલભાઈ તેમજ સિધ્ધુ ભાઈ, નટવરભાઈ, દક્ષેશભાઈ, ધનુબેન, રમણભાઈ પટેલ, નરેશભાઈ, રાજકુમાર ટેલર, ભાવેશ કાયસ્થ,તેમજ સ્થાનિક રહીશો તેમજ શહેર ભાજપ સંગઠન માં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 જાહેર

 બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી :


1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન


5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન 


                         પ્રથમ તબક્કાનું મતદાન 










                       બીજા તબક્કાનું મતદાન 



  


8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે


#GujaratElections2022   





🔸આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની થશે જાહેરાત

 🔸આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની થશે જાહેરાત


🔸બપોરે 12 વાગ્યે ચૂંટણીપંચની પ્રેસવાર્તા


#GujaratElections2022


અંકલેશ્વર શહેર ભાજપ સંગઠન દ્વારા મોરબી હોનારત માં મૃત્યુ પામેલ મૃતકો ની આત્મા ની શાંતિ માટે શોકસભા યોજાય

અંકલેશ્વર શહેર ભાજપ સંગઠન  દ્વારા  મોરબી હોનારત માં મૃત્યુ પામેલ મૃતકો ની આત્મા ની શાંતિ માટે શોકસભા યોજાય

અંકલેશ્વર નગર ના તમામ નવ વોર્ડ માં શોકસભા નું આયોજન કરાયું

શહેર ભાજપ સંગઠન ના હોદ્દેદારો ,પાલિકાના ચૂંટાયેલ સભ્યો અને કાર્યકરો એ મૃતકો ને શ્રધ્ધાંજલી અર્પી

મોરબી માં બનેલી હોનારતે સૌને હચમચાવી દીધા છે ત્યારે આજે રાજ્યવ્યાપી શોક પાળવા માં આવી રહ્યો છે જે અંતર્ગત મોરબી હોનારત માં મૃત્યુ પામેલા મૃતકો ની આત્મા ને શાંતિ મળે એ માટે  અંકલેશ્વર શહેર ભાજપ સંગઠન દ્વારા શહેર ના તમામ નવ વોર્ડ માં શોકસભા નું આયોજન કરવામાં આવ્યું હતું



મોરબી માં ઝૂલતા  પુલ  હોનારત ને લઈ સમગ્ર ગુજરાત ના લોકો માં ભારે દુઃખ જોવા મળી રહ્યું છે ત્યારે આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ સંગઠન , તથા નગર પાલિકા ના દરેક વોર્ડ માં ચૂંટાયેલ સભ્યો અને સંગઠન ના હોદ્દેદારો દ્વારા તમામ નવ વોર્ડ માં શોકસભા નું  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી હોનારત માં મૃત્યુ પામેલા મૃતકો ની આત્મા ને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરી શ્રધ્ધાંજલી અર્પી હતી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ .સહીત શહેર ભાજપ સંગઠન ના હોદ્દેદારો અને નગર પાલિકા ના સભ્યો તથા  નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

અંકલેશ્વર નગરપાલિકા ખાતે મોરબી હોનારત માં મૃત્યુ પામેલ મૃતકો ની આત્મા ની શાંતિ માટે પ્રાર્થનાસભા યોજાય

 અંકલેશ્વર નગરપાલિકા ખાતે મોરબી હોનારત માં મૃત્યુ પામેલ મૃતકો ની આત્મા ની શાંતિ માટે પ્રાર્થનાસભા યોજાય


નગર પાલિકા ના પદાધિકારીઓ ,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા







મોરબી માં બનેલી હોનારતે સૌને હચમચાવી દીધા છે ત્યારે આજે રાજ્યવ્યાપી શોક પાળવા માં આવી રહ્યો છે જે અંતર્ગત મોરબી હોનારત માં મૃત્યુ પામેલા મૃતકો ની આત્મા ને શાંતિ મળે એ માટે  અંકલેશ્વર નગર પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર ની હાજરી માં   પ્રાર્થના સભા નું આયોજન કરાયું હતું જેમાં બે મિનિટ નું મૌન પાડી  શોક પાળવા માં આવ્યો હતો 

મોરબી માં ઝૂલતા  પુલ  હોનારત ને લઈ સમગ્ર ગુજરાત ના લોકો માં ભારે દુઃખ જોવા મળી રહ્યું છે ત્યારે આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત અંકલેશ્વર નગર પાલિકા  હોલ ખાતે  પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી હોનારત માં મૃત્યુ પામેલા મૃતકો ની આત્મા ને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરાઈ હતી જેમાં નગર પાલિકા ના ચીફ ઓફિસર કેશવ કોલડિયા ,નગર પાલિકા ના સભ્યો અને પાલિકા ના અધિકારીઓ તેમજ  કર્મચારીઓ અને શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા અને બે મિનિટ નું મૌન પાડી શોક પાળવામાં આવ્યો હતો



રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એટલે પ્રાકૃતિક કૃષિ :રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એટલે પ્રાકૃતિક કૃષિ :રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત 

પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી દેશના ખેડૂતો અને ખેતી આત્મનિર્ભર બનશે.

એક સાથે અનેક પાકનું ઉત્પાદન મેળવવું તે પ્રાકૃતિક ખેતીનો સિદ્ધાંત છે.

પ્રાકૃતિક કૃષિથી ઓછા ખર્ચે પૂરતું ઉત્પાદન મળે છે : જળ જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળે છે.

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો. 

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનાં પ્રારંભે મોરબીની દુર્ઘટનામાં ભોગ બનેલા દિવંગતોને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ 

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે... પરિસંવાદમાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરતા જણાવ્યું હતું કે, સસાયણિક કૃષિના દુષ્પરિણામથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રાકૃતિક કૃષિ છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી દેશના ખેડૂતો અને ખેતી આત્મનિર્ભર બનશે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃતિ પરિસંવાદનાં પ્રારંભે

મોરબીની દુર્ઘટનામાં ભોગ બનેલા દિવંગતોને બે મિનિટ નટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

વધુમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા આહ્વાન કર્યું છે. જેને સાકાર કરવા ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ જનઅભિયાન ઉપાડયું છે. ભરૂચ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટે અનુરોધ કરતા રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવી હતી.

પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિદ્ધાંતોની સમજ આપતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયનું અત્યંત મહત્વ છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સૂક્ષ્મ જીવાણું હોય છે. જયારે ગૌ-મૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ, ગૌમૂત્ર, દાળનું બેસન, ગોળ અને માટીનું પાણીમાં મિશ્રણ બનાવી જીવામૃત અને ધનજીવામૃત બનાવવામાં આવે છે. જે કલ્ચરનું કાર્ય કરે છે અને પ્રાકૃતિક ખાતર તરીકે વાપરી શકાય છે. જીવામૃત – ઘનજીવામૃતથી જમીનમાં સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે, જે જમીનમાં રહેલા ખનીજતત્વોનું શોષી શકાય તેવા સરળ પદાર્થોમાં રૂપાંતર કરે છે. જેનું શોષણ કરી છોડ પોષણ મેળવે છે. જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. રાજ્યપાલશ્રીએ અળસીયાને ખેડૂતોના મિત્ર ગણાવ્યા હતા. અળસીયા જમીનમાં અસંખ્ય છેદ બનાવી જમીનને નરમ બનાવે છે. જમીનમાં પૂરતો ઓક્સિજન મળે છે, અને આ છિદ્રો દ્વારા પાણી જમીનમા ઉતરતા કુદરતી રીતે જળસંચય થાય છે,

રાજ્યપાલશ્રીએ જમીનને કૃષિ અવશેષોથી ઢાંકવા માટે આચ્છાદન એટલે કે મલ્ચીંગના મહત્વને સમજાવતા જણાવ્યું હતું કે, મલ્ટિંગથી જમીનનું ઊંચા તાપમાન સામે રક્ષણ થાય છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ છે. જેનાથી પાણીની પચાસ ટકા જેટલી બચત થાય છે. નિંદામણની સમસ્યા હલ થાય છે અને અળસિયાં જેવા મિત્ર જીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ બની રહે છે. તેમને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં મિશ્ર પાકના મહત્વને પણ સમજાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ ઓર્ગેનિક કૃષિ અર્થાત જૈવિક કૃષિને પ્રાકૃતિક કૃષિથી સાવ અલગ પદ્ધતિ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિમાં વર્મિકમ્પોસ્ટ બનાવવાનો ખર્ચ થાય છે. નિંદામણની સમસ્યાનો હલ થતો નથી. વિદેશી અળસિયા ભારતીય વાતાવરણમાં પૂરી ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી, જેના કારણે ઓર્ગેનિક કૃષિમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે અને ખર્ચ વધવાના કારણે ઓર્ગેનિક કૃષિ ખેડૂતો માટે લાભકારી નથી જયારે પ્રાકૃતિક કૃષિમાં કૃષિખર્ચ નહિવત આવે છે. ઉત્પાદન ઘટતું નથી,જમીનનો ઓર્ગેનિક કાર્બન વધવાથી જમીન ફળદ્રુપ બને છે અને સરવાળે ખેડૂતો માટે લાભકારી સાબિત થાય છે.વધુમાં એક સાથે અનેક પાકનું ઉત્પાદન મેળવવા એ પ્રાકૃતિક ખેતીનો સિદ્ધાંત છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે,રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. રાસાયણિક કૃષિમાં ખર્ચ સતત વધી રહ્યો છે અને ઉત્પાદન દિનપ્રતિદિન ઘટતું જાય છે. આના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કંફોળી બની રહી છે. રાસાયણિક કૃષિના કારણે જળ-જમીન અને પર્યાવરણ દૂષિત થયા છે, દૂષિત ખાધાન્ન આરોગવાથી લોકો કેન્સર, હ્રદયરોગ જેવા અસાધ્ય રોગના ભોગ બની રહ્યાં છે. રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવાનો મજબુત વિકલ્પ પ્રાકૃતિક કૃષિ હોવાનો જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ હતું કે, પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે. કૃષિ ખર્ચ ઘટે છે અને ઉત્પાદન પૂરતું મળવાને કારણે પ્રાકૃતિક કૃષિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકો પાછળ કેન્દ્ર સરકારને વર્ષે અઢી લાખ કરોડનો આર્થિક બોજ સહન કરવો પડે છે.

રાજ્યપાલશ્રીએ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટે ઉપસ્થિત ખેડૂતોને

અનુરોધ કરી ખેડૂત અને ખેતીને આત્મનિર્ભર બનાવવા સૌને પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલે પરિસંવાદમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દેશ કૃષિ ક્ષેત્રે હરળફાળ વિકાસ કરી રહ્યો છે. ભરૂચ જિલ્લો પણ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં અગ્રેસર છે. પ્રાકૃતિક કૃષિએ અત્યારના સમયની માંગ છે. જયારે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને નુકશાન થઇ રહ્યું છે.

ત્યારે પ્રાકૃતિક ખેતીએ પર્યાવરણ, સ્વાસ્થ્ય અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે મહત્વની છે. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલે તથા વાગરાના ધારાસભ્ય શ્રી અરૂણસિંહ એ રણાએ પણ પ્રાસંગીક ઉદ્દબોધન કર્યુ હતું.પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલની મહાનુભાવો તેમજ ખેડૂતોએ મુલાકાત લીધી હતી.

જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ ગુજરાતના રાજ્યપાલશ્રી સહિત અહીં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રાકૃતિક કૃષિ અપનાવવાના આહ્વાન બાદ ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધ્યો છે. જિલ્લામાં અત્યારે ૩૦૦૦ જેટલા ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્રની અનોખી પહેલ એવી “કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત જિલ્લાના ૧૦ હજાર જેટલા ખેડૂતોને શિબીર થકી પ્રાકૃતિક ખેતીને અપનાવવાના સ્તુત્ય પ્રયત્નો ઉપરાંત દરેક ગામ દીઠ ૭૫

ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિયાન સ્વરૂપે સઘન કામગીરી થઇ રહી છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષીએ પોતાના આભાર પ્રવચનમાં જણાવ્યું કે, પરિસંવાદના પરિપાક સ્વરૂપે જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવશે તેવી નેમ વ્યક્ત કરી હતી.વધુમાં,રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમથી અહીંના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત થયા છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ વેળાએ જિલ્લા અગ્રણી શ્રી મારૂતિ સિંહ અટોદરિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એન આર ધાધલ,આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એ આઈ પઠાણ સહિતના અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.



ભરૂચ જિલ્લા ભાજપના પ્રયાસોથી ખેડૂતોને વળતર મળતા ખેડુતોમા આનંદ..

ભરૂચ જિલ્લામાથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માં  પુનગામને એકરે 1.67 કરોડનો આર્બીટ્રેટર દ્વારા આર્બીટ્રેશન એવોર્ડ જારી

ભરૂચ જિલ્લા ભાજપના પ્રયાસોથી વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માં પુનગામને એકરે 1.67 કરોડનો આર્બીટ્રેટર દ્વારા આર્બીટ્રેશન એવોર્ડ જારી - 34 ખેડૂતોને 40.90 એકરના જમીનના મળશે રુપિયા 68.34 કરોડ રૂપિયા - ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મહામંત્રીઓનું મોઢું મીઠું કરાવી ખેડૂતોએ એવોર્ડને આવકાર્યો 

ગુજરાત પ્રદેશ પ્રમુખ, ભરૂચ જિલ્લા ભાજપ અને જિલ્લાના ધારાસભ્યો ની દિલ્હી અને રાજ્ય સરકારમાં રજૂઆતોને કારણે જિલ્લાના ખેડૂતોને પણ સન્માનજનક વળતર મળવાનું શરૂ થશે : મારૂતિસિંહ અટોદરિયા 

પુનગામના ખેડૂતોને 142 ની જગ્યાએ 640 પ્રતિ ચો.મી. નો એવોર્ડ અપાતા આજે ખરી દિવાળીની વ્યક્ત કરાઈ ખુશી ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 32 ગામના 1300 ખેડૂતો માટે હવે ખરી દિવાળીનો માહોલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રયાસોથી શરૂ થયો છે. ભારત માલા પ્રોજેકટમાં સમાવિષ્ટ દિલ્હી-મુંબઈને જોડતા દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વે માં ભરૂચ જિલ્લાના જમીન ગુમાવનારા ખેડૂતોને જમીન સંપાદનનું યોગ્ય વળતર મળી રહે તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સાથે રાખી ભરૂચ જિલ્લા ભાજપના પ્રતિનિધિ મંડળ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો ઇશ્વરસિંહ પટેલ, દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ સહિતે દિલ્હી દરબારમાં ચાર વખત ધામાં નાખ્યા હતા. ભરૂચના સાંસદ, અંકલેશ્વર ધારાસભ્ય, જિલ્લા પ્રમુખે પ્રદેશ અધ્યક્ષ સાથે મળી દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની વખતો વખત રૂબરૂ મુલાકાત લીધી હતી. જિલ્લાના એક્સપ્રેસ વે ના 1300 અસરગ્રસ્ત ખેડૂતોની NHAI સામે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લા સુરત, નવસારી સહિતના પ્રમાણે જમીન સંપાદન વળતર ચૂકવવાની માંગણી પાછલા ચાર વર્ષથી ચાલી રહી હતી. ખેડૂત સમન્વય સમિતિ અને જિલ્લા કિસાન સંઘના કાર્યકારી પ્રમુખ નિપુલ પટેલ સાથે જિલ્લા ભાજપ સંગઠને જિલ્લાના ખેડૂતોને તેઓની મહામૂલી જમીનનું યોગ્ય વળતર અપાવવા બાંહેધરી આપી રાજ્ય સરકારમાં પણ રૂબરૂ રજુઆત કરી હતી. ભાજપની ડબલ એન્જીન સરકારમાં ભરૂચ જિલ્લાના એક્સપ્રેસ વે ના ખેડૂતોને હવે આર્બીટરી એવોર્ડ મળવાની શરૂઆત થઈ છે. ભરૂચ જિલ્લા આર્બીટ્રેટર અને કલેકટર તુષાર સુમેરા દ્વારા પુનગામ માટે આર્બીટ્રેશન એવોર્ડ 142 પ્રતિ ચોરસ મીટર થી વધારી 640 પ્રતિ ચોરસ મીટર એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે, જેને લઈ પુનગામના 34 ખેડૂતો માં હવે ખરી દિવાળીની ખુશી પ્રસરી ગઈ છે. આજે ખેડૂતોએ રૂબરૂ મળી ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્યો, મહામંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતનો આભર વ્યક્ત કર્યો હતો. પુનગામના ખેડૂતોને હવે એકરે રૂપિયા 1.67 કરોડ મળશે. ગામની કુલ 40.90 એકર જમીન સંપાદિત કરાઈ છે. સાથે જ જિલ્લા ભાજપ દ્વારા સૂચન પણ કરાયું છે કે આ એવોર્ડ સામે NHAI કોર્ટમાં ના જાય. અન્ય 31 ગામોના પણ આર્બીટ્રેશન એવોર્ડ હવે આવવા લાગતા ખેડૂતોમાં ડબલ એન્જીનની સરકારના અને જિલ્લા ભાજપના પ્રયાસોને લઈ ખુશીનો માહોલ છવાઈ ગયો.



અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના ચાર મંડલમા યુવા મોરચા દ્વારા મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ અને પ્રાર્થના કરાઈ

અંકલેશ્વર શહેર, અંકલેશ્વર તાલુકા, હાંસોટ તાલુકા, અંકલેશ્વર નોટીફાઇડ ભાજપ યુવા મોરચા દ્વારા મોરબી ખાતે બનેલી દુઃખદ ઘટના માં  મૃતકોની આત્માને શ્રદ્ધાંજલિ આપવા વિધાનસભામા વિવિધ જગ્યાએ કેન્ડલ પ્રગટાવી  મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.




મોરબીમાં ઝુલતો પુલ તૂટવા ની બનેલી ગોઝારી ઘટના માં  જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે, તેમને માટે ગુજરાત માં  અનેક સ્થળોએ મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવા માં આવી રહી છે.. ત્યારે અંકલેશ્વર વિધાનસભાના ચાર મંડલમા ભાજપ  યુવા મોરચા દ્વારા વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં  બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે  યુવા ભાજપ મોરચાના પ્રમુખ, મહામંત્રી તેમજ મંડલ હોદેદારો અને ચુંટાયેલા નગરપાલિકા સભ્યો, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સભ્યો હાજર રહ્યા.

અંકલેશ્વર પાલિકા દ્વારા સરદાર પટેલ જયંતી નિમિત્તે રન ફોર યુનિટી યોજાઈ

મોરબી ઝુલતા પુલ હોનારત ના મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા બાદ શારદા ભવન થી જવાહર બાગ સુધી રન ફોર યુનિટીમા લોકો જોડાયા  




સરદાર પટેલ જયંતિ નિમિત્તે દેશના લોહપુરુષ ને નમન કરવા અંકલેશ્વર પાલિકા દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને લોખંડી પુરુષ સરદાર પટેલ ના એકતા ના સંદેશ ને પહોંચાડવાના ના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ રન ફોર યુનિટી નો પ્રારંભ જીનવાલા કમ્પાઉન્ડ ખાતે માં શારદા ભવન ટાઉન હોલ થી કરવામાં આવ્યો હતો. જ્યાં સૌ પ્રથમ ગત રોજ બનેલ મોરબી ઝુલતા પુલ હોનારત માં મૃત્યુ પામેલા સ્વજનો ને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ ઇજાગ્રસ્તો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. બે મિનિટ મૌન પાડી પાલિકા પ્રમુખ વિનય વસાવા અને ઉપ પ્રમુખ કલ્પનાબેન મેરાઈ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ દ્વારા લીલી ઝંડી બતાવી રન ફોર યુનિટી માં જોડાનાર નગરજનો ને પ્રસ્થાન કરાવ્યું હતું. જે યાત્રા શારદા ભવન થી નીકળી જવાહરબાગ ખાતે પહોંચી પૂર્ણ થઇ હતી

પંડવાઈ સુગરના ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની ઉપસ્થિતિ માં પીલાણ કાર્ય શરૂ કરાયુ

હાંસોટના પંડવાઈ ખાતે શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ખાતે શેરડી પીલાણ નો  પ્રારંભ કરવામાં આવ્યો


સુગર  ના ડિરેક્ટર અને સભ્યો ની હાજરી માં પ્રારંભ કરવામાં આવ્યો 


હાંસોટ તાલુકાના પંડવાઈ ગામ ખાતે આવેલ અને ખેડૂતો ની જીવાદોરી સમાન  શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી  ખાતે  સંસ્થા ના ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની ઉપસ્થિતિ માં શાસ્ત્રોક વિધિ દ્વારા  શેરડી પીલાણ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.  


ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના પંડવાઈ ગામ પાસે આવેલ અને હાંસોટ ,અંકલેશ્વર ,વાલિયા તેમજ સુરત જિલ્લાના ઓલપાડ ,માંડવી અને માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ખાતે સુગર ના ચેરમેન અને અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની ઉપસ્થિતિ માં આ સુગર ના ડીરેકટર જસવંતભાઈ  પટેલ અને તેમના ધર્મપત્ની ના હસ્તે શેરડી પીલાણ નું શાસ્ત્રોક વિધિ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો જો કે પાછોતરો વરસાદ ના કારણે શેરડી પીલાણ નું કાર્ય પાછું  ઠેલાય હતું આ પ્રસંગે સુગર ના વાઇસ ચેરમેન અને અંકલેશ્વર તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ, ,સુગર ના ડિરેક્ટર નટવરભાઈ વસાવા સહીત ના ડિરેક્ટર અને સુગર ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શેરડી પીલાણ નો પ્રારંભ કરાવ્યો હતો. ગત સીઝન કરતા ચાલુ સિઝનમાં વધુ પીલાણ સાથે અંદાજે 7 લાખ મેટ્રિક ટન પીલાણ થવાનો અંદાજ મુક્યો છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper